આંતરરાષ્ટ્રીય
ઈઝરાયલનો લેબનોન-ગાઝા-સિરિયામાં હુમલો, બે કમાન્ડર સહિત 46નાં મોત
50 દિવસ બાદ અમેેરિકી રાષ્ટ્રપતિ સાથે ઈઝરાયલના વડાની ટેલિફોનિક વાત, હિઝબુલ્લાહને રોકો નહીં તો ગાઝા જેવી હાલત કરવાની ધમકી
ઇઝરાયેલે ફરી એકવાર લેબનોન પર બોમ્બમારો કર્યો, હિઝબુલ્લાહ સામે તેનું આક્રમણ ચાલુ રાખ્યું. તે જ સમયે, સીરિયા અને ગાઝામાં પણ ઇઝરાયેલ સેનાના હુમલા ચાલુ છે. બે હિઝબુલ કમાન્ડર સહિત કુલ 46 નાગરિકોના મોત થયા છે.
ઈરાન દ્વારા 1 ઓક્ટોબરે છોડવામાં આવેલી મિસાઈલો સામે જવાબી કાર્યવાહી કરવા અંગે ચર્ચાઓ ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે ઈરાની હુમલાના જવાબમાં ઈઝરાયેલ દ્વારા કોઈ મોટી કાર્યવાહી કરવામાં આવી શકે છે. ઈઝરાયેલની કેબિનેટની બેઠકમાં ઈરાન વિરુદ્ધ જવાબી કાર્યવાહીનો મામલો વિચારવામાં આવનાર છે. આ દરમિયાન ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન વચ્ચે ફોન પર વાતચીત પણ થઈ છે. બંને નેતાઓ વચ્ચે આ વાતચીત લગભગ 50 દિવસ પછી થઈ છે અને કહેવામાં આવી રહ્યું છે કે તેમાં ઈરાન પર સંભવિત હુમલા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. વ્હાઇટ હાઉસે આ વાતચીતને સકારાત્મક ગણાવી હતી.
ઈઝરાયેલ દ્વારા માર્યા ગયેલા હિઝબુલ્લા કમાન્ડરોના નામ અહેમદ મુસ્તફા અને મોહમ્મદ અલી હમદાન હોવાનું કહેવાય છે. હમદાન હિઝબુલ્લાહની એન્ટી ટેન્કનો કમાન્ડર હતો. ઇઝરાયલે લેબનોનમાં તેના મિસાઇલ હુમલામાં દહેહ, બેરૂૂતમાં હિઝબુલ્લાહના અનેક હથિયારોના ડેપોને પણ નષ્ટ કરી દીધા છે. આ દરમિયાન નેતન્યાહુએ લેબેનોનને ચેતવણી આપી છે કે હિઝબુલ્લાહને રોકે નહીંતર ગાઝા જેવી સ્થિતિનો સામનો કરવો પડશે.
લેબનોન અને ઈરાનની સાથે ઈઝરાયેલે પેલેસ્ટાઈનમાં આતંકવાદીઓના ટાર્ગેટને નિશાન બનાવવાનું બંધ કર્યું નથી. આ ક્રમમાં, તેણે દેર અલ-બલાહમાં એક આશ્રય ગૃહની અંદર હમાસ દ્વારા સંચાલિત કામચલાઉ પોલીસને નિશાન બનાવ્યું. વિસ્થાપિત લોકોને આશ્રય આપતી શાળા પર ઈઝરાયેલના હુમલામાં 28 લોકોના મોત થયા હતા. તે જ સમયે, લેબનોનમાં હુમલામાં 18 લોકો માર્યા ગયા છે અને 98 લોકો ઘાયલ થયા છે.
બીજી તરફ, દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાહના સ્થાનો પર હુમલા કરવાનું ચાલુ રાખતા, ઇઝરાયેલી સેનાએ લેબનીઝ નાગરિકોને ચેતવણી આપી હતી કે તેઓ દક્ષિણ વિસ્તારમાં તેમના ઘરે પાછા ન ફરે. ઇઝરાયલી હુમલામાં યુએન પીસકીપર્સ દ્વારા ઉપયોગમાં લેવાતા બે બેઝને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.
યુએનના શાંતિદળ પર ઈઝરાયલે ગોળીબાર કરતા વિશ્ર્વભરના દેશોમાં આક્રોશ
લેબનોનમાં હિઝબુલ્લાહ વિરુદ્ધ ઇઝરાયેલનું લશ્કરી અભિયાન ચાલુ છે. આ દરમિયાન ઈઝરાયેલે કંઈક એવું કર્યું છે જેનાથી આંતરરાષ્ટ્રીય સમુદાય નારાજ થઈ ગયો છે. તાજેતરના ઇઝરાયેલ હુમલા દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના બે કાર્યકર્તાઓ ઘાયલ થયા છે. આ બંને કામદારો ઈન્ડોનેશિયાના હતા. જકાર્તાએ આ અંગે સખત વાંધો વ્યક્ત કર્યો છે. તે જ સમયે, ઇટાલી સહિત કેટલાક અન્ય દેશોએ આ ઘટના અંગે ઇઝરાયેલ પાસેથી સ્પષ્ટતા માંગી છે. તેઓ કહે છે કે આવું ભૂલથી થયું નથી. ઈટાલીના રક્ષા મંત્રી ગાઈડો ક્રોસેટોએ કહ્યું કે ઈઝરાયેલ આવું કરવું યુદ્ધ અપરાધ છે. તે જ સમયે, સ્પેનના વિદેશ મંત્રીએ કહ્યું કે તેઓ યુએન હેડક્વાર્ટર પર ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા ગોળીબારની નિંદા કરે છે. આયર્લેન્ડના વડાપ્રધાને પણ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે યુએનના સભ્યો પર કોઈપણ પ્રકારની ગોળીબાર સ્વીકાર્ય નથી અને તે બંધ થવો જોઈએ. આ દરમિયાન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે કહ્યું છે કે લેબનોન અને ગાઝામાં જે થઈ રહ્યું છે તે હવે બંધ થવું જોઈએ. ત્યાં યુદ્ધવિરામની જરૂૂર છે. કમલા હેરિસે લાસ વેગાસમાં પત્રકારોને જણાવ્યું કે અમે આના પર સતત કામ કરી રહ્યા છીએ. હવે આને રોકવાનો સમય આવી ગયો છે. આ યુદ્ધ હવે બંધ થવું જોઈએ. આ વિસ્તારમાં જે પણ થઈ રહ્યું છે તે હવે બંધ કરવું પડશે. તેમણે કહ્યું કે અમે આ દિશામાં કામ કરી રહ્યા છીએ.
આંતરરાષ્ટ્રીય
વિદાય પહેલાં ભારત સાથે 1.17 અબજ ડોલરના સંરક્ષણ સોદાને બાઇડનની મંજૂરી
અમેરિકી કંપનીઓ પાસેથી MH-60R હેલિકોપ્ટર ઉપરાંત અગત્યના સંરક્ષણ ઉપકરણોથી ભારતની લશ્કરી તાકાત વધશે
અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ જો બિડેનનો કાર્યકાળ પૂરો થવામાં હવે થોડા જ અઠવાડિયા બાકી છે. બિડેને તેમનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા ભારતના દૃષ્ટિકોણથી એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને સંરક્ષણ સોદાને મંજૂરી આપી છે. આ સંરક્ષણ સોદા હેઠળ ભારતને અમેરિકન કંપનીઓ પાસેથી MH-60R મલ્ટી-મિશન હેલિકોપ્ટરના મહત્વપૂર્ણ સંરક્ષણ સાધનો મળશે, જે ભારતની સુરક્ષાને મજબૂત બનાવશે. આ ડીલ અંદાજે 1.17 બિલિયનની છે. રાષ્ટ્રપતિ બિડેને યુએસ કોંગ્રેસને પણ પોતાના નિર્ણયની જાણકારી આપી છે.
બિડેન સરકારનો ભારતને મોટા સંરક્ષણ સાધનો વેચવાનો નિર્ણય તેની મુદત પૂરી થવાના થોડા દિવસો પહેલા આવ્યો છે. આ નિર્ણયથી ભારતને રાહત મળી છે કારણ કે જો બિડેન પ્રશાસને આ સોદાને મંજૂરી ન આપી હોત તો નવી સરકારની રચના પછી તેને મંજૂરી આપવામાં વધુ સમય લાગી શક્યો હોત. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરી, 2025ના રોજ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. આ ડીલ હેઠળ ભારતને 30 મલ્ટીફંક્શન ઈન્ફોર્મેશન ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ જોઈન્ટ ટેક્ટિકલ રેડિયો સિસ્ટમ્સ પણ મળશે. તેમાં અદ્યતન ડેટા ટ્રાન્સફર સિસ્ટમ, એક્સટર્નલ ફ્યુઅલ ટેન્ક, ફોરવર્ડ લુકિંગ ઈન્ફ્રારેડ સિસ્ટમ, ઓપરેટર મશીન ઈન્ટરફેસ, વધારાના ક્ધટેનર વગેરે હશે, તેની સાથે ડિઝાઈન, મેન્યુફેક્ચરિંગ અને ટેસ્ટિંગમાં મદદ પણ અમેરિકા દ્વારા આપવામાં આવશે.
આ ડીલ હેઠળ અમેરિકન ડિફેન્સ કંપની લોકહીડ માર્ટિન અને મિશન સિસ્ટમ્સ દ્વારા સંરક્ષણ ઉપકરણોની સપ્લાય કરવામાં આવશે. આ હથિયારોના વેચાણ અને ટેકનિકલ સહાય માટે 20 યુએસ સરકારી કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ કંપનીઓના 25 પ્રતિનિધિઓ ભારતની મુલાકાત લેશે. અમેરિકી સરકારના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આનાથી અમેરિકાના વ્યૂહાત્મક સહયોગી ભારતની સંરક્ષણ તૈયારીઓ મજબૂત થશે.
ઇઝરાયેલી બંધકોને છોડી મૂકો નહીં તો વિનાશ સર્જીશ: ટ્રમ્પની ધમકી
નવા ચૂંટાયેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો ગાઝા પટ્ટીમાં બંધક બનાવવામાં આવેલા ઈઝરાયલીઓને 20 જાન્યુઆરીએ તેમના શપથ ગ્રહણ પહેલા છોડવામાં નહીં આવે તો મધ્ય પૂર્વના દેશોમાં તેઓ વિનાશ વેરશે. ઈઝરાયલના આંકડાઓ અનુસાર, ગયા વર્ષે ઈઝરાયલ પર હુમલા દરમિયાન હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલી-અમેરિકન નાગરિકો સહિત 250થી વધુ લોકોને બંધક બનાવી લીધા હતા. ગાઝામાં હજુ પણ 101 જેટલાં વિદેશી અને ઇઝરાયલી બંધકોમાંથી લગભગ અડધા જીવીત હોવાનો અંદાજ છે. ટ્રમ્પે પોતાના નિવેદનમાં કહ્યું, પજો 20 જાન્યુઆરી, 2025 સુધીમાં બંધકોને છોડવામાં નહીં આવે તો મધ્ય પૂર્વમાં તબાહી સર્જાશે. માનવતા વિરુદ્ધ આ અત્યાચાર કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું, જે લોકોએ આવું કર્યું તેમને અમેરિકાના ઈતિહાસની સૌથી મોટી સજા આપવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે જો યોગ્ય સમયે કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમેરિકા એવી સજા આપશે જે આજ સુધી કોઈને મળી નથી.
આંતરરાષ્ટ્રીય
પશ્ચિમ આફ્રિકાના ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સ બાખડયા: 100નાં મોત
પશ્ચિમી આફ્રિકાના ગિનીમાં એક ફૂટબોલ મેચ દરમિયાન હિંસા ભડકી. ત્યાં ચાહકોની અંદરો-અંદર અથડામણ થઈ ગઈ. જેમાં 100થી વધુ લોકોના મોત નીપજ્યા છે. સ્થાનિક હોસ્પિટલના સૂત્રોએ આ ઘટનાને લઈને જણાવ્યું કે પરવિવારે ગિનીના બીજા સૌથી મોટા શહેર એનજેરેકોરમાં એક ફૂટબોલ મેચ દરમિયાન ચાહકોની વચ્ચે અથડામણમાં ડઝન લોકો માર્યા ગયા છે. એક ડોક્ટરે નામ ન છાપવાની શરત પર જણાવ્યું, હોસ્પિટલમાં જ્યાં સુધી એક નજર જઈ રહી છે ત્યાં સુધી મૃતદેહોની લાઈન લાગેલી છે.
ઘણા મૃતદેહ જમીન પર પડેલા છે, શબઘર ભરેલા છે.સોશિયલ મીડિયા પર આ હિંસાના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. સોશિયલ મીડિયામાં વાયરલ આ વીડિયોની પુષ્ટિ થઈ શકી નથી. વીડિયોમાં મેચની બહાર રસ્તા પર અફરા-તફરીનો માહોલ નજર આવી રહ્યો છે. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર રોષે ભરાયેલા પ્રદર્શનકારીઓએ એનજેરેકોર પોલીસ સ્ટેશનમાં પણ તોડફોડ કરી અને આગ લગાડી દીધી.
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યુ, પહિંસા મેચ રેફરીની તરફથી એક વિવાદિત નિર્ણય આપ્યા બાદ શરૂૂ થઈ. તે બાદ ચાહકો ભડકી ગયા અને પછી ખૂબ હિંસા ભડકી.સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર આ મેચ ગિનીના જુંટા નેતા મમાદી ડૌંબૌયાના સન્માનમાં આયોજિત એક ટુર્નામેન્ટનો ભાગ હતો.
આંતરરાષ્ટ્રીય
પોતાની સત્તા વાપરી ફરી બાઇડેને પુત્રને માફ કર્યો
અમેરિકાના પ્રમુખ જો બાઈડેને ગેરકાયદેસર બંદૂક રાખવા અને કરચોરીના મામલામાં પોતાના પુત્રને માફ કરી દીધો છે. બાઈડેનનો આ નિર્ણય તેમના એ વચન પર યુ-ટર્ન મનાઈ રહ્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે હું મારા પરિવારના લાભ માટે મારી શક્તિઓનો ઉપયોગ નહીં કરું.
પ્રમુખ બાઈડેને એક નિવેદન જારી કરીને કહ્યું કે આજે મેં મારા પુત્ર હન્ટરને માફ કરી દીધો છે. જ્યારથી મેં પ્રમુખ પદ સંભાળ્યું છે ત્યારથી મેં કહ્યું છે કે હું ન્યાય વિભાગના નિર્ણયોમાં દખલ નહીં કરીશ અને મેં આ વચન પાળ્યું છે. પરંતુ મેં જોયું કે મારા પુત્રને નિશાન બનાવવામાં આવી રહ્યો છે અને અન્યાયી રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
તેમના પર લગાવવામાં આવેલા આરોપો રાજકીય રીતે પ્રેરિત હતા. અગાઉ, બાઈડેને કહ્યું હતું કે હું ડેલાવેર અને કેલિફોર્નિયામાં ચાલી રહેલા બે કેસોમાં મારા પુત્ર હન્ટરને માફ કરાશે નહીં કે તેની સજામાં દખલ નહીં કરું .
અમેરિકાના પ્રમુખ બાઈડેનના પુત્ર હન્ટર બાઈડેન પર કરચોરીથી લઈને ગેરકાયદેસર રીતે હથિયાર રાખવા, સરકારી નાણાનો દુરુપયોગ અને ખોટી જુબાની આપવા જેવા આરોપો છે. અગાઉ, ડેલાવેર કોર્ટમાં હન્ટરે કરચોરી અને ગેરકાયદેસર બંદૂક રાખવાનો સ્વીકાર કર્યો હતો. એવા આક્ષેપો છે કે હન્ટર બાઇડેને જાણી જોઈને આવકવેરો ચૂકવ્યો નથી.
-
રાષ્ટ્રીય13 hours ago
‘અમે ઈન્દિરાને પણ છોડ્યા નથી, હવે તમારો વારો છે..’, બાગેશ્વર બાબાને મળી જાનથી મારી નાખવાની ધમકી
-
ગુજરાત1 day ago
કલમ 307 હટાવવા સામે સરધારાનો વિરોધ, CPથી માંડી CM-PM સુધી રજૂઆત
-
ગુજરાત1 day ago
PI પાદરિયાનો કેસ નહીં લડવાનો બાર એસો.નો ઠરાવ પરત
-
ક્રાઇમ1 day ago
લૂંટારુ ટોળકીનો આતંક: માત્ર દોઢ કલાકમાં ચારને છરી ઝીંકી લૂંટ ચલાવી
-
કચ્છ4 hours ago
ગુજરાતને વૈશ્વિક સ્તરે વધુ મળી એક ગૌરવ સિદ્ધિ, કચ્છના સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને ઇન્ટિરિયર્સની શ્રેષ્ઠતા માટે એવોર્ડ પ્રાપ્ત
-
ગુજરાત1 day ago
મફત વીજળી યોજના અંગે કાલથી મનપાનો વોર્ડવાઇઝ કેમ્પ
-
ગુજરાત1 day ago
સર્વર ડાઉન, વીજળી ગુલ,e-kycમાં ધાંધિયા યથાવત્
-
ગુજરાત1 day ago
મનપાના સફાઇ કામદારો દ્વારા આજથી બેમુદતી ધરણાંનો પ્રારંભ