Connect with us

Ahmedabad

IPL 2023ની વિજેતા અને રનરઅપ ટીમ ઉપર થશે કરોડોનો વરસાદ

Published

on

વિનરને 20 કરોડ અને રનરઅપને 13 કરોડ ઉપરાંત ત્રીજા સ્થાને રહેનારને પણ સાત કરોડ મળશે, રવિવારે રમાશે ફાઇનલ

રવિવારે આઈપીએલ 2023ની ફાઇનલ મેચ અમદાવાદના મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં વિજેતા થનાર ટીમને તો કરોડો રૂપિયા મળશે જ સાથોસાથ રનરઅપ અને ત્રીજા સ્થાને રહેનાર ટીમ ઉપર પણ ધનવર્ષા થશે જ. ઈંઙક 2023માં ઈનામ એટલે કે પ્રાઈઝની વાત કરવામાં આવે તો આ ટુર્નામેન્ટમાં જીત મેળવનાર ટીમ પર કરોડો રૂૂપિયાનો વરસાદ થશે. એટલુ જ નહીં હારનારી ટીમને પણ મોટી રકમ મળશે. ગત સિઝનમાં જે પ્રાઈઝ મની મળ્યા હતા તેની સાથે જો તુલના કરવામાં આવે તો આ વખતે એક ફેરફાર જોવા મળી શકે છે. ઈંઙક 2022માં ચેમ્પિયન બનેલી ગુજરાત ટાઈટન્સને રૂૂપિયા 20 કરોડની પ્રાઈઝ મની મળી હતી, જ્યારે રનર અપ રાજસ્થાનને રૂૂપિયા 13 કરોડ મળ્યા હતા. અગાઉની ટુર્નામેન્ટમાં ત્રીજા ક્રમ પર રહેનારી ટીમ છઈઇને રૂૂપિયા 7 કરોડ જ્યારે ચોથા ક્રમાંક પર રહેલી ટીમને રૂૂપિયા 6.5 કરોડની રકમ મળી હતી. આ સિઝનની વાત કરવામાં આવે તો વિનર તથા રનર અપને અનુક્રમે રૂૂપિયા 20 કરોડ તથા રૂૂપિયા 13 કરોડ આપવામાં આવશે. ત્રીજા સ્થાન પર રહેનારી ટીમને આ વખતે પણ 7 કરોડની રકમ મળશે. જ્યારે ચોથા ક્રમાંક પર રહેનારી ટીમને પણ રૂૂપિયા 7 કરોડ મળશે.
ઝ20 વર્લ્ડ કપમાં આશરે રૂૂપિયા 13.20 કરોડ પ્રાઈઝ મની, કેરેબિયન પ્રીમીયર લીગમાં 8.14 કરોડ, બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં રૂૂપિયા 6.92 કરોડ આપવામાં આવે છે. ભારતમાં પ્રથમ વખત રમાયેલી મહિલા પ્રીમિયર લીગ (ઠઙક)માં 6 કરોડ પ્રાઈઝ આપવામાં આવી હતી.

Advertisement

Ahmedabad

હાઈકોર્ટના હુકમ બાદ પણ PSI જમાદારની ભરતી માટે કમિટી નહીં બનાવતા રૂપિયા 10 હજારનો દંડ

Published

on

એક વર્ષથી સરકારે ધ્યાન જ આપ્યું નહીં અને સ્પષ્ટતા પણ કરી નહીં

પીએસઆઈ-હેડ કોન્સ્ટેબલની ભરતી માટેના હાઇકોર્ટના ચુકાદા બાદ પણ તે આદેશનો અમલ ન થતાં થયેલી ક્ધટેમ્પટ ઓફ કોર્ટની પિટિશનમાં હાઇકોર્ટે પોલીસ ઓથોરિટીને રૂ.10 હજારનો દંડ ફટકાર્યો છે. હાઇકોર્ટે દંડ ફટકારતાં આદેશમાં એવું અવલોકન કર્યું છે કે,‘અરજદારના મૌખિક ઇન્ટરવ્યૂ માટેની કમિટીનું ગઠન થયાની રજૂઆત સરકારે કરી છે અને અરજદારના ઇન્ટરવ્યૂ પણ ગોઠવાશે.

જોકે એક વર્ષથી વધુ સમય છતાંય હાઇકોર્ટના આદેશનો અમલ થયો નહોતો અને હવે સરકારી ઓથોરિટીએ ઉક્ત રજૂઆત કરી છે. પરંતુ દુર્ભાગ્યપૂર્ણ છે કે આ એક વર્ષનો વિલંબ કેમ થયો એ અંગેની સ્પષ્ટતા કરતું સોગંદનામુ કરવામાં આવ્યું નથી.

Advertisement

તેથી સરકારી ઓથોરિટીને રૂ. 10 હજારનો દંડ કરવામાં આવે છે અને આ રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવાની રહેશે.’આ કેસની હકીકત એવી છે કે ગત વર્ષે ફેબ્રુઆરીમાં મૂળ અરજદારની રિટમાં હાઇકોર્ટે એક ચુકાદો આપ્યો હતો અને એમાં એવો આદેશ કર્યો હતો કે, ‘અરજદારની અરજી આંશિક રીતે ગ્રાહ્ય રાખવામાં આવે છે અને પોલીસ ઓથોરિટીને આદેશ કરવામાં આવે છે કે 2011-2012ની ભરતી પ્રક્રિયા માટે અરજદારની લાયકાતને ધ્યાનમાં લેવામા આવે અને તેને મૌખિક ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે. ત્યારબાદ અરજદારના કેસને ગુણદોષના આધારે મૂલવવામાં આવે.

જો અરજદાર મૌખિક ઇન્ટરવ્યૂમાં સફળ રહે તો તેને ઙજઈં-હેડ કોન્સ્ટેબલ (બિનહથિયારી)ની પોસ્ટ માટે યોગ્ય ગણી નિમણૂક કરવામાં આવે. જેમાં એવી શરત રહેશે કે તેને અન્ય નિમણૂક પામેલા ઉમેદવારોની જેમ નિમણૂકના દિવસથી નાગ઼ાકીય લાભ મળશે નહીં.’ અલબત્ત, હાઈકોર્ટના ઉક્ત આદેશનો અમલ નહીં થતાં કમ્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજી કરવામાં આવી હતી. જેમાં સરકારને નોટિસ ઇસ્યૂ કરવામાં આવતાં સરકાર હરકતમાં આવી હતી અને અરજદારના મૌખિક ઇન્ટરવ્યૂ લેવા માટે કમિટીનું ગઠન કરાયા અંગેની જાણ હાઇકોર્ટને કરવામાં આવી હતી. જેમાં એક સપ્તાહની અંદર અરજદારનો ઇન્ટરવ્યૂ લેવાઇ જશે એવી ખાતરી પણ આપવામાં આવી હતી. તેથી હાઇકોર્ટે ક્ધટેમ્પ્ટ પિટિશન પૂર્ણ કરવાનો આદેશ કર્યો હતો. પરંતુ એની સાથે જ એવો આદેશ પણ ર્યો હતો કે,‘આ કોર્ટનું માનવું છે કે ગત વર્ષે ફેબ્રુઆરીમાં હાઇકોર્ટે કરેલા આદેશનો એક વર્ષથી અમલ થતો નહોતો. તેમ છતાંય જ્યારે આ અરજીની સુનાવણી હાથ ધરાઇ ત્યારે કમિટીનું ગઠન કરી દીધું હોવાનું કોર્ટને જણાવવામાં આવ્યું હતું. દુર્ભાગ્યપૂર્ણ એ છે કે સરકાર તરફથી આ અંગેનું કોઈ સોગંદનામુ કરીને એવી સ્પષ્ટતા કરવામાં આવી નથી કે હાઈકોર્ટના આદેશના અમલમાં એક વર્ષનો વિલંબ કેમ થયો. આ વર્તણૂક બદલ તેમને રૂા.10 હજારનો દંડ કરવામાં આવે છે.

Advertisement
Continue Reading

Ahmedabad

પતિ કે હેવાન? પૈસા માટે પત્નીને દેહવ્યાપારમાં ધકેલી

Published

on

સોશિયલ મીડિયામાં ન્યૂડ ફોટા વાઈરલ કર્યા, નરાધમ પતિ પોલીસના સકંજામાં, અન્ય પાંચની શોધખોળ શરૂ

અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશનમાં લવ, સેક્સ ઓર ધોકાનો કિસ્સો સામે આવ્યો છે ! નરોડા વિસ્તારમાં પૈસા માટે એક પતિએ પોતાની પત્નીનો સોદો કરી નાખ્યો ! હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે પતિ એ પત્નીના દેહના વેપાર માટે તેનો મિત્રોનો પણ ઉપયોગ કર્યો. નિષ્ઠુર બનેલા આરોપીએ તેના 2 વર્ષની દીકરીને પણ તેના મિત્રોને હવાલે કરી દીધી અને પત્નીના મોર્ફ કરેલ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા.જોકે અંતે પતિથી કંટાળીને પત્ની એ તેના પતિ વિરુદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં પતિ સહિત 6 સામે ફરિયાદ નોંધાવી હતી, ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે આરોપી પતિની ધરપકડ પણ કરી લીધી છે.

હેવાન બનેલા અને જુગાર, સટ્ટા , દારૂૂના રવાડે ચડેલા વિશાલ ભાવસાર યુવતીને પહેલા પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા. જ્યારે મહિલા પ્રેગ્નેન્ટ થઈ ત્યારે તેની સાથે લગ્ન કરવાની ફરજ પડી. જોકે સટ્ટામાં આર્થિક નુકસાન જતા આરોપી તેની પત્ની ને દેહ વેપારમાં ધકેલતા મજબૂર કરી. છેલ્લા બે વર્ષથી પત્ની ને અનૈતિક ધંધામાં ધકેલી રાખી, જે માટે આરોપી વિશાલે તેના પુરુષ મિત્રો નો ઉપયોગ પણ કર્યો હતો. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે આરોપી ની મહિલા મિત્રો એ પણ ફરિયાદી મહિલાના દેહ વેપારના સોદા માટે આરોપીને મદદ કરતી.

Advertisement

ચોકાવનારી બાબતો તો એ છે કે મહિલાના પતિએ તેની પત્નીના મોર્ફ કરેલ ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા હતા અને પોતાની જ પત્ની ના ફોટો ને પોર્ન સાઈટ પર અપલોડ પણ કરી દીધા હતા. છેલ્લા બે વર્ષથી અનૈતિક દેહ વેપારના ધંધાથી કંટાળીને આખરે મહિલાએ તેના પતિ અને પતિના મિત્ર વિરૂૂદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા વિશાલ નામનો આરોપી પહેલા થી લગ્ન કરી ચૂક્યો હતો. વર્ષ 2016 માં ફરિયાદી મહિલા અને આરોપી એકબીજાના સંપર્કમાં આવ્યા. બન્નેની નિકટતા વધી અને 2018થી લિવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યા, જેના થકી ફરિયાદી મહિલા ગર્ભવતી બની. જેથી ફરિયાદી મહિલા ના આગ્રહના કારણે 2021 માં બંનેના લગ્ન થયા.

મોટી વાત એ છે કે ફરિયાદી મહિલા તેના પતિના અગાઉથી થયેલા લગ્ન અંગે વાકેફ ન હતી ! સટ્ટા અને જુગારના રવાડે ચડેલા પતિ પૈસા ગુમાવતો ગયો , જે બાદ ઉંધા રવાડે ચડેલા પતિ તેની પત્ની નો સોદો કરવાની શરૂૂઆત કરી.જે માટે તેના ઘરે પણ અન્ય લોકોને બોલાવી પત્નીને શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરી પૈસા કમાતો હતો. ફરિયાદી મહિલાનો આરોપ છે કે તેના પતિના મિત્રો અનૈતિક કામ માટે મદદ કરતા અને તેની બે વર્ષની બાળકી ને તેમની પાસે જ રાખતા. જોકે પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ બાળકી નો કબજો તેની માતાને સોંપી આરોપીની ધરપકડ પણ કરી લીધી છે. અન્ય પાંચ લોકોની શોધખોળ શરૂૂ કરી છે. ફરિયાદી પત્નીનો એ પણ આરોપ છે કે પતિ વિશાલે તેની પાસે મોટા પ્રમાણમાં પૈસા પડાવ્યા હતા. જેને લઈને નરોડા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Continue Reading

Ahmedabad

ભ્રષ્ટાચારના પ્રતિક સમાન હાટકેશ્ર્વર બ્રિજ નીચે યોજાયો કોંગ્રેસનો જનમંચ

Published

on

પ્રજાના પ્રશ્ર્ને જનસભાથી વિધાનસભા સુધી લડત આપવા અમિત ચાવડાનો કોલ

\
ગુજરાત સ્થાપનાદિનથી કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલા ‘જનમંચ’ કાર્યક્રમ અંતર્ગત તાજેતરમાં અમદાવાદ ખાતે ભ્રષ્ટાચારમાં વગોવાયેલા હાટકેશ્ર્વર બ્રિજ નીચે જ જનમંચનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેવા પ્રજાની વિવિદ સમસ્યાઓને વાચા આપવામાં આવી હતી.

ગુજરાત ની મહેનતુ અને સ્વાભિમાની જનતા ના તમામ પ્રશ્નોના સમાધાન માટે, 1લી મે ગુજરાતના સ્થાપના દિનથી, કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં તાલુકેતાલુકે, જનમંચ કાર્યક્રમ ની શરૂૂઆત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમના ભાગ હેઠળ 31/05ના અમદાવાદ ખાતે જનમંચનું આયોજન કરવામાં આવ્યું. જેમાં યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડુતો, પીડીતો, વંચિતો, શોષીતો પોતાની સમસ્યાઓની રજુઆત કરી હતી. અમદાવાદ ખાતે ‘જનમંચ’ કાર્યક્રમમાં જિલ્લા ના સ્થાનિક પ્રશ્નો સાંભળવામાં આવ્યા. જેમાં મુખ્યત્વે, ભારે અને કરોડો રૂૂપિયા ટેક્સ આપ્યા પછી પણ શુદ્ધ પીવાનું પાણી, સફાઈ, રસ્તા, ડ્રેનેજની સુવિધાના અભાવથી અનેક વિસ્તારની જનતા ત્રાહિમામ, ખારીકટ કેનાલની સાફ સફાઈ થતી નથી, ગંદકી અને દુર્ગંધથી આસપાસ રહેનારા લોકો પરેશાન, મોંઘવારી અને બેરોજગારીથી જનતા ત્રસ્ત, ઘર કેમ ચલાવવું તેની ચિંતામાં શહેરજનો, હાઉસિંગ કોલોની જર્જરિત અવસ્થામાં, લોકોને જીવનું જોખમ, સરકાર સાવ બેદરકાર, છઈઈ ના બદલે ડામર રોડ અને એમાં પણ ભાજપના લોકોનો ભ્રષ્ટાચાર, કચરાના પ્રબંધન અને સાફ સફાઈ જેવા કામમાં પણ ભાજપના મળતિયાઓને વ્યાપક ભ્રષ્ટાચાર, નવ વર્ષથી આંગણવાડી બની હોવા છતાં શરૂૂ કરવામાં આવતી નથી, વિકાસની વાતો ફકત કાગળ પર, કોમન પ્લોટ પચાવી પાડવામાં બાહુબલી ગુંડાઓને ભાજપના મળતિયાઓનો સાથ, પબ્લિક પાર્કિગની રોડ પર કોઈ વ્યવસ્થા નથી અને દર વર્ષે વરસાદના લીધે પાણી ભરાઈ જવાથી રોડ, રસ્તા, ગટરની વ્યવસ્થા સાવ ખરાબ દશામાં, દારુ, જુગાર, ડ્રગ્સ ખુલ્લેઆમ મળે છે, કાયદો વ્યવસ્થા ખાડામાં, પૂર્વ વિસ્તારમાં કમાણી કરીને પશ્ચિમ વિસ્તારમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે, એકસપ્રેસ-વે પાસે જ બસસ્ટેન્ડ હોવાથી કાયમ ટ્રાફિકની સમસ્યા યથાવત. સહિત અનેકવિધ મુદ્દાઓ પર સ્થાનિક લોકોએ પોતપોતાની રજૂઆતો કરી હતી.

Advertisement

આ પ્રશ્નો ની સાથે મોંઘવારી, ભ્રષ્ટાચાર, જમીન માપણી, પોષણક્ષમ ભાવ, પેપરલીક, રોજગારી ની સમસ્યા બાબત પોતાની રજૂઆતો કરી હતી. ખુબ મોટી સંખ્યા માં અમદાવાદ ની જાહેર જનતા એ જનમંચ કાર્યક્રમ માં હાજરી આપી અને અમિતભાઇ ચાવડા ના આ જનલક્ષી અભિગમને હૃદય થી વધાવી લીધો. અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત જનમંચ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ *શ્રી જગદીશ ઠાકોર, ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી અમિત ચાવડા, આગેવાનો ધમભાઈ પટેલ અને શ્રીમતી ગીતાબેન પટેલની સાથે સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારઓ, પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારઓ, સેલ/ફ્રન્ટલના હોદેદારઓ, તાલુકા/શહેરના તમામ પ્રમુખ, જિલ્લા પંચાયત, તાલુકા/નગરપાલિકા ના સદસ્યઓ અને કોંગ્રેસના તમામ કાર્યકરો અને જાહેર જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ