હવે બ્રહ્માંડમાં લગ્ન-સફર માટે શરૂ થશે સ્પેસ-ટ્રાવેલિંગ

હવે સ્પેસ વેડિંગનું સપનું સાકાર થઈ શકશે. સ્પેસ બલૂનમાં બેસી 1 લાખ ફૂટ ઊંચાઈએ લગ્ન કરી શકાશે. અમેરિકાના ફ્લોરિડાની કંપની ર્સપેક્ટિવે ખાસ સ્પેસ બલૂન તૈયાર કર્યું છે. તે ફૂટબોલ સ્ટેડિયમ જેટલું છે. એક વખત સ્પેસ બલૂનની ટ્રિપ માટે 93 લાખ રૂપિયાનો ચાર્જ આપો પડશે. વર્ષ 2024થી કંપની તેની આ સર્વિસ શરૂ કરશે. સ્પેસ કેપ્સૂલને 30 કિલોમીટરનાં અંતરે પહોંચવા માટે 2 કલાકનો સમય લાગે છે. રિટર્નમાં તેને પાણીમાં ઉતારવામાં આવશે.
એક સાથે 8 લોકોને લઈ જશે
કંપનીનો દાવો છે કે ઘણા લોકોએ અંતરિક્ષ યાત્રા માટે અત્યારથી બુકિંગ કરાવી લીધું છે. તો કેટલાક લોકોએ તેને લગ્ન માટે પસંદ કર્યું
છે. સ્પેસ બલૂન એક ટ્રિપમાં 8 લોકોને સફર કરાવશે. તેના માટે એડવાન્સ બુકિંગ જૂન મહિનાથી શરૂ થઈ ગયું છે. સ્પેસ બલૂનનું બુકિંગ કોર્પોરેટ ઈવેન્ટ અને બર્થ ડે સેલિબ્રેશન માટે પણ કરી શકાશે.
કંપનીએ આ
વર્ષે જૂનમાં તેનું ટેસ્ટિંગ શરૂ કર્યું. તેને (નાસાના)ના કેનેડી સ્પેસ સેન્ટર પાસે બનેલા સ્પેસ કોસ્ટ સ્પેસપોર્ટથી છોડવામાં આવ્યું હતું. આ બલૂનનું નામ નેપ્ચ્યુન વન છે. કંપનીનો દાવો છે કે, સ્પેસફ્લાઈટ માટે 2024 સુધી બુકિંગ થઈ ગયું છે. હવે 2025 માટે બુકિંગ લેવાનું શરૂ કરાયું છે. કંપનીની વેબસાઈટ પરથી તેનું બુકિંગ કરાવી શકાય છે. બલૂનને 30 કિલોમીટરે પહોંચતા 2 કલાકનો સમય લાગે છે. રિટર્નમાંતેને પાણીમાં છોડવામાં આવશે. કંપનીના જણાવ્યા પ્રમાણે સ્પેસ ટ્રાવેલ કરવા માટે કોઈ ખાસ કપડાં કે તૈયારીની આવશ્યકતા નહિ રહે.
ભવિષ્યમાં યુરોપમાં ફરવા જેટલું જ સરળ સ્પેસ ટ્રાવેસ બનશે. તેના માટે
ખાસ પ્રકારના કપડાં પહેરવાની પણ જરૂર નહિ રહે. તેમાં પ્લેનની જેમ જ મુસાફરોને બેસાડવામાં આવશે. તેની સફર સુરક્ષિત અને આરામદાયક હશે.
સ્પેસશિપ નેપ્ચ્યુન બલૂનને જેન પોઈન્ટર અને ટેબર મેક્લમે
મળીને બનાવ્યું છે. તેમના સ્ટાર્ટ અપનું નામ ગત વર્ષે વર્લ્ડ વ્યૂ હતું, જે સેન્સરની મદદથી અંતરિક્ષની તસવીરો લેવાનું કામ કરતી હતી. આ સેન્સરને વાયુમંડળમાં જતા બલૂનમમાં અટેચ કરવામાં આવતા હતા. ‘સ્પેસશિપ નેપ્ચ્યુન’નો વિચાર પણ અહીંથી જ આવ્યો.

આટલી સુવિધાઓ મળશે
4 સ્પેસ બલૂનની સફરમાં પૃથ્વીને 360 ડિગ્રી સુધી જોઈ શકાશે
4 બલૂનમાં નાહવા માટે બાથરૂમ, બાર અને વાઈફાઈની પણ સુવિધા મળશે
4 નિયત કરેલી ઊંચાઈ સુધી પહોંચ્યા બાદ ચારે બાજુ 725 કિલોમીટર સુધી જોઈ શકાશે.
4 સ્પેસ ટ્રાવેલ દરમિયાન બ્રેકફાસ્ટ અને કોલ્ડ ડ્રિન્ક્સ ઓર્ડર કરી શકાશે.
4 બલૂનમાં નોન
ગ્લેર વિન્ડો હોવાથી બહારના દૃશ્યો એકદમ સ્પષ્ટ જોઈ શકાશે.

રિલેટેડ ન્યૂઝ