કદાચ ગોલ્ફ વર્લ્ડ કહેશે એક થા ટાઇગર

અમેરિકન ગોલ્ફર ટાઈગર વુડ્સ મંગળવારે એક કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેના જમણા પગ અને ઘુંટણમાં
ગંભીર ઈજા પહોંચી છે. તેમાં સળીયો નાખવો પડ્યો છે. આવી ઈજા પછી રિકવરીમાં લાંબા સમય લાગી શકે છે.
જેના કારણે એ સવાલ પણ ઉઠવા લાગ્યા છે કે, શું 45 વર્ષનો વુડ્સ બીજી વખત ગોલ્ફ રમી શકશે. અનેક એથલીટ આ પ્રકારની ઈજા પછી ફરી મેદાનમાં આવી ચુક્યા છે. અમેરિકન ફૂટબોલના કે.
ક્વાર્ટર - બેક એલેક્સ સ્મિથે પગ તુટ્યા પછી ગયા વર્ષે પુનરાગમન કર્યું હતું. જોકે, સ્મિથને ઘુંટણમાં ઈજા ન હતી. ગોલ્ફર બેન હોગન પણ કાર અકસ્માત પછી પુનરાગમન કરી ચુક્યો છે. તેની ઈજા પણ વુડ્સનીસરખામણીએ ઓછી હતી. આ કારણે વુડ્સનો માર્ગ કપરો હશે. વુડ્સની જુની ઈજાઓ અને પીઠની રિકવરીને લાંબી ખેંચી શકે છે. આ કારણે તેના ફરીથી રમવાની આશા પણ ઓછી રહેશે. તેનો ઈલાજ કરી રહેલા ભારતીય મૂળના ડોક્ટર
અનીશ મહાજને જણાવ્યું કે, નવુડ્સની માંસપેશીઓમાં એટલો સોજો આવ્યો છે કે, સર્જનને દબાણ ઘટાડવા માટે તેના કવરિંગ ટિશ્યૂ કાપવા પડ્યા છે.થ વર્સસ્ટરના યુમેસ મેમોરિયલ મેડિકલ સેન્ટરમાં ઓર્થોપેડિક ટ્રોમાના વડા ડો. આર. મેલ્કમ સ્મિથે જણાવ્યું કે, કાર અકસ્માતમાં દરરોજ આવા કેસ આવતા રહે છે. તેમના અનુસાર આ પ્રકારે નીચલા પગના ફ્રેક્ચર વિકલાંગતા અને ગંભીર પરિણામ લાવે છે.

રિલેટેડ ન્યૂઝ