Connect with us

jamnagar

જામનગર જિલ્લો બાંધણી, બ્રાસપાટ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવે છે: કેબિનેટ મંત્રી

Published

on

કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003માં વાઇબ્રન્ટ સમિટનું બીજ રોપ્યું હતું. વર્ષ 2024માં 10મી વાઇબ્રન્ટ સમિટનું સરકાર દ્વારા વિશાળ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત કાર્યક્રમોના આયોજન થઈ રહ્યા છે.રાજ્યના લોકોમાં વાઇબ્રન્ટ સમિટને લઈને જાગૃતતા આવે તે હેતુથી ઓકટોબર મહિના દરમિયાન તમામ જિલ્લાઓમાં વાઇબ્રન્ટ સમિટના આયોજનમાં જિલ્લાની વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડકટસનું બ્રાન્ડિંગ થાય તે મુખ્ય હેતુ છે. જામનગર જિલ્લો બાંધણી, બ્રાસપાટ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવે છે. તાજેતરમાં જ જામનગરની બાંધણીને જીઆઇ ટેગ મળ્યો છે જે આપણા સૌ માટે ગર્વની વાત કહી શકાય. જિલ્લામાં 7000 જેટલા બ્રાસપાર્ટ્સનું ઉત્પાદન કરતા એકમો આવેલા છે. તેમજ 1000 જેટલી નાની મોટી ભઠ્ઠીઓ આવેલી છે. ચંદ્રયાન -2 ના સફળ લોંચિંગમાં પણ જામનગરનો મહત્વનો ફાળો રહ્યો હતો. જામનગરની ગીતા મશીન્સ ટુલ્સ કંપની દ્વારા ચંદ્રયાનનો પાર્ટ બનાવવામાં આવ્યો છે જેની સમગ્ર દેશમાં નોંધ લેવાઈ છે. એશિયાની સૌથી મોટી રિફાઈનરી 7500 એકરમાં ફેલાયેલ છે જેના થકી અનેક લોકો રોજગારી મેળવી રહ્યા છે. જામનગરમાં મીઠાનું પણ બહોળા પ્રમાણમાં ઉત્પાદન થઈ રહ્યું છે. વર્ષ 2022-23માં જિલ્લામાં મીઠાનું 8,26,300 મેટ્રિક ટન ઉત્પાદન થયું છે.
મો. મોરજર રોન્યુએબલ્સ પ્રા.લી, મે. જય દ્વારકાધીશ સ્પિનટેક્ષ પ્રા.લી, મે. ઓપવીન્ડ એનર્જી પ્રા. લી. અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મદદનીશ ઉદ્યોગ કમિશનર અને જનરલ મેનેજર શ્રી પી.બી.પટેલ વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા જેના થકી જામનગરમાં રોજગારીની નવી તકોનું સર્જન થશે. વાઇબ્રન્ટ જામનગર કાર્યક્રમમાં વિવિધ કંપનીઓ વચ્ચે રૂૂ.3236 કરોડના કુલ 49 એમઓયુ કરવામા આવ્યા હતા. આ કાયક્રમમાં પી.એમ. વિશ્વકર્મા યોજના, માનવ કલ્યાણ અને એમએસએમઇ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.તેમજ વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ બ્રાન્ડિંગના 26 સ્ટોલના પ્રદર્શનને કેબિનેટમંત્રીશ્રીએ ખુલ્લું મૂક્યું હતું. અને વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી.
આ કાર્યક્રમમાં હાજર મહેમાનોએ જામનગર જિલ્લાના ઉદ્યોગોમાં બનતી વસ્તુઓ અને બ્રાસપાર્ટ્સ અંગેની ફિલ્મ નિહાળી હતી. તેમજ મહાનુભાવોનું મિલેટ્સ બાસ્કેટથી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કલેકટર શ્રી બી.એ. શાહ દ્વારા તથા શહેર પ્રાંત અધિકારીશ્રી પ્રશાંત પરમાર દ્વારા આભારવિધિ વ્યક્ત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર, ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલું, અગ્રણીશ્રીઓ રમેશભાઈ મુંગરા, શ્રી ડો.વિમલભાઈ કગથરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એનએફચૌધરી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મદદનીશ ઉદ્યોગ કમિશનર અને જનરલ મેનેજર શ્રી પ્રકાશ બી.પટેલ, મામલતદારશ્રી માકડિયા, ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખશ્રી બીપેન્દ્રસિંહ જાડેજા, જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખશ્રી લાખાભાઇ કેશવાલા, જીઆઇડીસી ફેઝ-2 એસો.ના પ્રમુખ શ્રી દિનેશભાઈ ડાંગરિયા, અન્ય એસો.ના પ્રમુખો, દ્વારકા જીએમડીસીના જનરલ મેનેજર શ્રી એસ.કે.જોશી, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, ઉદ્યોગકારો તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

jamnagar

જામનગરમાં ટિફિન આપવા ગયેલી બાળાની ક્રૂર હત્યા

Published

on

By

 

  • જેનુ ખાધું તેનું જ ખોદ્યું, વૃદ્ધ ટ્રક ડ્રાઇવરે ખેલ્યો ખૂની ખેલ
  • અગાઉ પત્નીને મોતને ઘાટ ઉતારનાર શખ્સે પાડોશીની માસૂમ પુત્રીના પ્રાણ હરી લીધા : ટિફિન આપવા ગયેલી માસૂમને છરીના 15 ઘા ઝીંકી વેંતરી નાખતા અરેરાટી, આરોપી ફરાર

જામનગરમા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચીંથળેહાલ હોય જેની ચાડી ખાતી વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. ગત બુધવારે સમી સાંજે જામનગરમાં સિનિયર વકીલને ખુલ્લેઆમ મોતને ઘાટ ઉતારી દીધી બાદ સપ્તાહના માં જ હત્યાની બીજી ઘટના સામે આવી છે જેને લઈને સમગ્ર શહેર ભરમા ખળભળાટ મચી ગયો છે. જામનગરના રાજપાર્ક વિસ્તારમાં બાર વર્ષની બાળકીને પડોશી ટ્રક ડ્રાઇવર ઢગાએ બેરહેમીથી છરીના ઘા ઝીંકી પરલોક પહોંચાડી દેતા સનસનાટી મચી છે. હત્યાની જાણ થતાં જ જિલ્લા પોલીસવડા સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ અને બનાવ સ્થળે દોડી ગયો હતો. બીજી બાજુ હત્યાના વારદાતને અંજામ આપી ભાગી છૂટેલા આરોપીને દબોચી લેવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

વકીલ હારુન પલેજાની હત્યાની શાહી હજુ સુકાણી નથી ત્યાં જામનગરમાં વધુ એક હત્યાનો બનાવ સામેં આવતા શહેરભરમાં સોંપો પડી ગયો છે.શહેરભરમાં સનસનાટી મચાવતી આ ઘટનાની વિગત એવી છે કે જામનગરના રાજપાર્ક વિસ્તારમાં રહેતા શાંતાબેન તેમજ રાજેશભાઈ કારાવદરા ટીફીનના કામ સાથે સંકળાયેલ હતો. આ દરમિયાન માતા પિતા શહેરના શરૂૂ સેક્શન રોડ પર પોતાના મકાનના સરકારી કામને લઈ કચેરીએ ગયા હતા. આથી બાળકી દ્રષ્ટિ કારાવદરા (ઉ.વ.12) તેના પાડોશમાં જ રહેતા લાલજી કૈલાશભાઈ પંડયા(ઉ.વ. 60)નામના ટ્રક ચાલકને ટિફિન આપવા માટે ગઈ હતી.
આ વેળાએ ટ્રકચાલક આરોપીએ કોઈ કારણસર બાળકી પર હુમલો કરી દીધો હતો. દયહીન આરોપીએ છરીના 15 જેટલા ઘા ઝીંકી દેતા માસુમ બાળકીની લોહીલુહાણ હાલત થઈ હતી. બાળકી પર હુમલો કરી આરોપી પલાયન થઇ ગયો હતો. બીજી બાજુ સરકારી કામ સબબ ગયેલા બાળકીના માતા-પિતાને જાણ થતા તેઓના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. જ્યા માતાપિતાના કરુણ રુદનથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.

બાદમાં 108 ની સ્ટાફને જાણ કરતા ટુકડીએ દોડી જઇ બાળકીને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચી હતી, પરંતુ ત્યાં તેણીનો માત્ર મૃતદેહ જ પહોંચ્યો હતો, અને ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરતા મામલો હત્યામાં પરિણમ્યો હતો. આથી પોલીસે દોડી જઇ મૃતદેહનો કબજો સાંભળી પીએમ અર્થે ખસેડવામાં સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ નિવેદનમાં મૃતક બાળકીના માતાપિતાએ જણાવ્યું કે હુમલાખોર આરોપી લાલજી કૈલાશભાઈ પંડયા જે પરિવાર સાથે વર્ષોથી સંબંધો રાખે છે, અને તેને જમવાનું પણ ટિફિન પહોંચાડતા હતા. દરમિયાન બપોરે દ્રષ્ટિ (12 વર્ષ) આરોપીને ટિફિન આપવા ગઈ હતી અને હત્યાનો ભોગ બની હતી. આરોપી લાલજી પંડાયએ અગાઉ પોતાની પત્નીની પણ હત્યા કરી હતી અને જેલવાસ ભોગવીને છૂટયો હોવાનું જાણવા મળે છે.

મકાન ભાડે અપાવ્યું, જમવાની વ્યવસ્થા કરી દીધી છતાં ગરીબ પરિવારની દીકરી છીનવી
મેર પરિવાર છેલ્લા બે વર્ષથી અહી ભાડાના મકાનમાં રહે છે. ટ્રક ચાલક તરીકે વ્યવસાય કરતા રમેશભાઈને કેન્સરની બીમારી હોવાથી તેઓના પત્ની પણ ઘરેથી ટીફીન સર્વિસ ચાલુ કરી હતી. વ્યવસાય દરમિયાન રમેશભાઈને આરોપી લાલજીથી ભેટો થયો હતો. આરોપી પણ ટ્રક ચલાવવાનો ધંધો કરે છે. મૂળ ખંભાલીયાના આરોપી લાલજીને રમેશભાઈ અઢી-ત્રણ વર્ષથી ઓળખતા હતા. જામનગરમાં પોતાના મકાનથી થોડે દુર ભાડાથી મકાન પણ રમેશભાઈ અને તેના પરિવારે શોધી આપ્યું હતું. આરોપી પોતે એકલો જ હોવાથી મેર પરિવારે શરૂૂઆતમાં પોતના ઘરે જમવાની વ્યવસ્થા કરી હતી. પરંતુ બાદમાં લાલજી મોડો આવતો હોય અને વર્તન પણ સારું ન હોવાથી તેના ઘરે ટીફીન આપવાની વ્યવસ્થા કરી હતી. આરોપી જયારે ટ્રકમાંથી પરત આવતો ત્યારે મેર પરિવારની બાળકીઓ તેનો રૂૂમ સાફસુફ કરી આપતી અને ટીફીન પણ પહોચાડી આવતી. આરોપી લાલજી અગાઉ પાંચેક વખત બાળકીઓને ફરવા પણ લઈ ગયો હતો. જો કે ઘરે જમવાની પાડેલી ના મેર પરિવારને ભારે પડી હતી. આ અવમાનનાને મગજમાં ધરબી બેઠેલ લાલજીએ ગઈ કાલે અંત લાવી બાળકીને ક્રુરતા પૂર્વક પતાવી નાશી ગયો છે.ખંભાલીયાના આરોપી લાલજી પંડ્યાએ અગાઉ પોતાની પત્નીની પણ હત્યા કરી હોવાનું અને જેલવાસ ભોગવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ગુનાહિત માનસિકતા ધરવતા સખ્સોથી દુર રહેવું જોઈએ એમ આ ઘટના સમાજને શીખ આપે છે.

Continue Reading

jamnagar

હાલારમાં સતત પાંચમા દિવસે વીજચેકિંગ: રૂા. 27.15 લાખની વિજચોરી ઝડપાઈ

Published

on

By

  • કુલ વિજચોરીનો આંક બે કરોડ નજીક પહોંચ્યો

જામનગર પીજીવીસીએલ ની વર્તુળ કચેરી દ્વારા ગત સોમવાર થી હાલાર ના બન્ને જિલ્લાઓ માં વિજ ચેકિંગ શરૂૂ કરવામાં આવ્યું છે, જેમાં આજે પાંચમા દિવસે રૂૂ.27.15 લાખ ની વીજ ચોરી ઝડપાઈ હતી. આમ પાંચ દિવસ મા કુલ રૂૂ.199.13 લાખ ની વીજ ચોરી ઝડપાઈ હતી. અને વીજ ચોરીનો આંક બે કરોડ નજીક પહોંચ્યો છે.જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા ગત સોમવાર થી વીજ ચેકિંગ કામગીરી શરૂૂ કરવામાં આવી હતી, આજે પાંચમા દિવસે 55 જેટલી ચેકિંગ ટુકડી ને દોડતી કરાવાઈ હતી. જેમા જામનગર કાલાવડ તાલુકા નાં ખરેડી,. ખંઢેરા, મેડી, જગા, નવાગામ, મોટી વાવડી, નીકાવા , બેડીયા, કાલાવડ માં વિજ ચેકીંગ ટુકડીને ઉતારવામાં આવી હતી, અને આજે સમગ્ર દિવસ દરમિયાન 557 વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા, જે પૈકી 80 વિજ જોડાણ માં વિજ ચોરી થતી હોવાનું માલુમ પડયું હતું, અને તેઓને 27.15 લાખ ના પુરવણી બિલો ફટકારવા માં આવ્યા છે. આમ સતત પાંચ દિવસ મા કુલ રૂૂ. 199.13 લાખ ની વીજ ચોરી ઝડપી લેવામાં આવી છે.

Continue Reading

jamnagar

જામનગરમાં સિટી ‘બી’ ડિવિઝન પાસે તોતિંગ ઝાડ ધરાશાયી થતા દોડધામ

Published

on

By

જામનગરમાં સિટી ’બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે વહેલી સવારે એક મોટું ઝાડ ધરાશાયી થતાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઝાડની ડાળીઓ 11 કે.વી. વાલકેશ્વરી ફીડરના પોલ પર પડતા વાયરો તૂટવાથી વીજ પુરોઠો ખોરવાયો હતો, જો કે વહેલી સવારે સ્કૂલે જઈ રહેલી વિદ્યાર્થીનીઓનો આબાદ બચાવ થયો હતો. વીજ તંત્ર અને ફાયર વિભાગ દોડતું થયું હતું.

જામનગરમાં સિટી ’બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન સામેના ભાગમાં આજે વહેલી સવારે સાતેક વાગ્યાના અરસામાં એક મોટું ઝાડ મૂળમાંથી ઉખડીને ધરાશાયી થયું હતું, અને માર્ગ પર પડ્યું હતું. જે વેળાએ ત્યાંથી પસાર થઈ રહેલી અને સ્કૂલે જઈ રહેલી બે વિદ્યાર્થિનીઓનો આબાદ બચાવ થયો હતો. આ ઝાડની ડાળીઓ વાલકેશ્વરી નગરી વિસ્તારના વીજ ફીડરના પોલ પર પડતા વાયરો તૂટવાના કારણે આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો, અને વીજ તંત્ર તેમજ ફાયર વિભાગનું તંત્ર દોડતું થયું હતું.આ બનાવની વિગત એવી છે કે, જામનગરમા સિટી ’બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન અને એસ.પી. કચેરીની સામેના ભાગમાં મેઈન રોડ પર એક મોટું ઝાડ તૂટીને માર્ગ પર પડ્યું હતું. આ વેળાએ ત્યાંથી ટુ-વ્હીલર પર શાળાએ જઈ રહેલી વિદ્યાર્થિનીઓ સહેજમાં રહી ગઈ હતી, અને સદ્ભાગ્ય તેણીનો બચાવ થયો હતો.

આ બનાવ અંગે ફાયરબ્રિગેડ શાખાને જાણ કરાતા ફાયર શાખાની ટૂકડી તાબડતોબ ઘટના સ્થળે જોડી ગઈ હતી અને માર્ગ પર પડેલા ઝાડની ડાળીઓને કરવતથી કાપી નાખી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. આ ઉપરાંત ઝાડની ડાળી પાસે જ આવેલા વાલ્કેશ્વરી નગરીના ઈલેવન કે.વી. વીજ ફીડરના પોલ પર પડવાના કારણે વીજ વાયરો તૂટ્યા હતાં. આ કારણે ભારે દોડધામ થઈ હતી, અને આસપાસના વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો હતો. જેની જાણકારી મળતા સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝનના નાયબ ઈજનેર અજય પરમાર તથા એચ.ટી. વિભાગના ડી.ડી. મારૂૂની રાહબરી હેઠળની વીજ ટૂકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સૌ પ્રથમ વીજ પુરવઠો બંધ કરાવ્યા પછી તૂટી ગયેલા વીજ વાયર અને વીજપોલ વગેરેની સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી અને વીજ પુરવઠો પૂર્વવત બનાવ્યો હતો.

Continue Reading

Trending