ચીનમાં કોરોનાની (મંજૂરી વગરની) રસી લોકો ધડાધડ લગાવી રહ્યા છે

- શાંધાઈની દક્ષિણે આવેલા જિયાશિંગ શહેરમાં 46 પાઉન્ડ (રૂા.4300)ની રસીનો ટ્રાયલનો અંતિમ તબક્કો બાકી છે
શાંધાઈ તા,17

ચીનમાં કોરોના વાયરસના સંક્રમણની પ્રાયોગિક રસી લગાવનારાઓની સંખ્યા વધી રહી છે. એક શહેરમાં સામાન્ય લોકોને આની ઓફર કરવામાં આવી રહી છે. બીજી તરફ, એક કંપની વિદેશ જઇ રહેલા વિદ્યાર્થીઓને આ મફતમાં લગાવી રહી છે. શાંઘાઇના દક્ષિણમાં
આવેલા
જિયાશિંગ શહેર લોકોને સિનોવાક દ્વારા બનાવવામાં આવેલી રસી આપી રહ્યું છે.
ગુરુવારે એવી જાહેરાત કરવામાં આવી હતી કે વધુ જોખમનો સામનો કરી રહેલા જૂથો, જેમાં એવા લોકો પણ સામેલ હોય જેઓ શહેરના
સામાન્ય કામકાજને ચાલુ રાખવા માટે જરૂરી છેથ, તેમને પ્રાથમિકતા મળશે, પરંતુ જેમને તેની કટોકટીના ધોરણે જરૂર છે તેઓ પણ આવી શકે છે. આ રસી 46 પાઉન્ડ (લગભગ 4300 રૂપિયા)માં આપવામાં આવી રહી છે. આ રસી ક્લિનિકલટ્રાયલના અંતિમ તબક્કામાં છે, પરંતુ હજી સુધી તેને મંજૂરી આપવામાં આવી નથી.
સ્થાનિક સરકારે કહ્યું કે, તેને ઇમરજન્સી ઓથોરિટી હેઠળ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ચીનની અન્ય એક રસી કંપની નચાઇના
નેશનલ બાયોટેક ગ્રુપ વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેની રસી નિ:શુલ્ક લગાવવાની ઑફર આપી રહી છે. વર્તમાનમાં ચીનની દવા કંપની પાસે પાંચ રસી છે જે પરીક્ષણના અંતિમ તબક્કામાં છે.
ડ્રગ
રેગ્યુલેશન પર નેશનલ તાઇવાન યુનિવર્સિટીના નિષ્ણાત આર્નોલ્ડ ચાને જણાવ્યું
હતું કે, જે લોકોએ રસી લગાવરાવી છે તેમની પાસેથી પછીની
સૂચના મેળવવાની જવાબદારી નિર્માતાઓની છે અને તેમ ના કરવું
તે બેજવાબદાર અને આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર નથી.

રિલેટેડ ન્યૂઝ