Site icon Gujarat Mirror

કાળભૈરવે નીલકંઠવર્ણી પાસે માફી માગી હતી સ્વામિ. સંપ્રદાયના વધુ એક સ્વામીનો વીડિયો વાઇરલ

વિવાદાસ્પદ ટિપ્પણીનાં દોર વચ્ચે વધુ એક સાધુનો વિવાદિત વીડિયો સામે આવ્યો છે, જેમાં સાધુ કાળભૈરવ ભગવાન અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા જોવા મળે છે.

આ વાઇરલ વીડિયોમાં સાધુ કહે છે કે, નકાળભૈરવે નીલકંઠ વર્ણી પાસે આવી માફી માગી હતી અને કાળભૈરવે કહ્યું પ્રભુ તમને પરેશાન કરવા આવ્યા, અમારી ભૂલ થઈ. કાળભૈરવે કહ્યું કે અમને માફ કરો, અમારા પર કૃપા કરો.
સંપ્રદાયનાં વધુ એક સ્વામીનાં આ વીડિયોથી ખળભળાટ મચી જવા પામ્યો છે.

જલારામ બાપા અંગે સ્વામિનારાયણ સંપ્રદાયનાં જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા કરેલી ટિપ્પણી બાદ સર્જાયેલો વિવાદ હજુ માંડ શમ્યો છે.ત્યારે વધુ એક સ્વામીનો વીડિયો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ વાઇરલ વીડિયોમાં સંપ્રદાયનાં સ્વામી કાળભૈરવ ભગવાન અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા જોવા મળે છે.

આ વાઇરલ વીડિયોમાં સ્વામી કહે છે કે, કાળભૈરવે નીલકંઠ વર્ણી પાસે આવી માફી માગી હતી. કાળભૈરવે કહ્યું કે પ્રભુ તમને પરેશાન કરવા આવ્યા, અમારી ભૂલ થઈ છે.વાઇરલ વીડિયોમાં સ્વામી આગળ કહે છે કે, કાળભૈરવે કહ્યું અમને માફ કરો, અમારા પર કૃપા કરો. કાળભૈરવે હનુમાનજી પાસે કંઠી બંધાવી હતી.

આ વાઇરલ વીડિયો બાદ સ્વામિનારાયણ સંપ્રદાયનાં કેટલાક કથિત કહેવાતા સ્વામીઓ દ્વારા સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ પ્રકારનાં નિવેદનો આપવામાં આવે છે અને સનાતન ધર્મને ટાર્ગેટ કરવામાં આવે છે તેવી ચર્ચાઓ વેગવંતી થઈ છે.

Exit mobile version