પાકિસ્તાનમાં મહિલાએ એક સાથે સાત બાળકને જન્મ આપ્યો: તબીબો અચંબિત

- અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટમાં પાંચ બાળકનું જણાયું હતું: મહિલા અને બાળકોની સ્થિતિ હાલ સ્થિર

જોડિયા બાળકો થવા તેવા કેસો આપણે સામાન્ય રીતે સાંભળતા હોઈએ છે, વધુમાં વધુ 3થી 4 બાળકો જન્મવાની ખબરો સામે આવતી રહેતી હોય છે. પરંતુ કોઈ આ વાત પર ક્યારેય વિશ્વાસ નહી કરે કે કોઈ મહિલા એક સાથે 7 બાળકોને જન્મ આપી શકે છે. પાકિસ્તાનથી એક ખબર સામે આવી છે, જેમાં એક મહિલાએ એક સાથે એક-બે નહીં પણ 7 બાળકોને જન્મ આપ્યો છે. તે બાળકોમાં ચાર દીકરા અને ત્રણ દીકરીઓ છે. ચોંકાવનારી બાબત તો એ છે કે સાત બાળકો તદ્દન સ્વસ્થ છે. આ ઘટનાથી ડોક્ટરો પણ ચોંકી ગયા છે. આ મહિલાને 7 બાળકો અગાઉ પણ બે દીકરી છે, તેમને ગણીને હવે તેમની પાસે કુલ 9 બાળકો છે.
આ ઘટના પાકિસ્તાનના ખેબર પખ્તૂનખ્વામાં સ્થિત એબટાબાદ શહેરની છે. ત્યાં જિન્ના ઈન્ટરનેશનલ હોસ્પિટલમાં આ મહિલાની સારવાર ચાલી રહી હતી.
બાળકો જન્મ્યા બાદ બાળકોના પિતા યાર મોહમ્મદે ડોક્ટરોને જણાવ્યું કે અમને અગાઉથી જ ખ્યાલ આવી ગયો હતો કે ગર્ભમાં એકથી વધુ બાળકો છે પરંતુ સાત-સાત બાળકો હશે તેવો તો અંદાજો પણ નહોતો. યાર મોહમ્મદના નિવેદન અનુસાર ડોક્ટરોની ટીમે હોસ્પિટલમાં મહિલાનું તાત્કાલીક ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું. અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટમાં પાંચ બાળકો હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ નક્કી થયુ હતું કે



મહિલાનું ઓપરેશન કરવામાં આવે. મહિલાનું ઓપરેશન કરવામાં આવ્યું અને એક-એક કરીને સાત બાળકોએ જન્મ લીધો. મહિલા અને બાળકોની સ્થિતિ હાલ સ્થિર જણાવાઇ રહી છે.
મીડિયાના અહેવાલો અનુસાર યાર મોહમ્મદનું
કહેવું છે કે બાળકોનું ભરણ-પોષણ કરવામાં તેમને કોઈ તકલીફોનો સામનો નહી કરવો પડે, કેમકે તેઓ એક સંયુક્ત પરિવારમાં રહે છે અને પરિવારના દરેક સભ્ય બાળકોના ઉછેરમાં મારી મદદ કરશે.
ડોક્ટર અનુસાર 8
મહીનાની પ્રેગ્નેન્ટ મહિલા તેમની પાસે પહેલીવાર શનિવારે આવી હતી. મહિલાનું બ્લડ પ્રેશર ખૂબ જ વધારે હતું, પેટ પણ અતિશય ફુલી ગયું હતું. ઓપરેશનનો ઓપ્શન ખતરનાક હતો કેમકે આ અગાઉ પણ મહિલાના બે બાળકો ઓપરેશનથી થઈ ચૂક્યા હતા. તેનાથી તેમના જૂના ટાંકા અને ગર્ભાશય ફાટવાનું જોખમ હતું પરંતુ બાદમાં ડોક્ટરોની ટીમે એક કલાકથી વધુ ચાલેલા લાંબા ઓપરેશનમાં સફળ ડિલીવરી કરી. ડોક્ટરે કહ્યું કે આવું ખૂબ જ ઓછા કેસમાં જોવા મળે છે કે એક સાથે જન્મેલા દરેક બાળક સ્વસ્થ હોય પરંતુ અમારી ટીમે તે કરીને બતાવ્યું. બાળકની માને હાલ ઈંઈઞમાં શિફ્ટ કરવામાં આવી છે.
ડોક્ટર હિના ફૈયાઝે જણાવ્યું હતું કે મહિલાએ
ગર્ભધારણ કરનારી દવાઓનો ઉપયોગ કર્યો હતો. દવાઓના ઉપયોગના કારણે મહિલાના શરીરમાં એકથી વધુ ઈન્ડા મેચ્યોર થઈ જાય છે. જેના કારણે એક જ સમયમાં બે કે તેથી વધુ ગર્ભ રહી જાય છે.





રિલેટેડ ન્યૂઝ