ભારતના કાયદા મેચ ફિક્સિગંમાં ઢીલા પડે

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના એન્ટી કરપ્શન યુનિટ (એસીયુ)ના એક વરિષ્ઠ અધિકારીનું માનવું છે કે ભારતમાં મેચ ફિક્સિંગને અપરાધ ઘોષિત કરવો જોઈએ. એ સાથે તેમણે એમ પણ કહ્યું કે આવું કરવાથી ભારતમાં આ સૌથી પ્રભાવી પગલું હશે. હાલ અહીં (ભારત) કડક કાનૂન ન હોવાથી પોલીસના હાથ પણ બંધાયેલા છે. કાનૂની વિશેષજ્ઞ ભારતમાં મેચ ફિક્સિંગને અપરાધ જાહેર કરવાની વર્ષોથી વકાલત કરી રહ્યા છે, કારણ કે ક્રિકેટમાં ભ્રષ્ટ ગતિવિધિની તપાસ કરતી વખતે સંબંધિત અધિકારીઓના હાથ કાનૂનથી બંધાયેલા હોય છે.
આઇસીસીના એસીયુના આ અધિકારી સ્ટિવ રિચર્ડસને કહ્યું હતું કે હાલ ભારતમાં ફિક્સિંગ
સંબંધી કોઇ કાનૂન નથી. અમારા ભારતીય પોલીસ સાથે સારા સંબંધ છે, પણ તેમના હાથ બંધાયેલા છે. ભારતમાં જો કાનૂન બનશે તો પૂરી પરિસ્થિતિ બદલાઈ જશે. અમે લગભગ પ0 મામલાની તપાસ કરી રહ્યા છીએ. જેમાંનામોટાભાગના ભારત સાથે જોડાયેલા છે. જો ભારત મેચ ફિક્સિંગનો કાનૂન બનાવશે તો ક્રિકેટને સુરક્ષિત કરવાની દૃષ્ટિએ સૌથી મહત્ત્વનું પગલું બની રહેશે. આથી ખુલ્લેઆમ ફિક્સિંગ કરતા લોકોને પકડમાં લઈ
શકાશે. હું ઓછામાં ઓછા 8 નામ ભારતીય પોલીસને આપી શકું છું. જેઓ સતત અપરાધ કરે છે અને મેચ ફિક્સ કરવા ખેલાડીઓનો સતત સંપર્ક કરે છે.
ભારતને આવતા બે વર્ષમાં આઇસીસીની બે ટુર્નામેન્ટનું યજમાનપદ
સંભાળવાનું છે. આથી એસીયુના અધિકારી જલ્દીથી ભારતમાં આ કાનૂન લાગુ થાય તેવું ઇચ્છી રહ્યા છે. શ્રીલંકાએ 2019માં આ કાનૂન લાગુ કરી દીધો છે. તે આવું કરનારો એશિયાનો પહેલો દેશ છે. આઇસીસીના એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીએ આ સંબંધે બીસીસીઆઈના એસીયુના અધિકારી અજીત સિંઘ સાથે ચર્ચા કરી છે. અજીત સિંઘે પણ સ્વીકાર્યું છે કે મેચ ફિક્સિંગ માટે કાનૂનની જરૂર છે

રિલેટેડ ન્યૂઝ