મિસ યુનિવર્સની ખરી ‘તાજ’દાર

અટલન્ટા તા.11
આ વર્ષે 2019નો મિસ યુનિવર્સનો ખિતાબ સાઉથ આફ્રિકાની સુંદરીએ જીત્યો છે. 68માં મિસ યુનિવર્સ સમારોહ અમેરિકાના અટલાંટામા રવિવારે આયોજિત કરવામાં આવ્યો હતો. આ ગ્રાન્ડ સમારોહમાં દુનિયાભરની 90 સુંદરીઓ વચ્ચે ભારે ટક્કર જોવા મળી હતી. ત્યારે બધાને પછાડી સાઉથ આફ્રિકાની જોજોબિની તુંજીએ આ ખિતાબ પોતાના નામે કર્યો હતો. તાજ પહેરતી વખતે તે ખુબ ઈમોશનલ થઈ ગઈ હતી.
જોજોબિની તુંજીનુ નામ જ્યારે મિસ યુનિવર્સ માટે જાહેર થયું કે તરત જ રડવા લાગી. કહેવામાં આવી રહ્યું છે કે જોજોબિની તુંજીએ એવી સરસ રીતે સવાલોના જવાબ આપ્યા કે જજ લોકો ઈમ્પ્રેસ થઈ ગયા. જો ભારતની વાત કરીએ તો વર્તિકા સિંહે ભાગ લીધો હતો. જો કે વર્તિકા ટોપ 10માં સ્થાન ન મેળવી શકી. પરંતુ આ પહેલા ભારત તરફથી સુષ્મિતા સેન, લારા દત્તા, માનુષી છિલ્લરે આ ખિતાબ પોતાના નામે કરેલો છે.
મિસ યુનિવર્સ ડોટ કોમ પાસેથી મળેલી જાણકારી અનુસાર જોજોબિની તુંજી મુળ સાઉથ આફ્રિકાના ટોસ્લોની રહેવાસી છે. તેણે સમાજસેવા અને સુધાર માટે સરાહનીય કામ કર્યા છે. ભેદભાવ અને લૈંગિક હિંસા વિરોધમાં પણ આ મહિલાએ કામ કર્યું છે. આ રીતે સોશિયલ મીડિયામાં પણ આ યુવતી ઘણી ફેમસ હતી.

રિલેટેડ ન્યૂઝ