ચોરાયેલા 2 ડોગી શોધી આપે તેને 3 કરોડનું ઈનામ

હોલિવુડ સ્ટાર લેડી ગાગાનું કૂતરા લઇને ફરનારને બુધવારના રોજ કોઇએ ગોળી મારી દીધી. ત્યારબાદથી લેડી ગાગાના બે પાલતુ કૂતરા ગાયબ છે. કહેવાય છે કે લેડી ગાગાએ બંને કૂતરાની માહિતી આપનારને 5 લાખ ડોલર (અંદાજે ત્રણ કરોડ રૂપિયા)નું ઇનામ આપવાની જાહેરાત કરી છે.
લેડી ગાગાના પાલતુ કૂતરાને ફેરવનાર રાયન ફિશરને બુધવારની રાત્રે લોસ એન્જલિસમાં એક વ્યક્તિએ ગોળી મારી દીધી. કહેવાય છે કે
લૂંટના ઇરાદાથી અંજામ આપ્યાની આ ઘટનામાં લેડી ગાગાના બે ફ્રેન્ચ બુલડોગ ચોરાઇ ગયા છે. ઘાયલ ફિશરને તરત જ નજીકની હોસ્પિટલમાં લઇ જવાયો જ્યાંથી હજી સુધી તેની તબિયત અંગે કોઇ માહિતી મળી નથી.મળતી માહિતી પ્રમાણે હુમલાખોરે સેમી-ઓટોમેટિક હેન્ડગનથી હુમલો કર્યો હતો. લેડી ગાગાના પ્રતિનિધિએ ઘટનાને ક્ધફર્મ કરતાં કહ્યું કે 2 ફ્રેન્ચ બુલડોગ કોજી અને ગુસ્તાવ ગાયબ છે. જો કે એક ડોગી મિસ એશિયાહુમલાખોરોની ચુંગલમાંથી ભાગી ગઇ અને પોલીસે બાદમાં તેને પકડીને લેડી ગાગાને આપી દીધી છે.
લેડી ગાગાએ પોતાના મિસિંગ કૂતરાની માહિતી આપનાર પર 5 લાખ ડોલરનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. લેડી ગાગાના
ફેમિલીમાં સામેલ થનાર ગુસ્તાવ સૌથી નવું કૂતરું હતું. તેણે 2016માં કુલ 3 કૂતરા દત્તક લીધા હતા અને તેની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી હતી. અભિનેત્રીએ એક ઇમેલ આઇડી પણ શેર કર્યું છે જેમાં કોઇપણ વ્યક્તિ ખોવાયેલા કૂતરા અંગે માહિતી આપી શકે છે. અત્યારે લેડી ગાગા રોમમાં પોતાના નેકસ્ટ પ્રોજેક્ટનું શુટિંગ કરી રહી છે.

રિલેટેડ ન્યૂઝ