Site icon Gujarat Mirror

જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખે 40 લાખ વ્યાજે આપી કરોડોની જમીન પચાવી પાડી

ત્રણ બાઇક શોરૂમનાં માલિક વ્યાજખોરીનો ભોગ બન્યા, ન્યાય માટે નાર્કોટેસ્ટ કરાવવાની પણ છૂટ: પીડિત પરિવાર

પ્રમુખે કહ્યું, આક્ષેપો કરવા સહેલા છે, આ વાતો સાબીત કરી બતાવે

જૂનાગઢમાં વ્યાજખોરીના રાક્ષસે વધુ એક હસતા-રમતા પરિવારને પાયમાલ કરી દીધો હોવાનો સનસનીખેજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક સમયે ત્રણથી ચાર બાઈક શોરૂૂમના માલિક એવા ભાવિન ઉર્ફે રાજુભાઈ કુંભાણી આજે એક નોકરી માટે ફાફા મારી રહ્યા છે.

રાજુભાઈએ જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂૂપારેલીયા પર ગંભીર આક્ષેપો કર્યા છે કે વ્યાજના ચક્રમાં તેમણે પોતાનું સર્વસ્વ ગુમાવ્યું છે અને જૂનાગઢ છોડવાની ફરજ પડી છે. આ મામલે રાજુભાઈના પિતાએ પણ રડતી આંખે ન્યાયની માંગ કરી છે. જોકે ગૌરવ રૂૂપારેલિયાએ આ આક્ષેપને પાયાવિહોણા ગણાવી કહ્યું છે કે સાબિત કરો.

રાજુભાઈ કુંભાણીએ પોતાની હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું હતું કે મારે ગીર સોમનાથ, મોરબી અને જૂનાગઢ જિલ્લામાં બાઈક શોરૂૂમની ડીલરશીપ હતી. 2018માં ધંધા માટે રૂૂપિયાની જરૂૂર પડતા મને જાણ થઈ કે ગૌરવભાઈ રૂૂપારેલીયા વ્યાજે રૂૂપિયા આપે છે. મેં તેમનો સંપર્ક કર્યો ત્યારે ગૌરવભાઈ અને તેમના પિતા હાજર હતા. તેમણે મને 3 ટકા લેખે વ્યાજે રૂૂપિયા આપવાનું નક્કી કર્યું પણ શરત મૂકી કે સાટાખત નહીં પણ જમીનનો દસ્તાવેજ કરી આપવો પડશે. તેમણે વધુમાં જણાવ્યું કે મારે મજબૂરીમાં 6 વીઘા જમીનનો દસ્તાવેજ 40 લાખના વ્યાજ સામે કરી આપ્યો.

ગૌરવભાઈએ મારા પિતાના ખાતામાં 20 લાખ ટ્રાન્સફર કર્યા અને બાકીના રોકડા આપ્યા હતા. મેં દોઢ વર્ષ સુધી દર મહિને 3 ટકા લેખે વ્યાજ ચૂકવ્યું. 40 લાખ સામે મેં 40 લાખનું તો વ્યાજ ભર્યું અને કુલ મળીને લગભગ દોઢ કરોડ રૂૂપિયા મેં ગૌરવભાઈને આપ્યા છે. આ વ્યાજના ચક્રને કારણે મારો ધંધો બંધ થઈ ગયો, મકાન વેચાઈ ગયું અને મારે ભાડે રહેવાનો વારો આવ્યો છે. રાજુભાઈએ એમ પણ કહ્યું કે હવે ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઝુંબેશને જોઈને હું સામે આવ્યો છું. મારો નાર્કો ટેસ્ટ કરવો હોય તો પણ છૂટ છે. જો ન્યાય નહીં મળે તો હવે મરવા સિવાય કોઈ વિકલ્પ નથી. રાજુભાઈના પિતા ભુવાનભાઈ કુંભાણીએ રડતા રડતા જણાવ્યું કે, “હું રિટાયર્ડ બેંક ઓફિસર છું. મારો દીકરો ખૂબ મહેનતુ હતો, તેને કંપનીએ જાપાનની ટૂર પણ કરાવી હતી.

પરંતુ ધંધામાં રૂૂપિયાની જરૂૂર પડતા તે ગૌરવ રૂૂપારેલીયાના સંપર્કમાં આવ્યો અને બધું જ ગુમાવ્યું. મારા નામે રહેલી 6 વીઘા જમીન જેની કિંમત વીઘાના 20 લાખ છે તે વ્યાજના ચક્રમાં પચાવી પાડવામાં આવી છે.
આ અંગે જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂૂપારેલીયાએ કહ્યું કે, મીડિયામાં આક્ષેપો કરવા સહેલા છે. જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે સાબિત કરી બતાવે. આ તમામ વાતો પાયા વિહોણી છે. જો તેમને કોઈ તકલીફ હોય તો તે આ મામલે પોલીસ ફરિયાદ કરી શકે છે.

Exit mobile version