USની ‘વોડકા’ કંપની બનાવશે સેનિટાઇઝર

ટેક્સાસ તા.26
હાલ આખી દુનિયા એક થઇને જોખમી કોરોના વાઇરસ સામે લડી રહી છે. રોજબરોજના વ્યસ્ત દેશો હાલ લોકડાઉન થઇ ગયા છે. દરેક દેશની સરકાર લોકોને વારંવાર હાથ સેનિટાઈઝ કરવા, ઘરમાં રહેવા, બહાર નીકળો તો માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે આજીજી કરી છે. હાલ ઘણી જગ્યાએ હેન્ડ સેનિટાઈઝર અને માસ્કની અછત થઇ ગઈ છે. આ દરમિયાન અમેરિકાની ટિટોઝ વોડકા કંપનીએ હેન્ડ સેનિટાઇઝર બનાવવાની જાહેરાત કરી છે.
હાલ કોરોના વાઇરસથી બચવા માટે હેન્ડ સેનિટાઇઝર બનાવવાની વોડકા કંપનીની આ પહેલના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે. ટિટોઝ કંપનીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, અમે લોકોને વિનંતી


કરીએ છીએ કે વોડકાનો હેન્ડ સેનિટાઇઝર તરીકે ઉપયોગ ન કરો. અમે હાલ હેન્ડ સેનિટાઇઝરનું પ્રોડક્શન ચાલુ કરી દીધું છે. ટૂંક સમયમાં 24 ટન હેન્ડ સેનિટાઇઝર બનાવી દઈશું. આ હેન્ડ સેનિટાઇઝરની વધારે કોઈ
માહિતી હજુ કંપનીએ શેર કરી નથી, પણ તે તાબડતોબ 24 ટન હેન્ડ સેનિટાઇઝર બનાવવામાં લાગી ગઈ છે. આ કંપનીના કસ્ટમરને અત્યાર સુધી બોટલમાં વોડકા મળતી હતી, પણ હવે તેમાં હેન્ડ સેનિટાઝર મળે તો તે વાતમાં શંકાને કોઈ સ્થાન નથી. કંપનીએ 2 મિલિયન ડોલર કોરોના વાઇરસથી લડવા ડોનેટ કર્યા છે.

રિલેટેડ ન્યૂઝ