ફર્સ્ટ લેડી ઑફ USને એપ્રિલ ફૂલ બનાયા તો કિસી કો ગૂસ્સા ન આયા

અમેરિકાના ફર્સ્ટ લેડી જિલ બાઈડને ગુરૂવારે તેમના સ્ટાફ અને પત્રકારોને એપ્રિલ ફૂલ બનાવ્યા હતા. ગુરૂવારે તેઓ એક ટ્રિપ પરથી પરત ફરી રહ્યા હતા ત્યારે એપ્રિલ ફૂલ બનાવવા માટે તેમણે ફ્લાઈટ એટેન્ડેન્ટ બનીને લોકોને આઈસ્ક્રીમ આપ્યો હતો.
પ્રમુખ જો બાઈડનના પત્ની જિલ ગુરૂવારે કેલિફોર્નિયાની મુલાકાત બાદ વોશિંગ્ટન પરત ફરી રહ્યા હતા. ત્યારે કાળો ફેસ માસ્ક પહેરેલી અને ટૂંકા
કાળા વાળ ધરાવતી એક મહિલાએ સ્ટાફ, સિક્રેટ સર્વિસ અને પ્રેસને આઈસ્ક્રીમ આપ્યો હતો. આ મહિલાના ડ્રેસ પર રહેલા નેમ ટેગમાં તેનું નામ જેસ્મિન લખ્યું હતું. તેની પાંચ મિનિટ બાદ પ્રેસ સેક્શનમાંજેસ્મિન ફરીથી આવી હતી ત્યારે તેની વિગ ન હતી અને તમામના આશ્ચર્ય વચ્ચે તે જિલ બાઈડન હતા. જિલ બાઈડને પત્રકારોને કહ્યું હતું, એપ્રિલ ફૂલ! આ આઈસ્કીમ બારની ઘટા પ્રથમ વખત નથી જ્યારે જિલ બાઈડને
પ્લેનમાં તેમના સાથી ટ્રાવેલર્સને એપ્રિલ ફૂલ બનાવ્યા હોય. જો બાઈડન જ્યારે અમેરિકાના ઉપપ્રમુખ હતા ત્યારે પણ તેમણે એર ફોર્સ ટુમાં સાથી ટ્રાવેલર્સને એપ્રિલ ફૂલ બનાવ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ