H-1B વિઝા બન્યા વધુ ‘મોંઘા

યુએસ સરકારે એપ્લિકેશન ફીમાં
10 ડોલર વધારી દીધા
વોશિંગ્ટન તા. 8
અમેરિકામાં કામ કરનારા લોકોને હવે વીઝા માટે વધુ નાણાં ખર્ચવા પડશે. અમેરિકાએ એચ-1બી વિઝા માટે એપ્લિકેશન ફી 10 ડોલર (અંદાજે 700 રૂપિયા) વધારી દીધી છે. આ ફી નોન-રિફંડેબલ હશે. અમેરિકન નાગરિકતા અને ઈમિગ્રેશન સર્વિસ ની તરફથી નિવેદન રજૂ કરાયું કે આ ફી દ્વારા ઈલેક્ટ્રોનિક રજિસ્ટ્રેશન સિસ્ટમને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે. આથી આવનારા સમયમાં એચ-1બી વિઝા માટે લોકોના સિલેક્શનમાં સરળતા રહેશે.
એચ-1બી વિઝા માટે હાલ અરજી પર 460 ડોલર (અંદાજે 32 હજાર રૂપિયા) લેવામાં આવે છે. આ ઉપરાંત કંપનીઓને છેતરપિંડી અટકાવવા અને તપાસવા માટે 500 ડોલર (અંદાજે 35 હજાર રૂપિયા) વધારે ચુકવવા પડે છે. પ્રીમિયમ ક્લાસમાં 1410 ડોલર (અંદાજે 98 હજાર રૂપિયા)ની વધારે ચૂકવણી કરવી પડે છે.
અમેરિકામાં દર વર્ષે હાઇ-સ્કિલ્ડ વિદેશી કર્મચારીઓને અમેરિકન કંપનીઓમાં કામ કરવા માટે એચ1-બી વીઝા રજૂ કરે છે. ટેક્નિકલ ફીલ્ડની કંપનીઓ દરવર્ષે ભારત અને ચીન જેવા દેશો પાસેથી લાખો કર્મચારીઓની નિમણૂક માટે તેના પર નિર્ભર હોય છે. એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે ટ્રમ્પ પ્રશાસને ભારતીયોને બિનજરૂરી રીતે નિશાન બનાવ્યા અને અહીંના કર્મચારીઓની એચ1-બી વીઝા અરજી સૌથી વધુ રદ્દ કરી છે.

રિલેટેડ ન્યૂઝ