રંગભેદની લડાઈ હવે રમતના મેદાનમાં

કિંગ્સટન, તા.3
વેસ્ટ ઇન્ડિઝના ટી-20 વર્લ્ડ કપ વિજેતા કપ્તાન ડેરેન સેમીએ આઇસીસીને આગ્રહ કર્યો છે કે ક્રિકેટ જગત રંગભેદ વિરૂધ્ધ આવજ ઉઠાવે તે જરૂરી છે. સેમીએ આ બયાન અફ્રિકી મૂળના અમેરિકી જોર્જ ફ્લોયડની યૂએસએમાં મોત બાદ આપ્યું છે. એક શ્વેત પોલીસ અધિકારીએ તેની ગરદન દબાવીને મોત નિપજાવ્યોનો આરોપ છે. આ ઘટના બાદ પૂરા અમેરિકામાં હિંસક તોફાન ફાટી નીકળ્યા છે.
હવે આ મામલે
કેરેબિયન ક્રિકેટર ડેરેન સેમીએ સોશિયલ મીડિયા પર પોતાનો રોષ વ્યકત કરતા કહ્યું છે કે રંગભેદ ફકત અમેરિકામાં જ નહીં દુનિયાભરના અશ્વેતોને સહન કરવું પડે છે. તેણે સવાલ કર્યો છે કે શું આઇસીસી અને બાકીના તમામ બોર્ડને એ દેખાતું નથી કે મારા જેવા લોકો સાથે કેવો વ્યવહાર થાય છે. અમારી સાથે થતો સામાજિક અન્યાય નજરે પડતો નથી. ફકત અમેરિકામાં જ નહીં આવી ઘટનાઓ વિશ્વભરમાં થતી રહે છે. હવે ચૂપરહેવાનો સમય નથી. હું તમારો અવાજ સંભાળવા માંગુ છું. લાંબા સમયથી અશ્વેત લોકો સહન કરી રહ્યા છે. જોર્જ ફ્લોયડના મૃત્યુથી હું દુ:ખી છું. ક્રિકેટ જગત પણ અમારી વાતનું સમર્થન કરશે તેવું સેમીનું
માનવું છે.
ટાઈગર વૂડે પણ હત્યા વખોડા
વોશિંગ્ટન, તા.2: દિગ્ગજ ગોલ્ફર ટાઇગર વૂડસે પહેલીવાર જોર્જ ફ્લોયડના મોત પર પહેલીવાર પ્રતિક્રિયા આપી છે. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે ફ્લોયડ, તેના
પરિવાર અને એથી મુશ્કેલીનો સામનો કરી રહેલ હર કોઇ પ્રત્યે તેની હમદર્દી છે. વૂડસે આગળ લખ્યું છે કે કાનૂન લાગૂ કરનારા પ્રત્યે મને સન્માન છે. તેમને ખબર હોય છે કે તેમણે બળપ્રયોગ કયારે કરવો. આ ચોંકાવનારી ત્રાસદી છે. સ્પષ્ટ રૂપે જોવા મળે છે કે આ સીમાને પાર કરવામાં આવી છે. વૂડસે લોકોને શાંતિની અપીલ કરી છે. તેમણે અહિસંક રીતે લોકોને પોતાની વાત રજૂ કરવા કહ્યું છે.

રિલેટેડ ન્યૂઝ