ઑલિમ્પિકમાં ભારતનાં વળતા પાણી


ભારત માટે ટોક્યો ઓલિમ્પિકનો ચોથો દિવસ એટલે કે 26 જુલાઇ કંઇ ખાસ સફળતાજનક રહ્યો ન હતો. ટેબલ ટેનિસમાં શાનદાર દેખાવ કર્યાં બાદ માનિકા બત્રાની ટોક્યોની સફર આજે સમાપ્ત થઈ હતી. તેણીની ત્રીજા રાઉન્ડમાં હાર થઇ હતી. જો કે પુરુષ વિભાગમાં અનુભવી અચંતા શરથ કમલે શાનદાર દેખાવ કરીને કવાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે. તલવારબાજીમાં ભવાનીદેવીની હાર થઇ હતી, પણ તેણીએ પોતાની રમતથી સહુના દિલ જીતી લીધા હતા. પુરુષ તીરંદાજી ટીમ પણ કવાર્ટર ફાઇનલમાં પહોંચ્યા બાદ દ. કોરિયા સામે હારી હતી. બેડમિન્ટન મેન્સ ડબલ્સમાં પણ સાત્વિક રાજ અને ચિરાગ શેટ્ટીની જોડી ઓલિમ્પિકમાંથી બહાર થઇ ગઇ છે. ટેનિસ સિંગલ્સનો પહેલો રાઉન્ડ જીત્યા બાદ ભારતનો સુમિત નાગલ આજે બીજા રાઉન્ડમાં રૂસી ખેલાડી અને વર્લ્ડ નંબર બે વિરૂધ્ધ
દાનિલ મેદેવેદેવ સામે હારીને બહાર થઇ ગયો છે. બોક્સિંગમાં પણ ભારતને
નિરાશા હાથ લાગી હતી. પહેલીવાર ઓલિમ્પિક રમી રહેલ આશિષકુમાર ચૌધરીની 75 કિલો વર્ગમાં ચીની મુક્કેબાજ સામે હાર થઇ હતી. તરણ ખેલાડી સાજન પ્રકાશ પણ સેમિ ફાઇનલ માટે ક્વોલીફાઇ થઇ શકયો ન હતો.
ટેબલ
ટેનિસ મહિલા સિંગલ્સના પહેલા બે રાઉન્ડ જીતીને શાનદાર દેખાવ કરનાર માનિકા બત્રા આજે ત્રીજા રાઉન્ડની બાધા પાર કરી શકી ન હતી. 10મા ક્રમની ઓસ્ટ્રિયાની ખેલાડી સોફિયા પોલકાનોવાએ આસાનીથી માનિકા સામે 11-8, 11-2, 11-5 અને 11-7થી જીત મેળવીને અંતિમ-16માં જગ્યા બનાવી હતી. 0-4ની હારથી માનિકાના ટોક્યો ઓલિમ્પિક અભિયાનનો અંત આવ્યો છે. જો કે પુરુષ સિંગલ્સમાં અચંતા શરથ કમલ કવાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે. તેણે ત્રીજા રાઉન્ડમાં પોર્ટૂગલના ખેલાડી ટિયાગો અપોલોનિયાને 4-2થી હાર આપી હતી. જ્યારે સુતિર્થા મુકરજી મહિલા સિંગલ્સના બીજા રાઉન્ડમાં હારીને બહાર થઇ હતી.
તલવારબાજીમાં પહેલા રાઉન્ડની
જીત
બાદ ભવાનીદેવી હારી
ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લઇ રહેલી ભારતની એકમાત્ર તલવારબાજ મહિલા ખેલાડી ભવાની દેવીને તેના અભિયાનની શરૂઆત શાનદાર રીતે કરી હતી. પહેલો મેચ જીતી લીધા બાદ બીજા રાઉન્ડના
મેચમાં તેણીની ચોથા ક્રમની બ્રિટીશ ખેલાડી મેનન બ્રૂનેટ સામે હાર થઇ હતી.
બ્રૂનેટનો 15-7થી વિજય થયો હતો. આ પહેલા ભવાની દેવીએ પહેલા રાઉન્ડના મેચમાં અપસેટ કરીને ટયૂનિશીયાની તલવારબાજ નાદિયા
અજીજીને 15 વિ. 3 પોઈન્ટથી હાર આપી હતી. ભવાનીદેવી ભલે ઓલિમ્પિકની બહાર થઇ ગઇ, પણ તેણીએ પહેલા રાઉન્ડની બાધા પાર કરીને ઇતિહાસ રચ્યો હતો. ભવાનીદેવીએ પોતાની રમતની ખાસ છાપ છોડી હતી.
સુમિત નાગલ રૂસી
ખેલાડી
મેદેવેદેવ સામે હાર્યા
ભારતનો ટેનિસ ખેલાડી સુમિત નાગલ બીજા રાઉન્ડમાં રશિયા ઓલિમ્પિક કમિટિ (આરઓસી)ના ખેલાડી અને વિશ્વ નંબર બે દાનિલ મેદવેદેવ વિરૂધ્ધ એક કલાક અને 6 મિનિટની રમતના
અંતે 2-6 અને 1-6થી હારીને બહાર થઇ ગયો છે. સુમિતનો વિશ્વ ક્રમાંક 160 છે.
આર્ચરીમાં ફરી નિરાશા: પુરુષ ટીમ
કવાર્ટરમાં નિશાન ચૂકી
અતાનુદાસ, પ્રવીણ જાધવ અને તરૂણદીપ રોયની ભારતીય પુરુષ તીરંદાજ ટીમ
કવાર્ટર ફાઇનલમાં દ. કોરિયાની ટીમ સામે હારી હતી. કોરિયન ટીમ 6-0થી જોરદાર જીત મેળવી હતી. ભારતીય તીરંદાજ ટીમે આ પહેલા આજે સવારે કઝાકિસ્તાન સામે 6-2થી વિજય હાંસલ કરીને કવાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવીહતી. નિશાનેબાજોની જેમ ભારતીય તીરંદાજોનું નિરાશાજનક પ્રદર્શન ચાલુ રહ્યું હતું.
બેડમિન્ટન: મેન્સ ડબલ્સમાં
પડકાર સમાપ્ત
બેડમિન્ટનમાં મેન્સ ડબલ્સમાં ભારતના સાત્વિક સાઇરાજ રંકીરેડ્ડી
અને ચિરાગ શેટ્ટીની જોડી બીજા રાઉન્ડમાં માર્કસ ફર્નાલ્ડી ગિડિયોન તથા કેવિન સંજય સુકામુલ્જોની ઇન્ડોનેશિયાની જોડી વિરૂધ્ધ 13-21 અને 12-21થી હારીને ઓલિમ્પિકની બહાર થઇ ગઇ હતી.
તરણવીર સાજન
પ્રકાશના અભિયાનનો અંત
સ્વીમીંગમાં ઓલિમ્પિક ટાઇમીંગ સાથે ક્વોલીફાઇ થનારો પહેલો ભારતીય તરણ ખેલાડી સાજન પ્રકાશ આજે 200 મીટર બટરફલાઇમાં હીટ બેમાં ચોથા સ્થાને રહ્યો હતો. આથી તે સેમિ ફાઇનલમાં
પહોંચી શકયો ન હતો.
બોક્સિંગમાં આશિષને પછડાટ
મિડલવેઇટ 75 કિલો વર્ગમાં ભારતનો આશિષકુમાર ચૌધરી પહેલા રાઉન્ડમાં જ ચીની મુક્કેબાજ અરબીકે તુઓહેતો સામે 0-5થી હારીને બહાર થયો છે
મહિલા હોકીમાં
ટીમ ઈન્ડિયાની
ફરી હાર થઇ
જર્મની તરફથી નિક લોરેન્ઝ અને એની કટારિનાએ ગોલ કર્યા. હવે ભારત માટે નોકઆઉટ સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે.
ભારતીય પુરુષોની તીરંદાજી ટીમ
ક્વાર્ટર ફાઇનલમાં
દક્ષિણ કોરિયા સામે હાર્યા બાદ બહાર
ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ ઇવેન્ટ્સનો ત્રીજો દિવસ મિશ્રિત રહ્યો. મહિલા હોકીમાં ટીમ ઈન્ડિયાને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો હતો. જર્મનીએ ભારતને 2-0થી
હરાવ્યું. જર્મન ટીમ તરફથી નિક લોરેન્ઝ અને એની કટારિનાએ ગોલ કર્યા. પૂલ-અમાં અગાઉ નેધરલેન્ડ્સે ભારતને પરાજિત કર્યું હતું.
જર્મની સામે ભારતને પેનલ્ટી સ્ટ્રોક પણ મળ્યો હતો, પરંતુ ગુરજિત કૌર
એનો ફાયદો ઉઠાવી શકી નહોતી. તે જ સમયે, ટેબલ ટેનિસમાં અચંતા શરથ કમલ પુરુષ સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં પહોંચી ગયો છે. વળી ત્રીજા રાઉન્ડની મેચમાં મનિકા બત્રાને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતના આશિષ કુમાર પુરૂષોની બોક્સીંગ 75 કિલો વજન કેટેગરીમાં ચીની એર્બીક તુઓહેતાથી હારી ગયા. ચીની બોક્સરનું ત્રણેય રાઉન્ડમાં વર્ચસ્વ જોવા મળ્યું હતું.

ત્રીજા દિવસે ભારતનું પ્રદર્શન કેવું રહ્યું?
તલવારબાજી: ભવાની દેવીની સફર રાઉન્ડ ઓફ-32માં સમાપ્ત થઈ.
આર્ચરી: ભારતીય પુરુષ ટીમ ક્વાર્ટર ફાઇનલમાં દક્ષિણ કોરિયા સામે હારી ગઈ.
ટેબલ ટેનિસ: શરથ કમલે પુરૂષ સિંગલ્સના
ત્રીજા રાઉન્ડમાં સ્થાન મેળવ્યું છે. જ્યારે મણિકા બત્રા ત્રીજા રાઉન્ડની મેચમાં ઓસ્ટ્રિયાની સોફિયા પોલ્કાનોવા સામે હારી ગઈ હતી.
શૂટિંગ: મેરાજ ખાન અને અંગદ બાજવા સ્કીટ ક્વોલિફિકેશનમાં
હારી ગયા.
ટેનિસ: સુમિત નાગલ પુરુષ સિંગલ્સમાં રશિયાના વર્લ્ડ નંબર-2 ડેનીલ મેદવેદેવ સામે હારી ગયો.
બોક્સિંગ: આશિષ કુમાર પહેલા રાઉન્ડમાં હારી ગયો.
સ્વિમિંગ: સાજન પ્રકાશ પુરુષોની 200 મીટર
બટરફ્લાય ઇવેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કરવામાં નિષ્ફળ ગયો.
સેઇલિંગ: વિષ્ણુ સરાવન ત્રીજી રેસમાં 24મા સ્થાને રહ્યો. એકંદરે તે 34 પોઇન્ટ સાથે 25માં સ્થાને રહ્યો.
હોકી: ભારતીય મહિલા ટીમને જર્મની
સામે હારનો સામનો કરવો પડ્યો.
તિરંદાજી: ભારતીય તીરંદાજ પ્રવીણ જાધવ (જમણે) લક્ષ્ય સાધી રહ્યો છે. એની સાથે અતુન દાસ છે.

રિલેટેડ ન્યૂઝ