કંગના રનૌત દ્વારા નિર્દેશિત બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ઇમર્જન્સી’ પર બાંગ્લાદેશમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ફિલ્મની રિલીઝ પહેલા કંગના માટે આ એક મોટો આંચકો છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના વર્તમાન તણાવપૂર્ણ સંબંધોને કારણે પાડોશી દેશે આ નિર્ણય લીધો છે. ફિલ્મ ઇમરજન્સી 1975માં તત્કાલિન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી દ્વારા ભારતમાં જાહેર કરાયેલી કટોકટી પર આધારિત છે. મામલા સાથે જોડાયેલા એક સૂત્ર અનુસાર બાંગ્લાદેશમાં ઈમરજન્સીનું સ્ક્રીનિંગ રોકવાનો નિર્ણય ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વર્તમાન તણાવપૂર્ણ સંબંધોથી જોડાયેલો છે. આ પ્રતિબંધ ફિલ્મની થીમથી ઓછો અને બંને દેશો વચ્ચે ચાલી રહેલા રાજકીય તણાવપૂર્ણ સંબંધોને કારણે છે.
ઈમરજન્સી 1971ના બાંગ્લાદેશના સ્વતંત્રતા સંગ્રામમાં ભારતીય સેના અને ઈન્દિરા ગાંધી સરકારની ભૂમિકા તથા શેક મુઝીબુર્રહમાનને આપેલા સમર્થનને દેખાડવામાં આવ્યું છ, જેમને બાંગ્લાદેશના જનક કહેવામાં આવે છે.