Site icon Gujarat Mirror

જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, રાજકીય અટકળો તેજ

 

 

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ ઉપાધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને જેઠાભાઈએ રાજીનામું સોંપ્યુ છે. સામાજિક અને રાજકીય કાર્યોમાં વ્યસ્ત હોવાનું કારણ આપ્યું હતું. જેઠાભાઈ ભરવાડ અનેક સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. રાજીનામા પાછળના ચોક્કસ કારણો હજુ સુધી સામે આવ્યા નથી, પરંતુ આ ઘટના બાદ રાજકીય વર્તુળોમાં અનેક અટકળો ચાલી રહી છે.

મળતી વિગતો અનુસાર જેઠાભાઈએ અન્ય હોદ્દાના કામની વ્યસ્તતાના કારણે રાજીનામું આપ્યું છે. આ રાજીનામું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકરની પ્રત્યક્ષ હાજરીમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને સોંપવામાં આવ્યું હતું. જેનો વિધાનસભાના અધ્યક્ષે તત્કાલ સ્વીકાર કર્યો છે.

જેઠાભાઈ ભરવાડ ગુજરાતના એક પીઢ અને પ્રભાવશાળી રાજકારણી છે. તેઓ ભાજપ સાથે સંકળાયેલા છે અને લાંબા સમયથી રાજકારણમાં સક્રિય છે. જેઠાભાઈ પંચમહાલ જિલ્લાની શહેરા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે.

 

Exit mobile version