આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતી કાલથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 17 જાન્યુઆરીએ સાંજે અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થશે. આ પ્રવાસ દરમિયાન તેઓ 18 જાન્યુઆરીએ અમદાવાદમાં મધ્ય ઝોન કાર્યકર્તા સંમેલન અને 19 જાન્યુઆરીએ વડોદરામાં પૂર્વ ઝોન કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપશે, જ્યાં તેઓ રાજ્યભરના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાની પકડ મજબૂત કરવા અને 18 હજારથી વધુ સભાઓ દ્વારા જનતામાં વધેલા વિશ્વાસને વધુ મજબૂત કરવા પ્રયત્નશીલ છે.
આમ આદમી પાર્ટી દ્વારા અત્યાર સુધી ગુજરાતમાં 18,000થી વધુ સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભાઓના માધ્યમથી ગુજરાતની જનતાને પાર્ટી સાથે જોડવાનું તેમજ જનતાના મુખ્ય પ્રશ્નો ઉઠાવવાનું કામ સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા 7 ઝોન હેઠળ બુથ કાર્યકર્તા સંમેલનોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય ક્ધવીનર અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે.
અરવિંદ કેજરીવાલનું આજે અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ 18 તારીખે મધ્ય ઝોન અંતર્ગત અમદાવાદ ખાતે કાર્યકર્તા સંમેલન યોજાશે, જેમાં અમદાવાદ, ખેડા, ગાંધીનગર અને સુરેન્દ્રનગર લોકસભા વિસ્તાર આવરી લેવામાં આવશે. ત્યારબાદ 19 તારીખે પૂર્વ ઝોન અંતર્ગત વડોદરા ખાતે કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવશે, જેમાં આણંદ, વડોદરા, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાઓ આવરી લેવામાં આવશે. આ સંમેલનમાં અરવિંદ કેજરીવાલ કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરૂૂ પાડશે.

