વોર્મઅપ મેચમાં અફઘાનિસ્તાનનો વિન્ડિઝ સામે 56 રને વિજય

ગઈકાલના અફઘાનિસ્તાન અને વિન્ડિઝ વચ્ચેના વોર્મઅપ મેચમાં વિન્ડિઝનો પરાજય થયો હતો. અફઘાનિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. અફઘાનિસ્તાનના બંને ઓપનર હઝરતુલ્લાહ ઝાઝાઈએ 56 રન અને મોહમ્મદ શહઝાદે 54 રન ફટકાર્યો હતા. જ્યારે ગુરબાઝે 33 અને નઝીબુલ્લાહે 23 રન ઝૂડી કાઢતા અફઘાનિસ્તાનની ટીમ 20 ઓવરમાં 5 વિકેટે 189 રનનો જુમલો નોંધાવી શકી હતી. ઓબેડ મેકકોયે 2વિકેટ ઝડપી હતી. ત્યારબાદ વિજય મેળવવા માટે 190 રન બનવવા મેદાને પડેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ 20 ઓવરમાં 5 વિકેટે માત્ર 133 રન જ બનાવી શકી હતી. જેમાં રોસ્ટન ચેઝના 54 રન અને નિકોલસ પૂરનના 35 તથા આન્દ્રે રસેલના 11
રન હતા. આ સિવાયના બેટધરો નિષ્ફળ રહ્યા હતા. અફઘાનિસ્તાન વતી મોહંમદ નબીએ 3 અને નવીન ઉલ હકક અને કરીમ જનતે 1-1 વિકેટ ઝડપી હતી.

રિલેટેડ ન્યૂઝ