બ્રિટનમાં રેકોર્ડ બ્રેક 15 ભારતીય ચૂંટાયા

લંડન: તા. 14
બ્રિટનની ચૂંટણીમાં પીએમ બોરિસ જોનસનની ક્ધઝર્વેટિવ પાર્ટીએ શાનદાર જીત મેળવતા બહુમતીના જાદુઈ આંકડા 326ને પાર કરી લીધો. તો, આ ચૂંટણી મુખ્ય પ્રતિસ્પર્ધી ક્ધઝર્વેટિવ અને લેબર પાર્ટીઓના ભારતીય મૂળના ઉમેદવારો માટે પણ શાનદાર રહી, જેમને સફળતા મળી છે. આ વખતે ભારતીય મૂળના રેકોર્ડ 15 સાંસદ ચૂંટાઈને આવ્યા છે. કેટલાક નવા ચહેરાના પર્દાપણ સાથે જ 12 સાંસદોએ પોત-પોતાની બેઠકો જાળવી રાખી.
અગાઉની સંસદના ભારતીય મૂળના બધા સાંસદોએ પોતાની સીટો સફળતાપૂર્વક કબજો જાળવી રાખ્યો. તો ક્ધઝર્વેટિવ પાર્ટી માટે ગગન મોહિન્દ્રા અને ક્લેયર કોટિન્હો તેમજ લેબર પાર્ટીના નવેન્દ્રુ મિશ્રા પહેલી વખત સાંસદ બન્યા. ગોવા મૂળના કોટિન્હોએ 35,624 મતોની સાથે સુર્રે ઈસ્ટ સીટ પર જીત મેળવી. મોહિન્દ્રાએ હર્ટફોર્ડશાયર સાઉથ વેસ્ટ સીટ પર જીત મેળવી.
સરળ જીત સાથે હાઉસ ઓફ કોમન્સમાં પાછા આવનારા ભારતીય મૂળના સાંસદોમાં બ્રિટનના પૂર્વ ગૃહ મંત્રી પ્રીતિ પટેલ સામેલ રહ્યાં. તેમને જોનસપની નવી કેબિનેટમાં સ્થાન મળવાની શક્યતા છે. પટેલે એસ્સેક્સમાં વિદહામ સીટ પરથી જીત મેળવી. જીત બાદ તેમણે કહ્યું કે, અમે પ્રાથમિકતાઓને પૂરી કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને બ્રેક્ઝિટ અમારી પ્રાથમિકતા છે. સમજૂતી તૈયાર છે અને અમે આગળ વધવા ઈચ્છીએ છીએ. ો, ઈન્ફોસિસના સહ-સંસ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ ઋષિ સુનાક અને પૂર્વ આંતરાષ્ટ્રીય વિકાસ મંત્રી આલોક શર્માએ પણ જીત મેળવી. શૈલેષ વારા નોર્થ વેસ્ટ કેમ્બ્રિજશાયરથી જીત્યા અને ગોવા મૂળના સુએલા બ્રેવરમેનએ ફેયરહામથી જીત મેળવી. વિપક્ષી લેબર પાર્ટી માટે આ પરિણામ ઘણા નિરાશાજનક રહ્યા, પરંતુ ગત સંસદના તેના ભારતીય મૂળના બધા સાંસદો જીતી ગયા. લેબર પાર્ટીના નવેન્દ્રુ મિશ્રાએ સ્કોટપોર્ટ સીટ જીતી લીધી અને તેઓ પહેલી વખત સંસદમાં જશે. ગત ચૂંટણીમાં પહેલી બ્રિટિશ શીખ મહિલા સાંસદ બનીને ઈતિહાસ રચનારાં પ્રીતિ કૌર ગિલએ બર્મિઘમ એડબાસ્ટન સીટ પરથી ફરીથી જીત મેળવી. પાઘડી પહેરનારા પહેલા શીખ સાંસદ તનમનજીત સિંહ ધેસી હાઉસ ઓફ કોમન્સમાં પાછા આવશે. વરિષ્ઠ સાંસદ વિરેન્દ્ર શર્માએ 25,678 મતોથી ઈલિંગ સાઉથહોલ સીટથી જીત મેળવી. પોતાની સીટ જાળવી રાખનારા ભારતીય મૂળના અન્ય સાંસદોમાં લીઝા નંદી અને સીમા મલ્હોત્રા સામેલ છે.

રિલેટેડ ન્યૂઝ