પાક.માં ફફડાટ: ભારત ફરી ત્રાટકી શકે છે

ઈસ્લામાબાદ તા.14
પાકિસ્તાન ફરી તણાવમાં છે. તેને લાગે છે કે ભારત થોડા દિવસોમાં કાર્યવાહી કરી શકે છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા આએશા ફારુકીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે ઈમરાન ખાન સરકારને આવો ડર છે. જોકે, તેનું કારણ તેઓ ના જણાવી શક્યા. ફારુકીએ કહ્યું કે તુર્કીના રાષ્ટ્રપ્રમુખ રિસેપ તૈયપ એર્દોગાન પાકિસ્તાનના પ્રવાસ પર છે, આ પ્રવાસ દરમિયાન ભારત બેજવાબદાર કાર્યવાહી કરી શકે છે. પાકિસ્તાનના પ્રવક્તાએ ડર વ્યક્ત કરવાની સાથે ધમકી પણ આપી દીધી. ફારુકીએ કહ્યું કે ભારત સરકાર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરશે તો પાકિસ્તાન તેનો યોગ્ય જવાબ આપશે. તેમણે કહ્યું કે તુર્કી કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સ્ટેન્ડનું સમર્થન કરે છે, તે ભારતને હજમ નથી થતું. ફારુકીએ ભારતથી વધુ એક ડરનો ખુલાસો કર્યો છે. આ અમેરિકા સાથે થનારી

ડિફેન્સ સિસ્ટમ પર થનારી ડીલ છે. તેમણે કહ્યું કે મીડિયા રિપોર્ટ્સ મુજબ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને 1.8 અબજ ડોલરમાં એર ડિફેન્સ સિસ્ટમ વેચવાની મંજૂરી આપી છે, જે યોગ્ય નથી. પાકિસ્તાન મુજબ તેનાથી દક્ષિણ એશિયામાં હથિયારોનો વેપાર શરુ થઈ શકે છે.

રિલેટેડ ન્યૂઝ