ગુજરાત
કાલથી કમુહૂર્તાનો પ્રારંભ: લગ્ન, વાસ્તુ જેવા શુભકાર્યોમાં લાગશે બ્રેક
માગસર શુદ પુનમને રવિવાર તા.15-12-2024 રાત્રીના 10.12 કલાકે સૂર્ય ધનરાશીમાં પ્રવેશ કરશે અને સાથે ધનારક કમુહુર્તાનો પ્રારંભ થશે લગ્ન વાસ્તુ જેવા શુભકાર્યોમાં બ્રેક લાગશે.
ધનારક કમુહુર્તા 14 જાન્યુઆરી 2025ને મંગળવારે મકર સંક્રાંતીના દિવસે સવારે 8.54 કલાકે પુરા થશે. કમુહર્તા દરમ્યાન પણ નવગ્રહ જપ રાંદલ, સત્યનારાયણ ભગવાનની કથા ભાગવત રામાયણ નડતા ગ્રહોની શાંતીનો હવન, સિમંત કુંડળીમાં રહેલ અશુભ યોગ શાંતી રૂદ્ર અભિષેક, લઘુરૂદ્ર જેવા અનેક શુભ કાર્યો થઇ શકે છે તેમાં કમુહુર્તારનો દોષ લાગતો નથી.
ધનારક દરમ્યાન સુર્ય ઉપાસના કરવી પણ શ્રેષ્ઠ છે. આ દિવસો દરમ્યાન સુર્યને ખાસ આદ્ય આપવું. સુર્ય ગુરૂની રાશીમાં હોય આ સમય દરમ્યાન કરેલા જપ, તપ, પુજા પાઠ ઉતમ ફળ આપે છે.
કમુહુર્તાનો પ્રભાવ નર્મદા નદી પછી લાગતો નથી ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ ઉતર ગુજરાત, વડોદરા બાજુના ગુજરાતમાં કમુહતાર લાગે છે. નર્મદા નદીના સામે કાંઠે કમુહર્તા લાગતા નથી.