ફેસબૂક-વોટ્સઅપના માલિકો જ પોતાની ચેટિંગ એપ.નો ઉપયોગ કરતા નથી!

દુનિયા આખીને ધંધે લગાડનારાને પોતાનો ડેટા લીક થવાનો ભય?

ઝુકરબર્ગ સિગ્નલ એપનો ઉપયોગ કરી રહ્યાં છે

ભલે સમગ્ર વિશ્ર્વમાં મોટેભાગના મોબાઇલ વપરાશકર્તાઓ ચેટિંગ માટે વોટસએપનો ઉપયોગ કરે છે. પરંતુ ખુદ વોટસએપ માલિકો આ એપ્લિકેશનનો ઉપયોગ ચેટિંગ માટે કરતા નથી. તાજેતરમાં જ બહાર આવ્યું છે કે ફેસબુકના સ્થાપક અને વોટસએપના માલિક ખફસિ ણીભસયબિયલિ પોતે તેમની ચેટિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરતા નથી.
તાજેતરમાં જ ફેસબુકના 53.3 મિલિયન યુઝર્સના ડેટા લીક થયાનો મામલા સામે આવ્યો છે. યુઝર્સ જ નહીં, પરંતુ કંપનીના સીઈઓ માર્ક ઝૂકરબર્ગના
ડેટા લીક થવાના સમાચારથી સનસનાટી મચી ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ડેટા લીકથી બહાર આવ્યું છે કે ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ જશલક્ષફહ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે.
ખરેખર, ઝકરબર્ગનો ફોન નંબર 53.3મિલિયન ફેસબુક વપરાશકર્તાઓના લીક થયેલા ડેટામાંથી છે. એક ઓનલાઈન રિપોર્ટ અનુસાર ઝકરબર્ગનો ફોન નંબર અને ફેસબુક યુઝર આઈડી ઉપરાંત તેનું નામ, લોકેશન, લગ્ન સંબંધી માહિતી અને જન્મ તારીખ લીક થઈ ગઈ
છે.
ખરેખર એક સુરક્ષા સંશોધનકારે જાહેર કર્યું કે ઝકરબર્ગ તેના લીક થયેલા ફોન નંબર પરથી સિગ્નલનો ઉપયોગ કરે છે. માર્ક ઝુકરબર્ગ તેની પોતાની ગોપનીયતાની કાળજી લેવા માટે સિગ્નલનો ઉપયોગ કરી રહ્યો
છે, જે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન પ્રદાન કરે છે.
સિક્યુરિટી એક્સપર્ટ ડેવ વોકરે ટ્વિટર પર ઝકરબર્ગના લીક થયેલા ફોન નંબરનો સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો હતો જેમાં લખ્યું હતું કે, માર્ક ઝુકરબર્ગ
સિગ્નલ પર છે. ડેવ વોકરે કહ્યું છે કે, ફેસબુક પાસે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન નથી, તેથી માર્ક ઝુકરબર્ગ સિગ્નલનો ઉપયોગ કરીને પોતાની ગોપનીયતાની સંભાળ લઈ રહ્યો છે.

રિલેટેડ ન્યૂઝ