ગુજરાત
જલ્સા કર બાપુ જલ્સા કર, પાસપોર્ટ માટે નવ માસમાં રેકોર્ડબ્રેક 7 લાખ અરજી

આજકાલ ઘણાં લોકો વિદેશ જઈ રહ્યા છે. રોજેરોજ તમને સાંભળવા મળતું હશે કે તમારા પાડોશી, મિત્ર કે સંબંધીના ઘરેથી કોઈને વિદેશના વિઝા મળ્યા હોય અને તે ભણવા કે કામ માટે જઈ રહ્યા હોય. વિદેશ જવા માટે પાસપોર્ટ અગત્યનો ટ્રાવેલ ડોક્યુમેન્ટ છે. અમદાવાદમાં પાસપોર્ટ કઢાવનારાઓની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો છે. ચાલુ વર્ષે રિજનલ પાસપોર્ટ ઓફિસમાં આવેલી અરજીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. સપ્ટેમ્બર 2023 સુધીમાં રેકોર્ડ બ્રેકિંગ 7 લાખ અરજીઓ પાસપોર્ટ માટે આવી હતી. જે ગત વર્ષના આ જ સમયગાળાની સરખામણીમાં 50 ટકા વધારે છે. ઘણાં લોકો આ વધારાને વિદેશ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની સંખ્યા સાથે સાંકળી રહ્યા છે. કોરોના મહામારી પછી દુનિયા ફરવાની તેમજ વિદેશમાં જઈને અભ્યાસ કરવાની મહત્વાકાંક્ષા વધી છે.
પાસપોર્ટની અરજીમાં થયેલા વધારા અંગે વાત કરતાં રિજનલ પાસપોર્ટ ઓફિસર વરેન મિશ્રાએ વિદેશમાં અભ્યાસ કરવા જવાની વિદ્યાર્થીઓની ઝંખના આ વધારાનું મુખ્ય કારણ છે. આ સિવાય ઘણાં લોકોને વર્ષ 2021-22માં પાસપોર્ટ નહોતો મળી શક્યો એટલે ચાલુ વર્ષે અરજીઓના ઓવરફ્લોનું એક કારણ આ પણ છે.
અરજીઓના ઓવરફ્લોનો નિકાલ કરવો રિજનલ પાસપોર્ટ ઓફિસ માટે પડકારરૂૂપ પણ રહ્યો. પાસપોર્ટ અરજીઓનો ભરાવો થતાં થોડા સમય માટે તો અપોઈન્ટમેન્ટ મળવાનો સમયગાળો 45 દિવસનો થઈ ગયો હતો. જેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. જોકે, હાલ અપોઈન્ટમેન્ટ માટે વેઈટિંગ પીરિયડ 1 મહિનાનો છે.
ગુલબાઈ ટેકરા સ્થિત રિજનલ પાસપોર્ટ ઓફિસ તરફથી પ્રાપ્ત થયેલી માહિતી પરથી મહત્વનો ટ્રેન્ડ છતો થઈ રહ્યો છે. 2019માં એટલે કે કોરોના કાળ પહેલાના વર્ષમાં 6,91,794 અરજીઓ પાસપોર્ટ માટે આવી હતી. હવે વર્તમાનમાં એટલે કે સપ્ટેમ્બર 2023માં આંકડો 7 લાખને પાર થઈ ગયો છે. આ જ પ્રકારે માસિક તફાવત પણ જોવા મળે છે. 2019માં પાસપોર્ટની દર મહિને 60 હજાર જેટલી અરજીઓ આવતી હતી. બાદમાં કોરોના કાળ દરમિયાન પાસપોર્ટ અરજીઓમાં ભારે ઘટાડો નોંધાયો હતો. હવે સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે ત્યારે ચાલુ વર્ષે દર મહિને 83 હજાર જેટલી પાસપોર્ટ અરજીઓ આવી છે. અહીં નોંધવા જેવી બાબત એ છે કે, 2019માં આખા વર્ષની મળીને કુલ 6,91,794 અરજી આવી હતી. જ્યારે ચાલુ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં જ આંકડો 7 લાખને વટાવી ગયો છે, એવામાં વર્ષ પૂર્ણ થતાં સુધીમાં નવો ઓલટાઈમ હાઈ રેકોર્ડ સ્થપાય તો નવાઈ નહીં.
રિજનલ પાસપોર્ટમાં સ્ટાફની અછત તેમજ મોટી સંખ્યામાં અરજીઓ આવવાના લીધે આ બેકલોગ સર્જાયો હોવાનું કહેવાઈ રહ્યું છે. રિજનલ પાસપોર્ટ ઓફિસમાં સ્ટાફની 40 ટકા ઘટ છે. મંજૂર થયેલી 138 જગ્યાઓની સામે 75-80 કર્મચારીઓનો જ સ્ટાફ કામ કરી રહ્યો છે. સ્ટાફની અછત હોય એટલે કામ પૂરું થવામાં વાર લાગવાની તે સ્વાભાવિક છે. અરજીઓના ભરાવાના લીધે અગાઉ તત્કાલ સર્વિસમાં પણ 7થી10 દિવસનો સમય લાગતો હતો. જોકે, હવે તત્કાલ અપોઈન્ટમેન્ટ બીજા જ દિવસે મળી જાય છે.
સ્ટાફની તંગીના લીધે અરજી પ્રોસેસ થવામાં વિલંબ થઈ રહ્યો છે તેમ છતાં લોકોને વધુ તકલીફ ના પડે એ માટે ટીમ સતત પ્રયત્નશીલ છે. અરજીઓના ભારે ધસારા વચ્ચે પણ અમે 40 હજાર જેટલી ફાઈલ્સ પ્રોસેસ કરી દીધી છે. કેટલાય મહિનાઓથી શનિવારે પણ કામ ચાલુ રાખ્યું છે. ગ્રાન્ટિંગ ઓફિસરની તંગી છે તેમ છતાં અમે વીકએન્ડ દરમિયાન બહારથી અધિકારીઓને અહીં બોલાવીને કામ પૂરું કરાવી રહ્યા છીએ. પોસ્ટ ઓફિસોમાં ગ્રાન્ટિંગ ઓફિસરોની તંગી હોવાને લીધે પણ તકલીફ પડી રહી છે પરંતુ વધુ અધિકારીઓ મળી રહે તે માટે અમે મંત્રાલય સાથે વાત કરી છે. અમે માઈક્રો લેવલ પર વ્યૂહરચના તૈયાર કરી રહ્યા છીએ. તેના લીધે વેઈટિંગ ટાઈમ જલ્દી જ ઘટી જશે તેવી આશા છે.
ક્રાઇમ
શહેરમાં વધુ એક ક્લબ ઝડપાઈ, વિજય પ્લોટમાં ઘોડીપાસાના પાટલા ઉપર દરોડો

શહેરમાં અગાઉ લીમડાચોક પાસે, અમીન માર્ગ અને કુબલિયા પરામાં પોલીેસે જુગારની રેઈડ પાડી જુગારીઓને પકડી લીધા હતા. ત્યારે પોલીસે વધુ એક રેઈડ કરી છે. જેમાં ગોંડલ રોડ પર આવેલા વિજય પ્લોટમાં ચાલી રહેલા જુગાર પર પોલીસે દરોડો પાડી સાત શખ્સોને ઝડપી લીધા હતા તેઓ પાસેથી રૂૂપિયા 23 હજારની રોકડ જપ્ત કરવામાં આવી હતી.
વધુ વિગતો મુજબ,શહેર ડીસીબી ઝોન-2 સુધીર દેસાઈની એલસીબીની ટીમના પીએસઆઈ આર.એચ.ઝાલા અને ધર્મરાજસિંહ ઝાલા નાઓને ખાનગી રાહે બાતમીના આધારે ગોંડલ રોડ વિજય પ્લોટ શેરી નં.15 ના ખુણેથી જાહેરમાં દરોડો પાડી ધોડીપાસા વતી પૈસાની હારજીતનો જુગાર રમતા મુસ્તાક હુશેનભાઇ સમા(રહે.સાગર રેસીડેન્સી જાલોરી હોલ વાળી ગલી જગાવારા ચોરા જેતપુર),ઇન્દુભાઇ લક્ષ્મણભાઈ મેવાડા(રહે. ગુંદાવાડી શેરી નં.8/12 નો ખુણો ભારત ડેરીની પાછળ રાજકોટ),અજય મનોજભાઈ સોલંકી(રહે. લોહાનગર મ. પરા ગોંડલ રોડ),ભાવેશ વિનોદભાઈ મકવાણા (રહે. લોહાનગર મ પરા રામાપીરના મંદિર પાસે રાજકોટ),હિરેન રસીકભાઇ આડેસરા(રહે. કોઠારીયા રોડ વિવેકાનંદ નગર શેરી નં.14),જાહિદ અબ્દુલભાઈ મીનીવાડીયા (2હે. લેઉવા પટેલ સોસાયટી શેરી નં.2/4 નો ખુણો કોઠારીયા રોડ) અને અશ્વીન મગનભાઇ મકવાણા (રહે. ભુતખાના ચોક વિજય પ્લોટ શેરી નં.25 ગોંડલ રોડ)ને પકડી લીધા હતા. આરોપીઓ પાસેથી રૂૂ.23,160 ની રોકડ જપ્ત કરી હતી.પકડાયેલા તમામની પૂછપરછ કરતા તેઓ બધા મિત્રો સાથે તેઓ ભેગા થયા અને બાદમાં જુગાર રમવાનો પ્લાન બનાવી જુગાર રમવા બેસી ગયા હતા.ઉલ્લેખનીય છે કે,ચારેક દિવસ પૂર્વે રાજકોટના લીમડા ચોક પાસે એવરેસ્ટ બિલ્ડીંગના નવમાં માળે ઘોડીપાસાની કલબ પર એ ડીવીઝન પોલીસે દરોડો પાડી 20 શખ્સોને ઝડપી લીધા હતા.આ જુગારના દરોડામાં ઓફિસની ચાવી આપનાર પારસ ઠેબાને પકડવા તજવીજ ચાલી રહી છે.ત્યારે આ જુગારમાં પોલીસ દ્વારા પહેરો દેવામાં આવતો હોવાની પણ ચર્ચા થઈ રહી છે.
ગુજરાત
યુનિવર્સિટી-કોલેજોમાં વડાપ્રધાનના સેલ્ફી પોઇન્ટ મૂકવા યુજીસીનો આદેશ

રેલવે સ્ટેશનો બાદ હવે શૈક્ષણિક સંસ્થાઓમાં પણ પીએમ મોદીના પોઇન્ટ મુકાશે: થીમ બેઇઝ સેલ્ફી પોઇન્ટ મૂકવા પરિપત્ર: નવી શિક્ષણ નીતિ અંતર્ગત યુવાનોને જાગૃત કરવાનો દાવો
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને દેશની તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોને પૃષ્ઠભૂમિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની છબીઓ સાથે સેલ્ફી પોઈન્ટ સ્થાપિત કરવા કહ્યું છે, જે આગામી ઉનાળાની સામાન્ય ચૂંટણીના ભાગરૂૂપે આવી રહ્યો છે. ઉચ્ચ શિક્ષણ નિયમનકારે વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને આ બિંદુઓ પર સેલ્ફી ક્લિક કરવા અને મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવા પ્રોત્સાહિત કરવા માટે કેમ્પસ સત્તાવાળાઓને દબાણ કર્યું છે, જે તેમને ભાજપના બિનસત્તાવાર પ્રચારકોમાં ફેરવે છે. ઞૠઈ એ વિવિધ ક્ષેત્રોમાં ભારતની સિદ્ધિઓ તરીકે વર્ણવેલ છે, આ રીતે સામૂહિક ગૌરવની ભાવનાને ઉત્તેજન તરીકે વર્ણવેલ છે તેની આસપાસ બઝ બનાવવાનો આ વિચાર છે. કેટલાક શિક્ષણવિદોએ નિયમનકાર પર શૈક્ષણિક સંસ્થાઓને સંપ્રદાય-નિર્માણ કવાયતમાં તૈયાર કરવાનો આરોપ મૂક્યો હતો, જો કે તાજેતરમાં જ 5-5 લાખના ખર્ચ રેલવે સ્ટેશન પર વડાપ્રધાનના સેલ્ફી પોઇન્ટ મુકવામાં આવ્યા છે.
યુજીસીના સચિવ મનીષ જોશી તરફથી તમામ ભારતીય યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરોને મોકલવામાં આવેલ પત્રમાં જણાવાયું છે કે, યુવાનોની ઊર્જા અને ઉત્સાહનો ઉપયોગ કરવાની, વિવિધ ક્ષેત્રોમાં ભારતની પ્રગતિમાંથી પ્રેરણા લઈને તેમના મનને ઘડવાની અનોખી તક છે. શુક્રવારે તમામ કોલેજોના આચાર્યોને પત્ર લખી જણાવ્યું છે કે તમારી સંસ્થામાં સેલ્ફી પોઈન્ટ સ્થાપિત કરીને આપણા દેશ દ્વારા કરવામાં આવેલી અવિશ્વસનીય પ્રગતિની ઉજવણી અને પ્રસાર કરીએ. સેલ્ફી પોઈન્ટનો ઉદ્દેશ્ય વિવિધ ક્ષેત્રોમાં ભારતની સિદ્ધિઓ, ખાસ કરીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળની નવી પહેલો વિશે યુવાનોમાં જાગૃતિ લાવવાનો છે.
પત્રમાં ઉમેર્યું છે કે તમને વિનંતી કરવામાં આવે છે કે વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને આ ખાસ પળોને કેપ્ચર કરવા અને સામાજિક મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવા માટે પ્રોત્સાહિત કરો, સામૂહિક ગૌરવની ભાવનાને પ્રોત્સાહન આપો.
યુજીસીએ સેલ્ફી પોઈન્ટ માટે વિવિધ પ્રકારની ડિઝાઈન સૂચવી છે. દરેક ડિઝાઇન ચોક્કસ થીમને સમર્પિત છે, જેમ કે શિક્ષણનું આંતરરાષ્ટ્રીયકરણ, વિવિધતામાં એકતા, સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન, ભારતીય જ્ઞાન પ્રણાલી, બહુભાષીવાદ અને ઉચ્ચ શિક્ષણ, સંશોધન અને નવીનતામાં ભારતનો ઉદય. દરેક સેલ્ફી પોઈન્ટ કેમ્પસમાં કોઈ વ્યૂહાત્મક જગ્યાએ સ્થાપિત થવો જોઈએ અને તેનું લેઆઉટ 3બી હોવું જોઈએ.
શૈક્ષણિકએ કહ્યું કે વડા પ્રધાનની તસવીરો કોવિડ રસી પ્રમાણપત્રો સહિત ઘણી ચેનલો દ્વારા પ્રસારિત કરવામાં આવી હતી. રોજગાર મેળાઓમાં સેલ્ફી પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે જ્યાં નવા નિયુક્ત સરકારી કર્મચારીઓ – અથવા બઢતી પામેલા સેવા કર્મચારીઓ -એ મોદીના કટ-આઉટની સામે ઉભા રહેવું પડતું હતું અને ફોટોગ્રાફ લેવાનો હતો. એક સૂક્ષ્મ ધારણા બનાવવામાં આવી રહી છે કે આ બધી પ્રવૃત્તિઓ માટે માત્ર એક નેતા જવાબદાર છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભોળા મતદારોને ગેરમાર્ગે દોરવા માટે આ કરવામાં આવી રહ્યું છે,
યુનિવર્સિટી એ બહુવિધ અભિપ્રાયોને પોષવાનું સ્થાન છે. જો વિચાર એક એકલ અભિપ્રાયને પ્રોત્સાહન આપવાનો છે, જે પ્રબળ દળો દ્વારા દબાણ કરવામાં આવે છે, તો તે યુનિવર્સિટીના લાંબા ગાળાના હિતોનું સમાધાન કરે છે, મેનેજમેન્ટ શિક્ષકે જણાવ્યું હતું કે યુજીસી આવા પરિપત્રો જારી કરે છે પરંતુ કેમ્પસ વહીવટીતંત્ર તેની અવગણના કરવા માટે સ્વતંત્ર છે. (શૈક્ષણિક) સંસ્થાઓએ આવી સલાહ પર ધ્યાન આપવું જોઈએ નહીં. તે સંસ્થાકીય નેતાઓ કે જેઓ સિકોફન્ટ નથી તેઓ આ પ્રકારની સલાહને અવગણી શકશે.
સેલ્ફી પોઇન્ટ વિચારોને પ્રોત્સાહન આપે છે-જેએનયુ
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના ફેકલ્ટી મેમ્બરે જણાવ્યું હતું કે સેલ્ફી પોઈન્ટ જે વિવિધ વિચારોને પ્રોત્સાહન આપે છે, ચર્ચાને પ્રોત્સાહિત કરે છે અને જાહેર મુદ્દાઓને આગળ ધપાવે છે, તે હંમેશા આવકાર્ય છે.
સરકાર- યુજીસી પાસે આવા આદેશની જોગવાઇ નથી: શિક્ષણવિદ
ટોચની સંસ્થાના એક ફેકલ્ટી મેમ્બરે જણાવ્યું હતું કે સરકાર દરેક સામાન્ય સિદ્ધિને અદભૂત તરીકે રજૂ કરી રહી છે અને તેનો શ્રેય વડા પ્રધાનને આપે છે. જે થઈ રહ્યું છે તે સંપ્રદાયની આકૃતિ બનાવવા માટે સંપૂર્ણ વિકસિત પ્રચાર છે. રાજ્ય તે જાહેર સંસ્થાઓનો ઉપયોગ કરીને કરી રહ્યું છે જેને આ પ્રવૃત્તિઓ સાથે કોઈ લેવાદેવા નથી, તેમણે કહ્યું. સરકાર અથવા યુજીસીને શૈક્ષણિક સંસ્થાઓને આવા પ્રચારને પ્રોત્સાહન આપવો કહેવા અને સક્ષમ બનાવવા માટે કાયદામાં કોઈ જોગવાઈ નથી.
ગુજરાત
આસારામના ફોટાની પૂજા કરાવતા 33 શિક્ષકોને નોટિસ

વલસાડના કપરાડામાં માતૃ-પિતૃ વંદના કાર્યક્રમમાં બનેલી ઘટનામાં શિક્ષણ વિભાગની કાર્યવાહી
માત્ર 16 વર્ષની કિશોરી પર બળાત્કારના કેસમાં જોધપુરની જેલમાં સજા કાપી રાહેલા આસારામના ભક્તો હજુ પણ તેની પુજા કરી રહ્યા છે. લગભગ 10 મહિના પહેલા વલસાજુ જિલ્લાનો એક જૂનો કેસ સામે આવ્યો છે જેમાં 3 શાળાઓમાં શિક્ષકોએ આસારામના ફોટાની પુજા કરી હતી. હવે પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીના ધ્યાન પર આ વાત આવતા 33 જેટલો શિક્ષકોને નોટીસ પાઠવવામાં આવી છે અને તેમને રૂૂબરૂૂ બોલાવવામાં આવ્યા છે. ભક્તો પર કામણ પાથરનારો આસારામ બળાત્કારના કેસમાં જેલમાં છે અને તેને આજીવન કેદની સજા થયેલી છે, પરંતુ તેના ભક્તો હજુ પણ અંધભક્તિમાં પાગલ છે અને તેને ભગવાન તરીકે પૂજા કરી રહ્યા છે.
જાણવા મળેલી વિગત મુજબ 14 ફેબ્રુઆરીએ વલસાડ જિલ્લામાં આવેલા કપરાડામાં માતૃ-પિતૃ વંદના કાર્યક્રમનું 3 શાળાઓમાં આયોજન કરવામાં આવ્યુ હતું. આ શાળાઓમાં ગુનેગાર આસારામના ફોટાની પૂજા કરવામાં આવી હતી. જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થયા બાદ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીના ધ્યાન પર આ વાત આવતા 33 શિક્ષકોને નોટીસ ફટકારવામાં આવી છે અને તમામ શિક્ષકોને રૂૂબરૂૂ બોલાવવામાં આવ્યા છે.
આસારામની કરમ કહાણીથી બધા વાકેફ જ છે. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરની એક સગીરા પર નરાધમ આસારામે એક ફાર્મ હાઉસ પર સેવા અને સારવારના નામે બોલાવીને તેણી પર બળાત્કાર કર્યો હતો. પીડિતાએ દિલ્હીના કમલાનગર પોલીસ સ્ટેશનમાં 19 ઓગસ્ટ 2013ના દિવસે ઋઈંછ કરી હતી અને પોલીસ ઇંદોરથી આસારામને પકડી લાવી હતી. તેની સામે આરોપ સાબિત થયા અને કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફટકારી હતી. આસારામે જેલમાંથી બહાર આવવાના અનેક વખત હવાતિયાં માર્યા હતા, પરંતુ તે સફળ થયો નહોતો અને જોધપુર જેલની હવા ખાઇ રહ્યો છે.
એટલું જ નહીં આસારામને વધુ એક બળાત્કારના કેસમા આજીવન કેદની સજા થયેલી છે. ગાંધીનગરની સેશન્સ કોર્ટે આસારામને દોષિત માન્યો હતો. વર્ષ 2013માં આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઇ સામે સુરતની બે બહેનોએ બળાત્કારનો કેસ કર્યો હતો. આ બનાવ અમદાવાદના મોટેરા આશ્રમમાં બન્યો હતો એટલે સુરત પોલીસે ઝીરો ફરિયાદ નોંધીને અમદાવાદના ચાંદખેડામાં ફરિયાદ ટ્રાન્સફર કરી હતી.
-
Sports2 weeks ago
કોહલી-રોહિત નહીં આ ખેલાડી છે ઓસ્ટ્રેલિયન ટીમ માટે ખતરનાક, કાંગારુ કેપ્ટને કર્યો ખુલાસો
-
LIFESTYLE1 month ago
દિવાળી પહેલા JIO નો મોટો ધમાકો: ઓછી કિંમત ને વધારે ફિચર્સ સાથે 4G મોબાઇલ કર્યો લૉન્ચ, જુઓ કેવા છે ફીચર્સ
-
પોરબંદર1 month ago
પોરબંદર પંથકના ખેડૂત નાં રૂા. 50 હજાર સેરવી લેનાર ત્રણ ઝડપાયા
-
પોરબંદર1 month ago
સગર સમાજની ભગીરથ જનકલ્યાણ યાત્રાનું ભાણવડ ખાતે આગમન
-
પોરબંદર1 month ago
ગાંધવી સમુદ્ર કિનારે તથા ભાણવડ પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ
-
પોરબંદર1 month ago
આરોગ્યની જાળવણી માટે ખેડૂતોએ મિલેટ્સ ધાન્યોનું વાવેતર વધારવું જોઇએ: પર્યાવરણ મંત્રી
-
સુરેન્દ્રનગર1 month ago
સુરેન્દ્રનગરમાં રેલવે પાટા ઉપર કુદરતી હાજતે બેઠેલા વૃદ્ધને નીંદર ચડી જતા ટ્રેન અડફેટે ચડ્યા
-
પોરબંદર2 months ago
માણાવદરમાં વીજતારમાં ફસાયેલી પતંગ લેવા જતા તરૂણને કરંટ લાગ્યો