પુસ્તકનો વિવાદ ઓબામાને ફળ્યો

24 કલાકમાં 9 લાખ નકલ વેચાઈ: 6 કરોડ ડોલર રળી લીધા

અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાનાં સંભારણાં (મેમોર્સ)ના પુસ્તકની નવ લાખ નકલો માત્ર 24 કલાકમાં ચપોચપ ઊપડી ગઇ હતી એવા અહેવાલ પ્રગટ થયા હતા. આ પુસ્તકની કિંમત ફક્ત 45 ડોલર્સ છે.બરાક ઓબામાનાં સંસ્મરણોના પુસ્તક ‘અ પ્રોમિસ્ડ લેન્ડ’ની નકલો બજારમાં આવતાંની સાથે જ ધડાધડ ઊપડી હતી. પુસ્તક બજારમાં મૂકાયાના પહેલા ચોવીસ કલાકમાં આ પુસ્તકની આઠ લાખ 90 હજાર નકલો વેચાઇ ગઇ હતી.
આ પુસ્તકના કેટલાક અંશો પુસ્તકની પરિચયાત્મક સમીક્ષા રૂપે ન્યૂયોર્ક ટાઇમ્સ અખબારે પ્રગટ કર્યા હતા. એમાં ભારતના કોંગ્રેસી નેતા રાહુલ
ગાંધી અને ભૂતપૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંઘ વિશેના ઉલ્લેખોએ ભારતના સાહિત્ય રસિકોમાં પણ આ પુસ્તક વિશે સારો રસ જગાડ્યો હતો. આ પુસ્તકના પ્રકાશક પેંગ્વીન રેન્ડમ હાઉસના પ્રવક્તા ડેવિડ



ટ્રેકે કહ્યું કે પહેલાં દિવસના આ વેચાણથી અમે ખૂબ ખુશ છીએ. એનો અર્થ એ છે કે વાચકો બરાક ઓબામાનાં સંસ્મરણો વાંચવા ઉત્સુક હતા. આ પુસ્તકના આગોતરા ઓર્ડર્સ પણ નોંધાયાં હતાં. ઓનલાઇન બુકિંગ પણ થયું
હતું. પુસ્તક બજારમાં આવતાં એને ખરીદવા રીતસર ધસારો થયો હતો. આ પુસ્તકના વેચાણથી એના પ્રકાશક પેંગ્વીન અને લેખક બરાક ઓબામા બંનેને છ છ કરોડ ડોલર્સ મળશે. આ પુસ્તક અત્યારે જ બેસ્ટ સેલર બની રહ્યું હતું.





રિલેટેડ ન્યૂઝ