હમ PM હૈ તો ક્યા હુઆ ફેશન વાલે હૈ…

ફિનલેન્ડના 34 વર્ષના વડાપ્રધાન સના મારીને ફેશનપત્રિકાના ઇન્સ્ટ્રાગ્રામ માટે ફોટા પડાવતા વિવાદ થયો છે. તેમના આ પ્રોફેશનલ વર્તન અંગે સોશિયલ મીડિયામાં ચર્ચા છેડાઇ છે. પહેલાં તો સનાની ટીકા ખૂબ થઇ પરંતુ તે પછી તેના સમર્થનમાં પણ અનેક લોકો આવ્યા હતા. એક તસ્વીરમાં વડાપ્રધાન સના લો કટ બ્લેઝર પહેર્યુ હતું. ટીકાકારોએ લખ્યું કે આ પોશાક શરીરનું પ્રદર્શન કરનારો છે અને તેની ઉંમરની મહિલાની સરખામણીમાં પ્રોફેશનલ અંદાજ જણાતો નથી. સના આમ તો વિવિધ પરીધાનની શોખીન છે પરંતુ ફેશન પત્રિકા માટેની તસ્વીર કેટલાક લોકોને પસંદ આવી નહી. થોડાક સમય આ ટ્રેન્ડ ચાલ્યો એ પછી અનેક યુવતીઓ આઇ એમ વીથ સના હેશ ટેગ સાથેની પોસ્ટ કરીને સમર્થનમાં આવી. ઘણા પુરુષો-મહિલાએ સના જેવા બ્લેઝર પહેરેલા ફોટા પણ પોસ્ટ કર્યા હતા. કોઇએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પૂતિનની તો ટોપલેસતસ્વીરોનો દાખલો આપીને સનાનો વિરોધ થવો જોઇએ નહી એવી દલીલ કરી હતી.

ઇન્સ્ટગ્રામ સહિતના સોશિયલ મીડિયામાં પોતાના-પરિવારના ફોટા પોસ્ટ કરતી રહે છે.

થોડાક સમય પહેલા બોયફેન્ડ માર્કસ ટકિસડો સાથે લગ્ન કર્યા ત્યારે વેડિંગ ગાઉન પહેરેલી તસ્વીર પોસ્ટ કરીને જાણકારી આપી હતી. સના મોટી સંખ્યામાં ફેન ફોલોવર ધરાવે છે પરંતુ હાલમાં ફેશન પત્રિકા માટે ફોટા પડાવતા વિવાદ થયો છે.યૂરોપના નાનકડા ફિનલેન્ડ દેશની કમાન યુવા મહિલાઓના હાથમાં છે. સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીની સાના મરીન 34 વર્ષની નાની ઉંમરે વડાપ્રધાનપદ સંભાળે છે. સના માત્ર ફિનલેન્ડ જ નહી વિશ્વની સૌથી નાની ઉંમરની વડાપ્રધાન છે. સાના મરીન એડમિનિસ્ટ્રેટિવ સાયન્સમાં સ્નાતક સાના મરીન વર્ષ 2012માં ટેમ્પેયર ટાઉન કાઉન્સિલની સભ્ય બની હતી.

રિલેટેડ ન્યૂઝ