Site icon Gujarat Mirror

શું કલાકાર તમારો કૂતરો છે કે તમે કહો ત્યાં ભસવા માંડે?: હકાભાનો બાટલો ફાટયો

ગુજરાતના પ્રખ્યાત લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં આયોજીત એક કાર્યક્રમના મંચ પરથી મોટું નિવેદન આપ્યું છે. ખાસ કરીને લાલજી દેસાઈના નિવેદન સંદર્ભે હકાભા ગઢવીએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.જાહેર મંચ પરથી બોલ્યા હકાભા ગઢવીજૂનાગઢમાં યોજાયેલ મહાશિવરાત્રીના મેળામાં જાણીતા લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ જાહેર મંચ પરથી વિરોધીઓ અને નેતાઓને આકરો જવાબ આપ્યો છે.

તાજેતરમાં કલાકારો અને નેતાઓ વચ્ચે થયેલા વિવાદ અને ખાસ કરીને લાલજી દેસાઈના નિવેદન સંદર્ભે હકાભા ગઢવીએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. હકાભા ગઢવીએ મંચ પરથી રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે, કલાકારોને સતત પૂછવામાં આવે છે કે જ્યારે કોઈ ઘટના બને છે ત્યારે તેઓ કેમ ચૂપ રહે છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, “લોકો પૂછે છે કે અદાણીએ ખેડૂતોની જમીન લઈ લીધી તો કેમ કલાકાર નથી બોલતા? શું અમે ત્યાં દસ્તાવેજ કર્યા છે?” હકાભાએ કડક શબ્દોમાં ઉમેર્યું કે, “કલાકાર શું તમારો કૂતરો છે? કે તમે કહો ત્યાં ભસવા માંડે. જ્યારે બે સમાજ વચ્ચે ઘર્ષણ થાય છે ત્યારે કલાકારોના મૌન વિશે ઉઠતા સવાલોના જવાબમાં હકાભા ગઢવીએ કહ્યું કે, અમારે કોની સાથે દુશ્મની કરવી? બેમાંથી એક પક્ષે બોલીએ તો દુશ્મની કરવી પડે. તેમણે કહ્યું કે સત્ય બોલવું છે પણ ક્યાં બોલવું? જો સત્ય બોલીએ તો સમાજ મારવા ફરે છે.

Exit mobile version