Sports
K.L. રાહુલ: ટીમ માટે ‘વાંદરી પાનું’
Published
4 years agoon
By
ગુજરાત મિરર
હેમિલ્ટન તા.4
ન્યૂઝીલેન્ડ સામે રવિવારે ભારતની વિક્રમજનક 5-0ની ક્લીન સ્વીપ સાથે પૂરી થયેલી ટી-ટ્વેન્ટી સિરીઝમાં સૌથી વધુ 224 રન બનાવવા ઉપરાંત વિકેટકીપર તરીકે ચાર શિકાર કરનાર કે. એલ. રાહુલ થોડા દિવસથી મેદાન પર ઘણી ભૂમિકાઓ ભજવી રહ્યો છે. એક સમય હતો જ્યારે ટીમ ઇન્ડિયામાંથી તેણે સ્થાન ગુમાવ્યું હતું અને તેની કરિયર ભયમાં મુકાઈ ગઈ હતી, પરંતુ તે જ્યારથી બેટિંગમાં પાછો ફોર્મમાં આવ્યો છે ત્યારથી તે ભારત માટે મેચ-વિનર તો બન્યો જ છે, એ ઉપરાંત તેના પર જવાબદારીઓ પણ ઘણી વધી છે અને તેની પાસે ઘણી અપેક્ષાઓય રાખવામાં આવી રહી છે.
27 વર્ષીય રાહુલ ઓપનિંગ બેટ્સમેન તરીકે તેમ જ ક્યારેક મિડલ-ઑર્ડરમાં બહુ સારું પર્ફોર્મ કરી રહ્યો છે. શિખર ધવન ફોર્મ ગુમાવી બેઠો હોવાથી રાહુલને ઓપનિંગમાં રોહિત શર્મા સાથે રમવાનો મોકો મળ્યો છે જેનો તેણે રોહિત સાથે તેમ જ વિરાટ કોહલી સાથેની સુંદર ભાગીદારીઓથી સારો લાભ લઈ લીધો છે. 36 ટેસ્ટ રમીને કુલ 2006 રન બનાવી ચૂકેલા રાહુલે છેલ્લી 10 ઇનિંગ્સ (ટી-ટ્વેન્ટી અને વન-ડે)માં જે સ્કોર્સ નોંધાવ્યા છે એ આ મુજબ છે: 45, 39, 27, 57 અણનમ, 56, 19, 80, 47, 54 અને 45. રિષભ પંતને વિકેટકીપર-બેટ્સમેન તરીકે ઘણી તકો આપવામાં આવી અને એનો તે પૂરતો લાભ ન લઈ શક્યો જેને પગલે તાજેતરની ટી-ટ્વેન્ટી સિરીઝમાં તેણે વિકેટકીપરની ભૂમિકા ભજવી હતી જેમાં તેણે ત્રણ કેચ અને એક સ્ટમ્પિંગ સહિત કુલ ચાર શિકાર કર્યા હતા.
રવિવારે કિવીઓ સામેની પાંચમી ટી-ટ્વેન્ટીમાં રોહિત શર્માએ બેટિંગ તો કરી હતી (60 રનના પોતાના સ્કોર પર રિટાયર હર્ટ થયો હતો), પરંતુ તે ફીલ્ડિંગ કરવા નહોતો આવી શક્યો. મુખ્ય કેપ્ટન વિરાટ કોહલીએ આ મેચમાંથી આરામ કર્યો હોવાથી નેતૃત્વની જવાબદારી રોહિતને સોંપાઈ હતી. જોકે, રોહિત ફીલ્ડિંગમાં ન આવતાં સુકાનની જવાબદારી રાહુલને સોંપાઈ હતી. આઇપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબની કેપ્ટન્સી સંભાળવાનો તેને સારો અનુભવ હોવાથી રવિવારે રોહિતની ગેરહાજરીમાં રાહુલને નેતૃત્વ સંભાળવાનું કહેવાયું હતું. રાહુલ ટીમ ઇન્ડિયાનો મેચ-વિનર પણ છે.
ન્યૂ ઝીલેન્ડ સામેની ટી-ટ્વેન્ટી સિરીઝમાં સૌથી વધુ 224 રન બનાવવા બદલ તેને મેન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર અપાયો હતો. તે થોડા મહિનાઓથી ભારતને જિતાડી રહ્યો છે. 17મી જાન્યુઆરીએ રાજકોટમાં ઑસ્ટ્રેલિયા સામેની વન-ડેમાં તેણે મિડલમાં બેટિંગ કરીને 80 રન બનાવીને ભારતને જીત અપાવી હતી. 26મી જાન્યુઆરીએ અણનમ 57 રન બનાવીને તેણે મેન ઑફ ધ મેચનો પુરસ્કાર મેળવ્યો હતો. એ પહેલાં, 18મી ડિસેમ્બરે તેણે વિશાખાપટનમમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડેમાં 102 રન બનાવીને અને રોહિત શર્મા સાથે ઓપનિંગમાં 227 રનની ભાગીદારી કરીને ભારતને વિજય અપાવ્યો હતો.
રેન્કિંગ્સમાં બીજા નંબર પર
દુબઈ: કે. એલ. રાહુલે રવિવારે ન્યૂ ઝીલેન્ડ સામે પૂરી થયેલી ટી-ટ્વેન્ટી સિરીઝમાં બે હાફ સેન્ચુરીની મદદથી કુલ 224 રન બનાવ્યા હતા અને એ બદલ તેને રેન્કિંગ્સમાં બીજા નંબર પર આવવા મળ્યું છે. ટી-ટ્વેન્ટી ઇન્ટરનેશનલ્સની કરિયરમાં આ તેની સર્વશ્રેષ્ઠ રેન્ક છે. બેટ્સમેનોના આ રેન્કિંગમાં પાકિસ્તાનના બાબર આઝમે મોખરાની રેન્ક જાળવી રાખી છે, જ્યારે રોહિત શર્મા ટોપ-ટેનમાં આવી ગયો છે. વિરાટ કોહલી નવમા સ્થાને છે. શ્રેયસ ઐયર અને મનીષ પાન્ડેની રેન્ક પણ સુધરી છે.
You may like
Sports
એશિયન ગેમ્સ 2023 સ્કવોશમાં ભારતે 3-0થી પાકિસ્તાન સામે મેળવી જીત
Published
4 hours agoon
September 26, 2023By
ગુજરાત મિરરએશિયન ગેમ્સ 2023ના ત્રીજા દિવસે મંગળવારે, ભારતની સ્ક્વોશ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું. ટીમ ઈન્ડિયાએ સ્ક્વોશમાં પાકિસ્તાનને 3-0થી હરાવ્યું હતું. ભારતની તન્વી ખન્ના, જોશના ચિનપ્પા અને અનાહત સિંહે શાનદાર જીત નોંધાવી હતી. ટીમ ઈન્ડિયા પાસે હાલમાં કુલ 11 મેડલ છે. જેમાં 2 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. પ્રથમ મેચમાં પાકિસ્તાનની સાદિયા ગુલને 3-0થી હરાવ્યું હતું. અનાહતે આ મેચ 11-6, 11-6 અને 11-3થી જીતી હતી. બીજી મેચમાં જોશનાનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. જોશ્નાએ બીજી મેચમાં પાકિસ્તાનના નૂર ઉલ હક સાદિકને હરાવ્યો હતો. તેણે આ મેચ 11-2, 11-5 અને 11-7થી જીતી હતી.તન્વી ખન્નાએ ભારતની ત્રીજી મેચ જીતી હતી. હવે ટીમ ઈન્ડિયાની આગામી મેચ નેપાળ સાથે થશે. આ મેચ બુધવારે સવારે 7.30 વાગ્યાથી રમાશે. ટીમ ઈન્ડિયા બે ગ્રુપ મેચ રમશે.ત્રીજા દિવસે ભારતને સ્ક્વોશની સાથે અન્ય રમતોમાંથી પણ સારા સમાચાર મળ્યા હતા. ટીમ ઈન્ડિયાએ હોકીમાં સિંગાપોર પર શાનદાર જીત નોંધાવી. ભારતે સિંગાપોરને 16-1થી હરાવ્યું હતું. અંકિતા રૈનાએ ટેનિસમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણીએ મહિલા સિંગલ્સના રાઉન્ડ ઓફ 16માં જીત મેળવી હતી. આ સાથે અંકિતાએ ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતની સ્વિમિંગ ટીમ ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. ભારતે અત્યાર સુધીમાં કુલ 11 મેડલ જીત્યા છે. જેમાં 2 ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે. ભારતે મહિલા ક્રિકેટ અને શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. શૂટિંગમાં ભારત એક મેડલ ચૂકી ગયું. રમિતા જિંદાલ અને દિવ્યાંશ પવાર 10 મીટર એર રાઈફલ મિશ્રિત ટીમ ઈવેન્ટ જીતી શક્યા ન હતા.
આ ભારતીય જોડીએ શરૂઆતમાં 8-0ની સરસાઈ મેળવી લીધી હતી. પરંતુ આ પછી તે 18-20થી પાછળ રહી ગઈ અને મેડલ ચૂકી ગઈ હતી. જો રમિતા-દિવ્યાંશ જીત્યા હોત તો ભારતને વધુ એક બ્રોન્ઝ મેડલ મળ્યો હોત.
Sports
ભારતીય મેન્સ હોકી ટીમે સિંગાપોરને 16-1થી કચડ્યું
Published
7 hours agoon
September 26, 2023By
ગુજરાત મિરરએશિયન ગેમ્સમાં ત્રીજા દિવસે ભારતીય પુરુષ હોકી ટીમે જીત સાથે શરૂઆત કરી હતી. ભારતે હોકીમાં સિંગાપોરને ખરાબ રીતે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ 16-1થી સિંગાપોરને હરાવીને રેકોર્ડ નોંધાવ્યો હતો. ભારત તરફથી હરમનપ્રીત સિંહે 4 ગોલ કર્યા હતા.
Sports
કપિલ દેવ થયા કિડનેપ? ગૌતમ ગંભીરનો વીડિયો થયો વાઇરલ
Published
7 hours agoon
September 26, 2023By
ગુજરાત મિરરટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીરે સોશિયલ મીડિયા પર કપિલ દેવનો એક વીડિયો શેર કર્યો છે, જેણે ઉહાપોહ મચાવી દીધો છે. વીડિયોમાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ઓલરાઉન્ડર કપિલ દેવના બંને હાથ બાંધેલા છે, સાથે જ તેમના મોઢા પર કપડું બાંધેલું છે. કપિલ દેવને બે લોકો એક રુમ તરફ લઈ જઈ રહ્યાં છે. તો કપિલ પણ ઘણાં જ પરેશાન જોવા મળી રહ્યાં છે.
ગંભીરે વીડિયો શેર કર્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સના જોરદાર રિએક્શન આવી રહ્યાં છે. અનેક લોકો કપિલના વીડિયોને કોઈ જાહેરાતનો ભાગ બતાવી રહ્યાં છે. બીજી બાજુ કેટલાંક લોકોએ ગંભીરને આડે હાથ લેતા કહ્યું કે- લાગે છે કે તમે પણ આ વિજ્ઞાપન સાથે જોડાયેલા છો. અનેક યુઝર્સે કહ્યું કે જો કપિલની આટલી જ ચિંતા છે તો ફોન કરી લો. જો કે 1983 વિશ્વકપ વિજેતાના કેપ્ટન કપિલ દેવે હજુ સુધી આ વીડિયોને લઈને કોઈ જ પ્રતિક્રિયા નથી આપી.
જો કે કપિલના મેનેજર રાજેશ પુરીએ પૂર્વ ક્રિકેટરના કિડનેપ કરવાની વાતને ફગાવી છે. એક રિપોર્ટ મુજબ રાજેશને કહ્યું કે- કપિલ દેવનો જે વીડિયો શેર કરાયો છે તે એક જાહેરાતનો જ ભાગ છે. તેમણે કોઈએ કિડનેપ નથી કર્યા, તેઓ પૂરી રીતે સેફ છે.