મંદીગ્રસ્તોને 90-90 હજાર રૂપિયા આપશે હોંગકોંગ!

હોંગકોંગ તા,27
હોંગકોંગ સરકારે મંદીથી ઝઝુમતા પોતાના અર્થતંત્રને ઉગારવા 70 લાખ નાગરિકોને રોકડ સહાય આપવાની જાહેરાત કરી છે. સરકાર પ્રત્યેક નાગરિકને 10 હજાર હોંગકોંગ ડોલર એટલે કે રૂ. 90980 આપશે. આ માટે લગભગ 1100 અબજ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. કોરોના વાઈરસને કારણે હોંગકોંગનું અર્થતંત્ર ડામાડોળ બન્યું છે. આથી નાણામંત્રી પોલ ચાને વાર્ષિક બજેટમાં લોકોને રોકડ સહાય આપવાની


જાહેરાત કરી છે. આથી હોંગકોંગ પર 71 અબજ હોંગકોંગ ડોલરનો બોજો પડશે. સરકારને આશા છે કે આ સહાયથી લોકો ખરીદી વધારશે જેથી અર્થતંત્રને વેગ મળશે.

રિલેટેડ ન્યૂઝ