ખુદ સે શાદી કરોગે?

દુનિયામાં ઘણી મહિલાઓ પાર્ટનર તરીકે પોતાને જ પસંદકરી રહી છે. તેઓ કોઈ અન્યની સાથે જીવન પસાર કરવાને બદલે સેલ્ફ લવને વધારે મહત્ત્વ આપે છે. બ્રાઝિલમાં ઇન્સ્ટાગ્રામ મોડલે રિલેશનશિપ અને બ્રેકઅપથી કંટાળીને પોતાના સાથે જ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. 33 વર્ષીય ક્રિસ ગેલેરાને પુરુષો પરથી ભરોસો ઊઠી ગયો અને તેણે બાકીની જિંદગીમાં પાર્ટનર શોધવાને બદલે પોતાને જ વધારે પ્રેમ કરવાનું પસંદ કર્યું. શરૂઆતમાં ક્રિસને લાગતું હતું કે ખુશ રહેવા અને ખાલીપાને દૂર કરવા માટે પાર્ટનરનું હોવું જરૂરી છે. પણ જ્યારે ક્રિસને પ્રેમમાં દગો મળ્યો ત્યારે તેને યુવકોથી નફરત થવા લાગી. થોડા સમય પછી તેણે જાણ્યું કે તેને ખુશ રહેવા માટે કોઈ બીજાની જરૂર નથી. તે જાતે પણ ખુશ રહી શકે છે. ક્રિસે કહ્યું, ‘હું મેચ્યોર અને સ્ટ્રોંગ મહિલા છું. મને પહેલેથી એકલા રહેવાનો ડર લાગતો હતો, પણ સમય જતા મને ખબર પડી કે, તમે જાતે પણ ખુશ રહી શકો છો. એ પછી મેં પોતાના સાથે જ મેરેજ કરવાનું નક્કી કર્યું અને વેડિંગ ડે મિત્રો સાથે સેલિબ્રેટ કર્યો.’ થોડા દિવસ પહેલાં ઓસ્ટ્રેલિયામાં એક યુવતીએ પોતાના સાથે જ લગ્ન કર્યા છે. આ મહિલાએ સેલ્ફ લવને મહત્ત્વ આપી તેના પાર્ટનર સાથે સગાઈ તોડી અને ઓછા ખર્ચે પોતાની સાથે જ લગ્ન કર્યા. પેટ્રિકા ક્રિસ્ટિનને ઘરેથી લોકો લગ્ન કરવા માટે ફોર્સ કરતા હતા. તેનાપરિવારનું કહેવું હતું કે, 30 વર્ષ પહેલાં લગ્ન કરી લેવા જોઈએ. પેટ્રિકાની સગાઈ 8 વર્ષ પહેલાં તૂટી ગઈ હતી. એ પછી તે તેના માટે પાર્ટનર શોધી રહી હતી પણ તેને જોઈએ તેવો છોકરો ક્યાંય ના મળ્યો આથી
પેટ્રિકાએ ગયા વર્ષે ખુશીથી પોતાના સાથે જ લગ્ન કર્યા. 30 મિનિટની વેડિંગ સેરેમનીમાં પેટ્રિકાએ સેલ્ફ લવ બાબતે સ્પીચ આપી. તેના એક-એક શબ્દએ હાજર રહેલા દરેકના દિલ જીતી લીધા. પેટ્રિકાને આશા છે કે, અન્ય યુવતીઓ પણ કોઈ બીજી વ્યક્તિમાં પ્રેમ શોધી દુ:ખી અને રિલેશનશિપમાં સ્ટેટસમાં ફસાવવાને બદલે સેલ્ફ લવને મહત્ત્વ આપશે. વેડિંગ સેરેમની પૂરી થયા પછી પેટ્રિકા તેની મિત્રો સાથે પિકનિક પર ગઈ હતી. પેટ્રિકાએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને લખ્યું, ઈં તફશમ ઢઊજ…જ્ઞિં ળુતયહર. અત્યારે ભલે પેટ્રિકા પોતાના સાથે જ મેરેજ કર્યા પણ તેને લીધે તે કોઈ યુવકને મળવાનું બંધ નહીં કરી દે, પણ હાલ તે પોતાના પર ફોકસ કરવા માગે છે.

રિલેટેડ ન્યૂઝ