મસૌથી મોંઘા શોખ ધરાવતું કબૂતર

કેટલાક લોકો તેમના પાલતુ પ્રાણીઓ પાછળ પાગલ હોય છે. તેમને સારી સુવિધાઓ, ખોરાક આપે છે. તેઓ તેમના પર ખુબ જ પ્રેમ વરસાવે છે. લિંકનશાયરમાં રહેતી એક છોકરી મેગી જોહ્ન્સન પણ તેમાંથી એક છે. તે તેના 2 કબૂતરો પર દર મહિને 30 હજારથી 40 હજાર રૂપિયા ખર્ચ કરે છે. એટલું જ નહીં, તેના કબૂતર પણ ખૂબ ફેશનેબલ છે. તેમનું વોર્ડરોબ જોઈને કોઈ પણ તેમના પર તેના કપડા જોઈને કોઈ પણ તેમના પર ઈર્ષા કરી શકે છે. મેગી જોહ્ન્સન પ્રાણીઓ અને પક્ષીઓને ખૂબ પ્રેમ કરે છે. તેને થોડા સમય પહેલા 2 ઘાયલ કબૂતરો મળ્યા હતા. તે તેને ઘરે લઈ આવી અને તેની ખૂબ કાળજી લીધી. બાદમાં તેણે તેમનું નામ સ્કાય અને મૂસ રાખ્યું. તે બંને માટે ડિઝાઇનર ડ્રેસ બનાવે છે અને તેમના પર હજારો રૂપિયા ખર્ચ કરે છે. મેગી આ કબૂતરોની ખરીદી, ખોરાક અને અન્ય સુવિધાઓ પર દર મહિને લગભગ 40 હજાર રૂપિયા ખર્ચ કરે છે. તેના કપડામાં સારું કલેક્શન છે. જેમાં



કબૂતરોના સુંદર ડિઝાઇનર ડ્રેસ છે. તેણે અત્યાર સુધીમાં આ કબૂતરો પર લાખો રૂપિયા ખર્ચ્યા છે. મેટ્રો યુકેના એક રિપોર્ટ અનુસાર, 23 વર્ષીય મેગી કબૂતરોની સંભાળ અંગે ખૂબ જ સાવધ છે. તે તેમના આરામની
સંપૂર્ણ કાળજી લે છે. તેણી તેમને નિયમિત ધોરણે ફરવા પણ લઈ જાય છે. તમને સાંભળીને નવાઈ લાગશે કે મેગીએ આ કબૂતરો માટે અલગ બેડરૂમ પણ બનાવ્યો છે. તેમના માટે સોફ્ટ રમકડાં છે જેથી કબૂતરો તેમની સાથે રમી શકે. મેગીને આ બે કબૂતરો ઘાયલ હાલતમાં ક્યાંક પડેલા મળ્યા હતા. ત્યારથી તેણે તેમની ખૂબ કાળજી લીધી. તેમને ઘણા અઠવાડિયા સુધી ટ્યુબની મદદથી ખાવાનું ખવડાવ્યું. આમાંથી મૂસ નામના કબૂતરને માત્ર એક જ આંખ છે. મેગી કહે છે કે આવી પરિસ્થિતિમાં તેના માટે બહાર ઉડવું સલામત નથી. મેગી પાસે પણ આ જ રીતે બચાવેલ એક કૂતરો પણ છે.





રિલેટેડ ન્યૂઝ