તપાસ કમિટીનું કથન ટ્રમ્પએ પદનો દુરુપયોગ કર્યો.

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિરુદ્ધ ચાલી રહેલા મહાભિયોગની તપાસનો અંતિમ રિપોર્ટ તપાસ કમિટીએ મંગળવારે જાહેર કર્યો. તેમાં ટ્રમ્પને તેમના હોદ્દાના દુરુપયોગના દોષિત માનવામાં આવ્યા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગની સુનવણી દરમિયાન નીચલા સદનની તપાસ કમિટીએ તેમને દોષિત માન્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેમણે પોતાના ફાયદા માટે સતાનો દુરુપયોગ કર્યો છે.સાથોસાથ ટ્રમ્પે તેમના વ્યક્તિગત અને રાજકીય ફાયદા માટે તેમની શક્તિઓનો દુરુપયોગ કરીને 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણી માટે તેમના પક્ષમાં યૂક્રેન પાસેથી વિદેશી મદદ માંગી. તપાસ કમિટીના સભ્યોએ કહ્યું, ”ટ્રમ્પે રાષ્ટ્રપતિ ચૂંટણીની અખંડતાને કમજોર કરી છે. સાથે જ તેમણે પદની શપથનું પણ ઉલ્લંઘન કર્યું છે.

રિલેટેડ ન્યૂઝ