Connect with us

આંતરરાષ્ટ્રીય

ઇઝરાયલી સેના ગાઝામાં ઘુસી, બંધકોને છોડાવવા સર્ચ ઓપરેશન

Published

on

સમાચાર એજન્સી એપીના જણાવ્યા અનુસાર હમાસે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, ગાઝાથી રવાના થતા કાફલા પર ઈઝરાયલના હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. જેમાં 70 લોકોના મોત થયા હતા. જેમાં મોટાભાગના બાળકો અને મહિલાઓ છે. ન્યૂઝ એજન્સી એપીના જણાવ્યા અનુસાર સેના ગાઝા પટ્ટીમાં ઘૂસી ગઈ છે અને બંધકોને શોધી રહી છે. તો IDFએ જણાવ્યું હતું કે, સૈનિકો આતંકવાદીઓ સામે લડવા, શસ્ત્રોનો નાશ કરવા અને ગુમ બંધકો વિશે પુરાવા શોધવા ગાઝામાં પ્રવેશ્યા છે.
ઈઝરાયેલની સેના પહેલીવાર ગાઝા પટ્ટીમાં ઘુસી છે. IDFએ કહ્યું, સૈનિકોએ હમાસ સેલ સહિત ઘણા આતંકવાદીઓને મારી નાખ્યા છે. હમાસે ઈઝરાયેલ પર એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલો લોન્ચ કરી હતી. IDFએ વધુમાં જણાવ્યું હતું કે, પાયદળ આતંકવાદીઓના વિસ્તારને સાફ કરવા અને ગુમ થયેલા ઇઝરાયલીઓને શોધવા માટે ગાઝા પટ્ટીમાં પ્રવેશ કર્યો હતો. અમે ગુમ થયેલા અને બંધકોની શોધ કરી રહ્યા છીએ.
અલ જઝીરાના અહેવાલ મુજબ હજારો લોકો ઉત્તરી ગાઝાથી દક્ષિણ ગાઝા તરફ જઈ રહ્યા છે. ગાઝાના ઉત્તરી અને મધ્ય વિસ્તારોમાંથી હજારો લોકો પગપાળા અને તેમની કારમાં દક્ષિણ ગાઝા તરફ આગળ વધી રહ્યા છે. ઈઝરાયેલે ઉત્તરી ગાઝામાં રહેતા લગભગ 11 લાખ લોકોને તે જગ્યા છોડવાની ચેતવણી આપી છે. ઇઝરાયેલે સરહદ પર મોટી સંખ્યામાં ઈંઉઋ ટેન્ક તૈનાત કરી છે.
ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું છે કે ઈઝરાયેલ-હમાસ યુદ્ધનું કારણ પેલેસ્ટાઈનીઓ સાથેનો પઅન્યાયથ છે. અલ જઝીરાના અહેવાલ મુજબ, વાંગે કહ્યું કે આ સમસ્યાનું મૂળ સ્વતંત્ર રાજ્યની સ્થાપના માટે પેલેસ્ટાઈનની આકાંક્ષાને સાકાર કરવામાં વિલંબ છે.
હમાસના આંતકીના ક્રુર હુમલા બાદ યુનાઇટેડ સ્ટેટ્સે આ અઠવાડિયે આતંકવાદીઓ દ્વારા ઘાતકી હુમલા બાદ ઇઝરાયેલને સમર્થન આપવા યુએસએસ ગેરાલ્ડ ફોર્ડ સહિત યુદ્ધ જહાજોનું એક જૂથ મોકલ્યું છે. યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટીને રવિવારે જાહેરાત કરી હતી કે, યુએસએસ ગેરાલ્ડ આર. ફોર્ડનું કેરિયર સ્ટ્રાઈક ગ્રૂપ – નિયુક્ત એરક્રાફ્ટ કેરિયર, ગાઈડેડ મિસાઈલ ક્રુઝર યુએસએસ નોર્મેન્ડી અને ચાર ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર (યુએસએસ થોમસ હડનર, રેમેજ, કાર્ને અને રૂૂઝવેલ્ટ) નો સમાવેશ કરીને પૂર્વીય ભૂમધ્ય સમુદ્ર તરફ રવાના કર્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, હું અને મારી ટીમ અમારા ઇઝરાયલી સમકક્ષો સાથે ગાઢ સંપર્કમાં રહીશું જેથી કરીને ખાતરી કરી શકાય કે તેમના નાગરિકોની સુરક્ષા માટે અને આ જઘન્ય આતંકવાદી હુમલાઓ સામે પોતાનો બચાવ કરવા માટે તેમની પાસે જે જરૂૂરી છે તે બધું જ છે.
યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન અને યુરોપિયન સંસદના પ્રમુખ રોબર્ટા મેટઝોલા યુદ્ધ વચ્ચે ઇઝરાયલ પહોંચ્યા છે. અમેરિકાના સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિન પણ શુક્રવારે તેલ અવીવ પહોંચ્યા હતા. તેલ અવીવ પહોંચીને લોયડ ઓસ્ટીને કહ્યું કે ઈઝરાયેલ માટે અમેરિકાનું સમર્થન મજબૂત છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

આંતરરાષ્ટ્રીય

કેનેડામાં હિન્દી ફિલ્મના શો દરમિયાન સિનેમા ગૃહમાં કેમિકલ એટેક જેવી ઘટના

Published

on

By

કેનેડાના ત્રણ થિયેટરોમાં હિન્દી ફિલ્મના શો દરમિયાન ભારતીય સમુદાયના લોકો ઉપર કેમીકલ એટેક જેવી ઘટના બની છે. ત્રણ સિનેમામાં ચાલુ શો એ બુકાનીધારી શખ્સોએ સ્પ્રે છાંટતાં નાસભાગ મચી જવા પામી હતી અને લોકોને ઉધરસ સાથે શ્ર્વાસ લેવામાં તકલીફ પડી હતી. કેનેડામાં ખાલિસ્તાન આતંકવાદીઓના વિવાદ બાદ ગ્રેટર ટોરેન્ટો એરીયામાં ભારતીય ફિલ્મો દર્શાવી રહેલા ત્રણ થિયેટરમાં અચાનક જ ઘુસી આવેલા અજાણ્યા શખ્સોએ સિનેમા હોલમાં કોઇ ભેદી સ્પ્રે છાંટીને આતંક મચાવવાની કોશીષ કરી હતી અને તેના કારણે પ્રેક્ષકો પણ થોડો સમય ગભરાય ગયા હતા અને સિનેમા હોલ પણ ખાલી કરાવવાની ફરજ પડી હતી. કેનેડીયન પોલીસના જણાવ્યા મુજબ આ પ્રકારની ઘટનાઓ યોર્ક રિજિયોનલ પોલીસ એરીયામાં બની હતી.

ગ્રેટર ટોરોન્ટો એરીયામાં આવેલા થિયેટરોમાં હિન્દી ફિલ્મ દર્શાવાઇ રહી હતી તે સમયે થિયેટરમાં 200ની આસપાસ પ્રેક્ષકો પણ મોજુદ હતા જેમાં મોટા ભાગના ભારતીયો હતા અને ઓચિંતા જ ધસી આવેલા માસ્ક પહેરેલા લોકોએ થીયેટરમાં ભેદી કેમીકલ સ્પ્રે કરીને ગભરાટની સ્થિતિ પેદા કરી હતી.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

ઈરાકની સોરન યુનિવર્સિટીની હોસ્ટેલમાં ભીષણ આગ, 14 વિદ્યાર્થીઓ બળીને ભડથું, 18 ઘાયલ

Published

on

By

ઈરાકના ઉત્તરી શહેર એર્બિલમાં યુનિવર્સિટી હોસ્ટેલમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 14 વિધાર્થીના મોત થયા છે અને 18 ઘાયલ થયા છે. આ ઘટના ગઈ કાલે (8 ડિસેમ્બર) સાંજે બની હતી. સોરાનના આરોગ્ય નિર્દેશાલયના વડા કામરામ મુલ્લા મોહમ્મદના જણાવ્યા અનુસાર, એર્બિલની પૂર્વમાં આવેલા નાના શહેર સોરાનમાં એક બિલ્ડિંગ (હોસ્ટેલ)માં આગ લાગી હતી. સરકારી મીડિયાએ મૃતકોની સંખ્યાની પુષ્ટિ કરી છે.

સ્થાનિક સમાચાર એજન્સી રૂડાએ જણાવ્યું હતું કે શુક્રવાર રાત સુધીમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. રૂડાવના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે. આ વિસ્તાર કુર્દીસ્તાન પ્રાંતમાં આવે છે. કુર્દીસ્તાનના વડાપ્રધાન મસરૂર બરઝાનીએ આ ઘટના અંગે તપાસ સમિતિની રચના કરી છે.

ઇરાકમાં આગની ઘટનાઓ સામાન્ય છે

ઈરાકમાં ઈમારતોમાં આગ જેવી ઘટનાઓ અવારનવાર બને છે. સલામતીના નિયમોની અવગણના કરીને ત્યાં ઘણીવાર બાંધકામો કરવામાં આવે છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં પણ ઘણી બેદરકારી જોવા મળી રહી છે. ઈરાકમાં સરકારી તંત્રનું મૂળભૂત માળખું સતત તૂટી રહ્યું છે. દેશ દાયકાઓથી ભ્રષ્ટાચારથી પીડાઈ રહ્યો છે. આનું પરિણામ દેશની વસ્તી ભોગવી રહી છે.

ભૂતકાળ અકસ્માતોથી ભરેલો છે

ઈરાકમાં આગની ઘટનાઓ સામાન્ય છે. જો કે આ ઘટનાઓ કોઈપણ દેશમાં બની શકે છે, પરંતુ ઈરાકમાં આવા અકસ્માતોમાં લોકો સૌથી વધુ જીવ ગુમાવે છે. આ વર્ષે સપ્ટેમ્બરમાં ઉત્તરી ઈરાકી શહેર કારાકાસના એક ફંક્શન હોલમાં લગ્ન દરમિયાન લાગેલી આગમાં લગભગ 100 લોકોના મોત થયા હતા. આ ઘટનાની તપાસમાં બહાર આવ્યું છે કે બિલ્ડિંગમાં કોઈ ઈમરજન્સી એક્ઝિટ નથી. તપાસ અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા નિયમોની અવગણના કરીને બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

સૈયદના સૈફુદ્દીનને પાક.નું સર્વોચ્ચ સન્માન

Published

on

દાઉદી વોહરા સમાજના ધાર્મિક નેતા સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનને પાકિસ્તાને સર્વોચ્ચ સન્માન નિશાન-એ-પાકિસ્તાનથી સમ્માનિત કર્યા છે. તે આ સન્માન મેળવનારા ચોથા ભારતીય બન્યા છે. આ સમ્માન તે લોકોને આપવામાં આવે છે જેમણે વૈશ્વિક સ્તર પર નેતૃત્વ કર્યું છે અને અસાધારણ પ્રતિભા બતાવી હોય. માનવીય કાર્યો માટે પણ આ સમ્માન આપવામાં આવે છે.
પાકિસ્તાને આ સમ્માન 1990માં પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઇ, 1998માં એક્ટર દિલીપ કુમાર અને 2020માં કાશ્મીરના અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીને આપ્યુ હતું.
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ભવનમાં સમ્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ સૈયદનાને સમ્માનિત કર્યા હતા. આ દરમિયાન સિંધના ગવર્નર કામરાન તેસોરી અને વિદેશ મંત્રી જલીલ અબ્બાસ જિલાની પણ હાજર હતા.
સૈયદના સૈફુદ્દીનના કાર્યાલયે જણાવ્યુ કે તેમણે હેલ્થ, એજ્યુકેશન અને પર્યાવરણમાં યોગદાન માટે સમ્માન આપવામાં આવ્યું છે. આ સિવાય વિશ્વમાં શાંતિનો સંદેશ આપવા માટે પણ તેમણે સમ્માનિત કરાયા છે. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિએ સૈયદનાની પ્રશંસા કરી હતી અને કહ્યું કે તેમણે પાકિસ્તાનમાં કેટલાક અલગ અલગ પ્રયાસ કર્યા છે, જેનાથી દેશના સામાજિક આર્થિક વિકાસને ગતિ મળી છે.સૈયદના 20 નવેમ્બરે પાકિસ્તાન સરકાર અને દાઉદી વોહરા સમાજના આમંત્રણ પર પાકિસ્તાન પહોંચ્યા હતા. આ મુસાફરી દરમિયાન તેમણે કરાચી યૂનિવર્સિટીમાં સૈયદના સૈફુદીન સ્કૂલ ઓફ લોનું ઉદ્દઘાટન પણ કર્યું હતું. પાકિસ્તાનમાં વોહરા સમાજની થોડી વસ્તી છે અને ખાસ કરીને તે કરાચીમાં જ છે. કરાચીમાં વોહરા સમાજની એક સંસ્થા પણ છે.

Continue Reading

Trending