રાષ્ટ્રપતિની વિચિત્ર સલાહ: “તમારા માસ્કને પેટ્રોલ અને ખુદને આલ્કોહોલથી સાફ કરો”

ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તે એ માસ્કને સાફ કરવા માટે એક નવી સલાહ આપી કે જે સાંભળી પણ તમને નવાઈ લાગશે. દુતેર્તે કહેવું છે કે લોકો કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે પેટ્રોલથી પણ પોતાનું માસ્ક સાફ કરી શકે છે.

દુતેર્તેએ આપેલા પોતાના નિવેદનમાં શુક્રવારના રોજ ફરી કહ્યું કે, મેં જે પણ કંઇ કહ્યું હતું તે તદ્દન સાચું છે. રાષ્ટ્રપતિની આ વિચિત્ર સલાહ બાદ તેમના પ્રવકતાએ મામલાને સંભાળવાની કોશિષ કરતાં કહ્યું હતું કે, રોડ્રિગો દુતેર્તે મજાક કરી રહ્યા હતા. પરંતુ દુતેર્તેનું કહેવું છે કે તેમણે કોઇ મજાક નથી કરી અને માસ્ક સાફ કરવામાટે પેટ્રોલનો ઉપયોગ કરી શકાય એ સાચું છે.

વધું માં આગળ વાત કરતા, આલ્કોહોલ ઉપલબ્ધ નથી તો લોકો પેટ્રોલપંપ જાય અને પેટ્રોલના બે-ત્રણ ટીપાં લઇ પોતાના માસ્કને સાફ કરી લે, કારણ કે પેટ્રોલ એ કીટાણુનાશક છે. ઉપરાંત દુતેર્તે કહ્યું કે લોકો ખુદને સેનિટાઇઝ કરવા માટે આલ્કોહોલના કેટલાંક ટીંપા પોતાના ઉપર પણ છાંટી શકાય છે.ત્યાં પેટ્રોલના ભાવ ૪૭ .૭૪૦ રૂપિયા છે, જયારે ભારતમાં પેટ્રોલ ના ભાવ સરેરાશ ૮૦ રૂપિયા છે.રિલેટેડ ન્યૂઝ