સાર્ક શિખર બેઠક યોજવા ફક્ત એક દેશ તૈયાર નથી: પાકિસ્તાન

ઈસ્લામાબાદ,તા.13
ભારતનો આડકતરો ઉલ્લેખ કરતા પાકિસ્તાને ગુરુવારે કહ્યું હતું કે એક સિવાય દક્ષિણ એશિયાના તમામ દેશો સાર્ક શિખર બેઠક વહેલામાં વહેલી તકે યોજવા તૈયાર છે.
પાક ફોરેન ઑફિસ (એફઓ)ના પ્રવકતા મોહમ્મદ ફૈસલે કહ્યું હતું કે પાકિસ્તાન જેમ
બને તેમ જલદી શિખર બેઠક યોજવા તૈયાર છે. 2016માં ભારતે સાર્ક શિખર બેઠકનો
બહિષ્કાર કર્યો હતો. સાઉથ એશિયન એસોસિયેશન ફોર રિજિયોનલ કોઓપરેશનમાં આઠ દેશ સભ્યો છે.
જમ્મુ અને કાશ્મીરના ઉડીમાં ભારતીય સૈન્ય મથક પર પાકિસ્તાનના ત્રાસવાદીઓએ હુમલો કર્યો હતો તે પછી ભારતમાં ત્રાસવાદી પ્રવૃત્તિઓને પાકિસ્તાન સમર્થન આપી રહ્યું છે. આથી ભારતે 2016માં યોજાયેલી 19મી સાર્ક શિખર પરિષદનો વિરોધ કર્યો હતો. ભુતાન, બંગલાદેશ અને અફઘાનિસ્તાને પણ શિખર બેઠકનો બહિષ્કાર કરવામાં ભારતનો સાથ આપ્યો હતો.
મોહમ્મદ ફૈસલે કહ્યું હતું કે શિખર બેઠક વહેલામાં વહેલી તકે યોજવા એક સિવાય દક્ષિણ એશિયાના તમામ દેશોએ ઈચ્છા વ્યક્ત કરી છે.
ફૈસલે ભારતના નાગરિકત્વ (સુધારા) ખરડાનો પણ વિરોધ કર્યો હતો. અંતિમવાદી હિંદુ વિચારધારા અને રાજકીય મહત્ત્વાકાંક્ષાના ઝેરી મિશ્રણ તરીકે ફૈસલે ખરડાને ગણાવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ