યૂરોપ ફરી લોકડાઉન તરફ, ફ્રાન્સમાં કફર્યુ, જર્મની એલર્ટ!

કોરોનાના કહેરથી યૂરોપિય દેશોમાં ફરી હાહાકાર

કોરોના વાયરસનો કહેર દુનિયાભરમાં ચાલી રહ્યો છે. ભારતમાં હાલ અનલોકની પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન યુરોપમાંથી ચિંતા વધારનારા સમાચાર સામે આવ્યા છે. યુરોપના ઘણા દેશોમાં કોરોના વાયરસની બીજી વેવ શરૂ થઈ ગઈ છે, જે કેટલીક જગ્યાઓ પર પહેલાથી પણ વધુ ખતરનાક છે. આ કારણે કેટલાક દેશોમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવી રહ્યું છે. ફ્રાન્સમાં કર્ફ્યૂ જેવી પરિસ્થિતિ બની ગઈ છે. એવામાં દુનિયાના એક છેડા પર લોકડાઉન ફરીથી લાગૂ કરવામાં આવી રહ્યું છે, તો ભારતમાં અનલોક ચાલી રહ્યું છે. એવામાં કોરોના કેવા સંકેત આપી રહ્યું છે તે સમજવું જરૂરી છે.
ચીન બાદ શરૂઆતમાં કોરોનાએ યુરોપમાં જ પોતાની અસર બતાવી હતી, પરંતુ ત્યારબાદ તે અમેરિકા થઈને રશિયામાં ફેલાઈ ગયો.
યુરોપના ઘણા દેશ જેમાં ફ્રાન્સ, બ્રિટન, ઈટલી, જર્મની સામેલ છે, તેમણે પોતાના દેશોમાંથી પ્રતિબંધ હટાવી દીધા હતા અને પાછું જીવન સામાન્ય બની ગયું હતું. પરંતુ છેલ્લાં 10 દિવસમાં તસવીર સંપૂર્ણરીતે બદલાઈ ગઈ. ના જણાવ્યા અનુસાર, છેલ્લાં એક અઠવાડિયામાં યુરોપમાં કોરોનાના કારણે અત્યારસુધીના કુલ 16 ટકા મોત નોંધાયા છે, જે આંકડો ડરાવનારો છે. તેમાં ફ્રાન્સ, જર્મની એવા દેશ છે, જ્યાં સૌથી વધુ સંખ્યામાં કોરોનાના નવા મામલા આવી રહ્યા છે.
કોરોનાના વધતા પ્રભાવને કારણે યુરોપીય દેશોમાં ફરીથી કર્ફ્યૂની સ્થિતિ આવી છે. ફ્રાન્સમાં હવે રાત્રે નવ વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂરહેશે. જોકે, હાલ તે પેરિસ અને આસપાસના કેટલાક શહેરો સુધી સીમિત રહેશે. જ્યારે અન્ય આઠ મેટ્રો શહેરોમાં પણ કડકાઈ વર્તવામાં આવી રહી છે. ફ્રાન્સે મેડિકલ ઈમરજન્સીની જાહેરાત કરી છે. ફ્રાન્સ ઉપરાંત
જર્મનીએ ફરીથી હેલ્થ સર્વિસને એલર્ટ પર મુકી દીધી છે અને હોસ્પિટલોમાં કોવિડ સ્પેશિયલ વોર્ડ બનાવવા કહ્યું છે. આ બે દેશો ઉપરાંત ઈંગ્લેન્ડ, ચેક રિપબ્લિક અને અન્ય કેટલાક દેશોમાં કેસ વધ્યા છે. અનુસાર, છેલ્લાં એક અઠવાડિયામાં યુરોપમાં રોજ એક લાખ મામલા સામે આવ્યા છે.
એક તરફ યુરોપ ફરીથી લોકડાઉન તરફ આગળ વધી રહ્યું છે તો ભારતમાં હવે અનલોકની પ્રક્રિયા ચાલી રહી છે. 15 ઓક્ટોબરથી જ અનલોક
અંતર્ગત સિનેમા હોલ અને અન્ય કેટલાક સ્થળો ખોલી દેવામાં આવ્યા છે. જોકે, હજુ પણ કેટલાક રાજ્યોએ કડકાઈનું પાલન ચાલુ રાખ્યું છે અને ક્ધટેન્મેન્ટ ઝોનમાં કોઈપણ પ્રકારની બેદરકારી વર્તવામાં આવી નથી રહી. પરંતુ હવે જ્યારે તહેવારોની સિઝન આવી રહી છે, ત્યારે ભારતની ચિંતા વધી રહી છે. થોડાં દિવસ અગાઉ મોદીએ પણ એક કેમ્પેનની શરૂઆત કરી હતી, જેમાં લોકોને તહેવારો દરમિયાન સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી હતી. દેશમાં કોરોના કેસની સંખ્યામાં દરરોજ ઘટાડો આવી રહ્યો છે, જે એક સારો સંકેત છે. સાથે જ હવે દેશમાં કોરોનાના કેસ ડબલ થવાનો સમય પણ 25ને બદલે 70 દિવસનો થઈ ગયો છે.

રિલેટેડ ન્યૂઝ