Site icon Gujarat Mirror

જામજોધપુર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ અને તેના પતિ ઉપર હીચકારો હુમલો

વાહન પાર્ક કરવાના મુદ્દે તકરાર કર્યા પછી હથિયાર સાથે ધસી આવેલા પાંચ શખ્સોએ હુમલો કરી દીધો

જામજોધપુર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ અને તેના પતિદેવ પર ગઈકાલે રાતે શેઠવડાળા ગામમાં વાહન પાર્ક કરવાના પ્રશ્ને હુમલો કરી દેતાં પતિ પત્ની ને ઈજા થઈ હતી. જે ઇજાગ્રસ્ત દંપતિને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ ને લઈને જામજોધપુર પંથકમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, અને શેઠ વડાળા પોલીસની ટુકડી પોલીસ ફરિયાદ નોંધવા કાર્યવાહી ચલાવી રહી છે.


જામજોધપુર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ જશુબેન અતુલભાઇ રાઠોડ ગઈકાલે રાત્રે શેઠ વડાળા ગામમાં પોતાની તાલુકા પંચાયતના પ્રમુખના હોદ્દા લખેલી કાર સાથે શેઠવડાલા ગામની એક દુકાન પાસે પહોંચ્યા હતા, અને પોતાનું વાહનપાર્ક કર્યું હતું.


જે દરમિયાન દુકાન માં બેઠેલા શખ્સ અને તેના સાગરીતો વગેરે પાંચ શખ્સોએ ધારદાર હથિયારો સાથે ધસીઆવીને સૌપ્રથમ ગાળા ગાળી કરી હતી, અને તાલુકા પંચાયતના પ્રમુખ જશુબેન ના પતિ અતુલ રાઠોડ કે જેના પર હુમલો કરી દીધો હતો.


જેથી તેઓ લોહી લોહાણ બન્યા હતા, દરમિયાન જશુબેન છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા, તેઓને પણ મૂઢ માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ ઇજાગ્રસ્ત દંપત્તિને સાતવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


આ બનાવના જામજોધપુર પંથકમાં ઘેરા પ્રત્યારોપણ પડ્યા હતા. સમગ્ર મામલે પોલીસ દ્વારા સૌપ્રથમ શેઠ વડાળા ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જ્યારે પોલીસની એક ટુકડી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દોડી આવી છે અને આ બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઈ છે.

Exit mobile version