ચીનના વિદ્યાર્થી સૌથી સ્માર્ટ અને અમેરિકાની શાળાના વિદ્યાર્થીઓ ગણિત-વાંચનની ક્ષમતામાં વિશ્વભરનાં બાળકોથી પાછળ..

શિક્ષણના ક્ષેત્રે અબજો રૂપિયાનો ખર્ચ કરવા છતાં અમેરિકી સ્કૂલનાં બાળકો ગણિત અને વાંચવાની ક્ષમતામાં વિશ્વમાં સૌથી પાછળ છે. પ્રોગ્રામ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એસેસમેન્ટ ટેસ્ટનાં પરિણામના વિશ્લેષણ બાદ અમેરિકાના નેશનલ સેન્ટર ફોર એજ્યુકેશન સ્ટેટિક્સે આ દાવો કર્યો છે.વિશ્વભરના 79 દેશોના 6 લાખથી વધુ વિદ્યાર્થી સામેલ થાય. અથાગ મહેનત કરવા છતાં અમેરિકી બાળકોનું પરફોર્મન્સ કેમ નબળું પડી રહ્યું છે.આ મામલે શિક્ષણ નિષ્ણાતો તર્ક આપે છે કે તેની પાછળ સ્કૂલની મર્યાદિત સંખ્યા, વારંવાર ફેરફાર, આર્થિક અસમાનતા, ટેસ્ટની તૈયારી પર વધુ ભાર મૂકવા જેવાં કારણો જવાબદાર છે. વિશ્લેષણમાં આ વખતે પીસા ટેસ્ટમાં જે 15 વર્ષ સુધી અમેરિકી બાળકો સામેલ હતાં.અમેરિકામાં શિક્ષકોની ટ્રેનિંગ અને ગુણવત્તાસભર શિક્ષણ સામગ્રી પહોંચાડવા માટે કેન્દ્રીય સિસ્ટમ નથી.હાર્વર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ એજ્યુકેશનના પ્રોફેસર ડેનિયલ કોરેત્ઝનું કહેવું છે કે હાલનાં પરિણામોથી સ્પષ્ટ થાય છે કે દેશની શિક્ષણ નીતિમાં મૂળથી પરિવર્તનની જરૂર છે. કારણ કે આ એ કામ કરતી નથી. પ્રો. કોરેત્ઝે સૂચન કર્યું કે શિક્ષણ પ્રણાલીની સાથે ક્લાસમાં અભ્યાસ પર નવેસરથી ધ્યાન આપવાની જરૂર છે. સાથે આર્થિક રીતે નબળા અને બિનપ્રવાસીઓને અલગથી સુવિધા આપવી પડશે ત્યારે થોડો સુધાર સંભવ છે.સિંગાપોર, મકાઉ, હોંગકોંગના વિદ્યાર્થી પરફોર્મન્સમાં પણ અમેરિકાથી સારા ચીનની સ્કૂલનાં બાળકોએ મેથ્સ, સાયન્સ અને વાંચન ક્ષમતાના મામલે અન્ય તમામ બાળકોને પાછળ પાડી દીધાં. જ્યારે બ્રિટન, જાપાન, ઓસ્ટ્રેલિયાના વિદ્યાર્થીનું પ્રદર્શન પણ અમેરિકી વિદ્યાર્થીઓ જેવું જ રહ્યું.

રિલેટેડ ન્યૂઝ