Connect with us

રાજકોટ

જીસીસીઆઈ દ્વારા ગૌ આધારિત અર્થવ્યવસ્થાના શનિવારે યોજાનાર વેબિનારમાં જોડાવા અનુરોધ

Published

on

વિશ્વમાં પ્રથમ વખત ગ્લોબલ ક્ધફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) ગૌ સંવર્ધન પર આધારિત એક કાર્યક્રમ અને ગૌ આધારિત જીવન અને અર્થવ્યવસ્થાને સમર્પિત વ્યક્તિત્વ સાથેના સંવાદોની શ્રેણી તરીકે લાઈવ વેબિનાર નગોકુલમ – ગૌ આધારિત અર્થવ્યવસ્થા સિરીઝથનું આયોજન થયું છે. આ વેબિનાર સિરીઝ ગૌ સંવર્ધન, ગૌ રક્ષણ, ગૌ આધારિત અર્થ વ્યવસ્થાના પુન:નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ મહત્ત્વપૂર્ણ વેબિનાર હેઠળ, ગૌ સંવર્ધન અને ગૌ આધારિત જીવન અને અર્થવ્યવસ્થા પર નિષ્ણાંત, રાષ્ટ્રીય, આંતર રાષ્ટ્રીય વક્તાઓ માર્ગદર્શન આપે છે. ગોકુલમ 16 માં એપલનાં ડેટા સાઈન્ટીઇસ્ટ અભિનવ ગોસ્વામી માર્ગદર્શન આપશે. અભિનવ ગોસ્વામીજી અમેરિકાનાં ટેક્સસમાં ગાય આધારિત વૈદિક ગ્રામ, ગૌશાળા ચલાવે છે. ગૌશાળાની સ્થાપના 2019માં થઇ હતી. ગૌશાળામાં બાળકોને સમર કેમ્પ, હરિયાળી તીજ, કૃષ્ણ જન્માષ્ટમી, ગણપતિની ગોબર અને માટીની મૂર્તિ બનાવવી વગેરે જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. ગૌશાળામાં વૈદિક લાઈબ્રેરીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ટેક્સસ ગૌશાળામાં ગાય ઉપરાંત બતક, મોર જેવા પક્ષીઓ પણ વસવાટ કરે છે.
આ વેબિનાર 21 ઓકટોબરે, સવારે 11 કલાકે ગ્લોબલ ક્ધફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી નાં ફેસબુક પેઈજ ઓફીશીયલ જી.સી.સી.આઇ તેમજ યુ ટ્યુબ ચેનલ ગ્લોબલ કાઉ ફેડરેશન પર લાઈવ કરવામાં આવશે. વેબિનારનું સંચાલન શતાબ્દી પાંડે કરશે. સમગ્ર નસ્ત્રગોકુલમ્ ગૌ આધારિત અર્થવ્યવસ્થા લાઈવ વેબિનાર સિરીઝનાં પ્રોગ્રામમાં ગ્લોબલ ક્ધફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.)નાં સંસ્થાપક ડો. વલ્લભભાઇ કથીરિયાનું માર્ગદર્શન મળતું રહે છે.
વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી (મો.9824221999), પુરીશ કુમાર (મો.88535 84715), અમિતાભ ભટનાગર (મો.8074238017) નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુજરાત

ચોટીલામાં પોલીસ ગ્રાઉન્ડ નજીક આગથી મુદ્દામાલના વાહનો થયા ખાક

Published

on

By

  • બે બસ આગમાં ખાક: ડમ્પરના ટાયર બળી ગયા

ચોટીલા પોલીસ મથકનાં ગ્રાઉન્ડ નજીક કોઇ અગમ્ય કારણોસર આગ લાગ્યાનાં બનાવ બનતા દોડધામ મચી હતી અને પાલિકા ફાયર ટીમ આગ ઓલવવા દોડી ગયેલ હતી.
ચોટીલા પોલીસ મથકનાં ચોપડે મુદ્દામાલ તરીકે વર્ષોથી પડેલા વાહાનો પાસે કચરાનાં ગંજ ખડકાયા હતા જેમા કોઇ અગમ્ય કારણોસર આગ લાગેલ હોવાનું હાલ અનુમાન છે જે આગની જવાળા પલવારમાં જ તેની લપેટમાં મુદ્દામાલ પૈકીની બે મીની બસને લીધી હતી જેમા બસ ભડભડ સળગવા લાગી હતી જોતા જોતા બંન્ને બસો બળીને ખાક થઇ ગયેલ હતી તેમજ નજીક રહેલ એક ડમ્પરનાં ટાયરો પણ આ આગમાં સળગી ગયા હતા. મોડી સાંજ બાદ આગનો બનાવ બનતા પાલિકાના ફાયર વિભાગને જાણ કરતા બે ફાઇટર બંમ્બા દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને દોઢેક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં તો બે વાહાનો ભરખી લીધા હતા. આસપાસમાં રહેતા લોકો આગજનીને જોવા ટોળે વળ્યાં હતા ત્યારે આગ કચારાનાં ઢગલાઓને કારણે લાગી હોવાનું અનુમાન કરાય છે ત્યારે વાહનો જે સ્થળે આગ લાગી ત્યાં કેમ અને કેવી રીતે પહોચ્યાં? તે પણ એક સવાલ છે.

Continue Reading

rajkot

ઓરબિટવાળા વિનેશ પટેલ ઉપરાંત દાનુભા સહિતના બિલ્ડરોને ત્યાં તપાસ

Published

on

By

નિવાસસ્થાનો તેમજ બાંધકામ સાઇટો સહીતના 30 જેટલા સ્થળોએ ઇન્કમટેકસ વિભાગના 150 જેટલા અધિકારીઓનો કાફલો ત્રાટકયો હતો.મળતી માહિતી મુજબ આ બિલ્ડર ગૃપના નવા રીંગરોડ ઉપર સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલ ગેલેકસી ગાર્ડન, મોટામવામાં આવેલ ટિવન ટાવર, સ્કાય હિલ ગાર્ડન સહીતના લાડાણી એસોસીએટસના તમામ ભાગીદારોના ઠેકાણાઓ ઉપર ઇન્કમટેકસ વિભાગે તપાસ હાથ ધરી છે.

લાડાણી એસોસીએટસ સાથે દિલીપ લાડાણી ઉપરાંત ઉત્સવ લાડાણી, રાજ વિનેશ પટેલ, વિનેશ બાબુલાલ પટેલ, વિપુલ બાબુલાલ પટેલ સહીતના ભાગીદારો જોડાયેલા છે. આ તમામ ભાગીદારોના નિવાસસ્થાનો તેમજ ઓફિસો સહીતના સ્થળો ઉપર તપાસ હાથ ધરવામાં આવી છે.

ઇન્કમટેકસ વિભાગ દ્વારા લાડાણી એસોસીએટસના તમામ ભાગીદારોના કોમ્પ્યુટર, હિસાબી સાહિત્ય, કાચી-પાકી ચિઠ્ઠીઓ સહીતનાં હિસાબી સાહિત્યની ચકાસણી શરૂ કરી છે. આ તપાસ દરમિયાન મોટી રકમના બિનહિસાબી વ્યવહારો મળી આવવાની શકયતા છે.

Continue Reading

ગુજરાત

રાજકોટના ટોચના બિલ્ડર ગ્રૂપના 30 સ્થળે આઇ.ટી.ના દરોડા

Published

on

By

  • ઓરબીટ ગ્રૂપવાળા લાડાણી એસોસિએટ્સના તમામ ભાગીદારોના નિવાસસ્થાનો, ઓફિસો સહિતના સ્થળોએ 150 જેટલા અધિકારીઓનો કાફલો ત્રાટક્યો

ગુજરાતમાં ચાલુ વર્ષે બિલ્ડરો ઉપર ઇન્કમટેકસ વિભાગની સતત તવાઇ ચાલુ જ રહી હોય તેમ અમદાવાદ- સુરતના બિલ્ડરો બાદ આજે ઇન્કમટેકસ વિભાગે રાજકોટમાં ટોચના બિલ્ડર ગૃપ ઉપર તવાઇ ઉતારી છે અને આજે રાજકોટમાં બેરીંગ તથા બિલ્ડીંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઓરબીટ ગૃપ અને તેની સાથે જોડાયેલા લોકોના કુલ 30 જેટલા સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધરતા બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાઇ જવા પામેલ છે. ઇન્કમટેકસ વિભાગની આ તપાસ દરમિયાન મોટી રકમના બિનહિસાબી વ્યવહારો ઝડપાવાની શકયતા દર્શાવાઇ રહી છે.

જાણવા મળતી માહિતી મુજબ આજે વહેલી સવારથી ઓરબીટ બેરીંગ ગૃપ તથા અગ્રણી બિલ્ડર દિલીપ લાડાણીની ભાગીદારીવાળા અને તેની સાથે જોડાયેલા તમામ ભાગીદારોના ઓફિસો, નિવાસસ્થાનો તેમજ બાંધકામ સાઇટો સહીતના 30 જેટલા સ્થળોએ ઇન્કમટેકસ વિભાગના 150 જેટલા અધિકારીઓનો કાફલો ત્રાટકયો હતો.

મળતી માહિતી મુજબ આ બિલ્ડર ગૃપના નવા રીંગરોડ ઉપર સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલ ગેલેકસી ગાર્ડન, મોટામવામાં આવેલ ટિવન ટાવર, સ્કાય હિલ ગાર્ડન સહીતના લાડાણી એસોસીએટસના તમામ ભાગીદારોના ઠેકાણાઓ ઉપર ઇન્કમટેકસ વિભાગે તપાસ હાથ ધરી છે.

લાડાણી એસોસીએટસ સાથે દિલીપ લાડાણી ઉપરાંત ઉત્સવ લાડાણી, રાજ વિનેશ પટેલ, વિનેશ બાબુલાલ પટેલ, વિપુલ બાબુલાલ પટેલ સહીતના ભાગીદારો જોડાયેલા છે. આ તમામ ભાગીદારોના નિવાસસ્થાનો તેમજ ઓફિસો સહીતના સ્થળો ઉપર તપાસ હાથ ધરવામાં આવી છે. ઇન્કમટેકસ વિભાગ દ્વારા લાડાણી એસોસીએટસના તમામ ભાગીદારોના કોમ્પ્યુટર, હિસાબી સાહિત્ય, કાચી-પાકી ચિઠ્ઠીઓ સહીતનાં હિસાબી સાહિત્યની ચકાસણી શરૂ કરી છે. આ તપાસ દરમિયાન મોટી રકમના બિનહિસાબી વ્યવહારો મળી આવવાની શકયતા છે.

બિલ્ડરના કર્મચારીઓના નિવાસે પણ તપાસ હાથ ધરાઇ
રાજકોટનાં બિલ્ડર ગૃપ લાડાણી એસોસીએટસના ભાગીદારોને ત્યાં સવારથી ઇન્કમટેકસ વિભાગે દરોડા પાડયા છે સાથો સાથ આ બિલ્ડર ગૃપને ત્યાં નોકરી કરતા કર્મચારીઓના નિવાસસ્થાનો ઉપર પણ ઇન્કમટેકસ વિભાગે તપાસો હાથ ધરી હોવાનું જાણવા મળે છે. બિલ્ડરો પોતાના બે નંબરના વ્યવહારો કર્મચારીઓના નિવાસ સ્થાનોમાં રાખતા હોવાની શંકાથી કેટલાક કર્મચારીઓના નિવાસે પણ સવારમાં ઇન્કમટેકસના અધિકારીઓ પહોંચ્યા હતા અને હિસાબી સાહિત્ય તેમજ લેપટોપ જપ્ત કરી લીધા હતા. સાથો સાથ કર્મચારીઓના મોબાઇલ જપ્ત કરી તેમને પણ ઓફિસે બેસાડી દેવામાં આવ્યા છે.

કોને ત્યાં તપાસ
દિલીપભાઇ લાડાણી
ઉત્સવ દિલીપભાઇ લાડાણી
રાજ વિનેશભાઇ પટેલ
વિનેશ બાબુલાલ પટેલ
વિપુલ બાબુલાલ પટેલ
દાનુભા જાડેજા

Continue Reading

Trending