આઇસ બકેટના ચેલેન્જરની અલવિદા

વોશિંગ્ટન તા.11
દુનિયાભરમાં આઈસ બકેટ ચેલેન્જને લોકપ્રિય બનાવનારા પીટ ફ્રેટ્સનું 34 વર્ષની વયે નિધન થયું છે. ફ્રેટ્સ પોતે માનસિક બિમારી એએલએસ(એમ્યોટ્રોફિક લેટરલ સ્લેરોસિસ)થી પીડિત હતા, આ બિમારીને લૂ ગેહરિગ ડિઝીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે આ બિમારી વિશે 2012માં 27 વર્ષની ઉંમરે ખબર પડી હતી. બેઝબોલ ખેલાડી રહી ચુકેલા ફ્રેટ્સે ત્યારબાદ 2014માં તેમણે આઈસ બકેટ ચેલેન્જ શરૂ કરી હતી. જેમાં લોકોએ તેમની પર બરફ વાળા પાણીની ડોલ પોતાની પર ઊંધી કરીને તેનો વીડિયો સોશયલ મીડિયા પર પોસ્ટ કરવાનો હોય છે. આ ચેલેન્જનું મુખ્ય લક્ષ્ય માનસિક બિમારીથી પીડાતા લોકો માટે ભંડોળ એકઠું કરવાનું છે. ફેર્ટ્સ પાસેથી પ્રેરણા લઈને દુનિયાભરના લોકોએ આ ચેલેન્જ એક્સેપ્ટ કરી હતી. જેમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશથી માંડી માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ અને હોલીવુડ સ્ટાર ટોમ ક્રુઝ પણ સામેલ હતા.

રિલેટેડ ન્યૂઝ