વડોદરા પાસે બ્રિજના કામને કારણે જામનગર ઇન્ટરસીટી ટ્રેન અમદાવાદ સુધી દોડશે

ગેરતપુર-વડોદરા સેક્શનમાં બ્લોકને કારણે રાજકોટ ડિવિઝન ની કેટલીક ટ્રેનોના સમયમ ફેરફાર કરવામા આવ્યો છે તો કેટલીક ટ્રેન આંશિક રદ કરાઇ છે. ગેરતપુર-વડોદરા સેક્શનમાં વાસદ અને…

ગેરતપુર-વડોદરા સેક્શનમાં બ્લોકને કારણે રાજકોટ ડિવિઝન ની કેટલીક ટ્રેનોના સમયમ ફેરફાર કરવામા આવ્યો છે તો કેટલીક ટ્રેન આંશિક રદ કરાઇ છે.

ગેરતપુર-વડોદરા સેક્શનમાં વાસદ અને રાણોલી સ્ટેશનો વચ્ચે આવેલ બ્રિજ નંબર 624 ના રિ-ગર્ડરિંગનું કામ પૂર્ણ કરવા માટે પશ્ચિમ રેલ્વે પર ઘણા મેગા બ્લોક લેવામાં આવશે.

પરિણામે, રાજકોટ ડિવિઝન માં થી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે જેમા ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ, 07, 11, 14, 18, 21 અને 28 મે અને 04 અને 08 જૂન, 2025 ના રોજ અમદાવાદ અને વડોદરા વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.

તેમજ ટ્રેન નં. 12477 જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ 07, 14, 21 અને 28 મે અને 04 જૂન, 2025 ના રોજ માર્ગમાં 50 મિનિટ માટે મોડી કરવામાં આવશે.