ભારતીય સૈન્ય સામે લડવા કાશ્મીરીને ટ્રેનિંગ અપાઇ પાક.માં

પાકિસ્તાનના ભૂતપૂર્વ સરમુખત્યાર પરવેઝ મુશરફની કબૂલાતનો પાકિસ્તાનની રાજનેતાએ જ જાહેર કર્યો વીડિયો
ઈસ્લામાબાદ, તા.14
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશરફે સ્વીકાર્યું છે કે ભારતીય સેના સામે લડવા માટે કાશ્મીરીઓને પાકિસ્તાનમાં ટ્રેનિંગ આપવામાં આવતી હતી. તેમણે કહ્યું કે, ઓસામા બિન લાદેન અને જલાલુદ્દીન હક્કાની જેવા આતંકી પાકિસ્તાનના હીરો હતા. મુશરફના ઈન્ટરવ્યૂનો વીડિયો બુધવારે પાકિસ્તાની રાજનેતા ફરહતુલ્લા બાબરે ટ્વીટર પર શેર કર્યો છે. જો કે આ ઈન્ટરવ્યૂ મુશરફે ક્યારે આપ્યો છે તે અંગેની કોઈ માહિતી મળી નથી.
મુશરફે કહ્યું કે, 1979થી ઘણું બધુ બદલતું આવ્યું છે. અમે પાકિસ્તાનના હકમાં કટ્ટરપંથીઓને પ્રોત્સાહન આપ્યું હતું. અમે સમગ્ર દુનિયામાંથી મઝાહિદીન લઈને આવ્યા હતા. અમે તાલિબાનને ટ્રેનિંગ આપી. તેમને હથિયાર આપ્યા. તાલિબાની, હક્કાની, જવાહિરી અને ઓસામા બિન લાદેન અમારા હીરો હતા. હવે પરિસ્થિતી બદલાઈ ગઈ છે. આ હીરો હવે વિલન બની ગયા છે.
મુશર્રફે કહ્યું કં, 1990ના દાયકામાં કાશ્મીરમાં આઝાદીની લડાઈ શરૂ થઈ હતી. ત્યાંના નાગરિક ભાગીને પાકિસ્તાન આવી રહ્યા હતા. અમે તેમને હીરો બનાવીને ભારતીય સેના સામે લડવાની ટ્રેનિંગ આપી હતી. તે જ હવે લશ્કર-એ-તૈયબા જેવા સંગઠનમાં ફેરવાયા છે. આ પહેલા ધાર્મિક કટ્ટરપંથી હતા જે લોકો તેમના અધિકારની લડાઈ લડતા હતા. હવે આ લોકો આતંકીઓમાં ફેરવાયા છે

રિલેટેડ ન્યૂઝ