Site icon Gujarat Mirror

ગોંડલના દેરડીમાં આપની પરિવર્તનયાત્રામાં જીગીશા પટેલના ધારાસભ્ય તથા ભાજપ પર આકરા પ્રહારો

આમ આદમી પાર્ટી દ્વારા સોમનાથ થી નિકળેલી પરિવર્તન યાત્રા કિસાન યાત્રા’ ગોંડલના દેરડી પંથકમાં પહોંચી હતી.જ્યાં તેનાં સ્વાગત બાદ યોજાયેલી જાહેર સભામાં ‘આપ’ના પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી જીગીશા પટેલે સ્થાનિક ધારાસભ્ય અને ભાજપ સરકાર પર આકરા કટાક્ષ કર્યા હતા.ગોંડલ તાલુકાનાં બિસ્માર રોડ રસ્તા અંગે જણાવ્યું હતું કે ધારાસભ્ય બહુ ભોળા છે, તેઓ જમીન પર ચાલવાને બદલે તેનાથી બે ઇંચ ઉપર ચાલે છે, જેના કારણે તેમને ગોંડલના બિસ્માર રસ્તાઓ અને જનતાની હાડમારી દેખાતી નથી.ધારાસભ્ય માત્ર ચુંટણી સમયે ઘર ની બહાર આવેછે.ઘણા લોકોએ તો ધારાસભ્ય ને જોયા પણ નથી.

તેમણે કહ્યુ કે એક સમયે મહારાજા ભગવતસિહ નું ગોકુળીયું ગણાતું ગોંડલ આજે ગંદકીથી ભરેલું છે.ભાજપ નાં સતાધીશો એ ભગવતસિહ બાપુ નાં સમાધી સ્મારક ની પણ દરકાર રાખી નથી.કચરા નાં ગંજ વચ્ચે આ સ્મારક ઉભુ છે.નગરપાલિકાએ મહીને કચરા ની સફાઈ માટે રુ.43 લાખ ચુકવતી હોવાની વાતો કરે છે.પણ એ ચુકવણું ભાજપ ની ટોળકી નાં ખિસ્સા માં જાય છે.અઢી લાખ ની વસ્તી વચ્ચે આવેલી સરકારી હોસ્પિટલ માં પુરતા ડોક્ટર કે સીટીસ્કેન જેવી પાયાની સુવિધા પણ નથી.સુવિધાઓ નાં અભાવે દર્દીઓ લાચારી ભોગવે છે.

તેમ છતા ભાજપ નાં આગેવાનો બડાશ હાંકે છે કે ગોંડલ માં ખુબ વિકાસ થયો છે.માર્કેટ યાર્ડ, નાગરીક બેંક, નગરપાલિકા ભ્રષ્ટાચાર નાં અખાડા બન્યાં છે.અનેક કૌભાંડ થઇ રહ્યા છે. જીગીશાબેન પટેલે આક્ષેપ કર્યો કે ધારાસભ્ય નાં અંગત સ્ટાફ નો પગાર પણ માર્કેટ યાર્ડ માંથી ચુકવાય છે.પરંતુ ડર નાં માર્યા કોઈ બોલી શકતા નથી.પોલીસ પણ ભાજપ નાં ઇશારે કામ કરેછે. જીગીશાબેન પટેલે પોલીસ તંત્ર પર આકરા પ્રહાર કરતા કહ્યુ કે તમને પગાર જનતા ની સેવા માટે અપાય છે.પગાર કોઈ નેતા નાં ઘરેથી નથી આવતો. જીગીશાબેન પટેલે પુર્વ સાંસદ રમેશભાઈ ધડુક માટે વ્યંગ સાથે કહ્યુ કે તમારાં પુત્ર ઉપર હુમલો કરાયો હતો.છતાં તમે અવાજ ઉઠાવી નથી રહ્યાં. આપ નાં પ્રવીણ રામે 8મી માર્ચે ગાંધીનગરમાં વિશાળ શક્તિપ્રદર્શન કરવાની જાહેરાત કરીને સત્તાધારી પક્ષને ખુલ્લી ચેતવણી આપી હતી.

આમ આદમી પાર્ટી (અઅઙ) દ્વારા ખેડૂતોના અધિકારો અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ સોમનાથથી ગાંધીનગર સુધી જઈ રહેલી ‘પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા’ ગોંડલ પંથકમાં પહોંચી હતી. યાત્રા દરમિયાન ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે દાસીજીવણ મંદિરના દર્શન કરી બાદમાં મોવીયા બસ સ્ટેશન પાસે કાર્યકર્તાઓ દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.ઉપરાંત હદતપરી બાપુના મંદિરે દર્શન કર્યા બાદ યાત્રા દેરડી ગામે પહોંચી હતી, જ્યાં વાસાવડ રોડ પર આવેલા રાજબાઈ સર્કલ ખાતે જાહેર સભાનું આયોજન કરાયુ હતુ. જેને જીગીશાબેન પટેલ, પ્રવીણ રામ તથા બ્રિજરાજ સોલંકી એ સંબોધી હતી.યાત્રા દરમિયાન આપ નાં તેજસભાઇગાજીપરા,મહેશભાઈ લુણાગરીયા સહિત ઉપસ્થિત રહ્યા હતાં.

Exit mobile version