મલેશિયામાં કોરોના કટોકટી, ચીનમાં ફરી લોકડાઉન

ચીનના વુહાનમાં કોરોના વાઇરસની શરૂઆત થઇ હતી, જે બાદમાં સમગ્ર વિશ્વમાં પહોંચી ગયો છે. આ સિૃથતિ વચ્ચે વિશ્વ આરોગ્ય સંસૃથા (ડબલ્યુએચઓ) વુહાનની મુલાકાત માટે પોતાના 10 સભ્યોની ટીમને રવાના કરશે.
આ ટીમ સિંગાપોરથી સીધી ચીનના વુહાન શહેરમાં પહોંચશે કે જ્યાં વાઇરસની શરૂઆત થઇ હતી. વાઇરસ ખરેખર કેવી રીતે અને ક્યાંથી ફેલાયો તેની જાણકારી મેળવવામાં આવશે. જ્યારે ચીનમાં ફરી
લોકડાઉન જાહેર કરાયું છે અને મલેશિયાએ કોરોનાને કારણે કટોકટી જાહેર કરી છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને કહ્યું હતું કે વર્તમાન આયોજન મૂજબ ડબલ્યુએચઓની ટીમ 14મી જાન્યુઆરીએ
સિંગાપોરથી વુહાન પહોંચશે. વિશ્વમાં લાખો લોકોનો ભોગ લેનારા કોરોના વાઇરસની તપાસ માટે સંસૃથાની ટીમ ચીન પહોંચી રહી છે, જેને કારણે હવે એ સત્ય પણ બહાર આવી શકે છે કે આ વાઇરસ ચીનથી જ ફેલાયો છે. જ્યારે ચીન આ સત્યને નકારી રહ્યું છે અને અગાઉ સંસૃથાની મુલાકાતને પણ મંજૂરી નહોતી આપી.
બીજી તરફ ચીનમાં ફરી લોકડાઉનને લંબાવી દેવામાં આવ્યું છે. મંગળવારથી ચીનના કેટલાક શહેરોમાં સાત દિવસ માટેલોકડાઉન જાહેર કરાયું છે. જ્યારે દેશભરના નાગરિકોને કહેવામાં આવ્યું છે કે તેઓ સાત દિવસ માટે પોતાના ઘરોમાં જ રહે. ખાસ કરીને વુહાનમાં આકરા લોકડાઉનને ફરી લાગુ કરવુ પડયું છે. દરમિયાન ચીનમાં એક
મહત્વની પોલિટિકલ કોન્ફરન્સ યોજાવા જઇ રહી હતી, જોકે કોરોનાના કેસોને કારણે તેનો સમય હાલ લંબાવવામાં આવ્યો છે. મલેશિયામાં કોરોના વાઇરસની મહામારીને કારણે ઇમર્જન્સી લાગુ કરી દેવામાં આવી છે. મલેશિયાના કિંગે મંગળવારે ઇમર્જન્સીને મંજૂરી આપી દીધી છે અને સંસદને ઓગસ્ટ મહિના સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. જોકે મલેશિયામાં કોઇ પણ પ્રકારનું કરફ્યૂ લાગુ નહીં કરાય કે સૈન્યનો ઉપયોગ નહીં કરાય તેમ પ્રશાસને કહ્યું હતું. અમેરિકામાં ભારતીય-અમેરિકન મહિલા સાંસદ પ્રમિલા જયપાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 55 વર્ષીય પ્રમિલાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ મે ખુદને સારવાર આપવાનું શરૂ કરી દીધુ છે.

રિલેટેડ ન્યૂઝ