અમેરિકાના રણમાં બનાવાશે સ્વર્ગ લોક

અમેરિકન અબજોપતિ માર્ક લોર અમેરિકાના રણમાં એવુ શહેર વસાવવા જઈ રહ્યા છે જ્યાં ટોકિયો જેવી સ્વચ્છતા હશે, ન્યૂયોર્ક જેવી વૈભવી જિંદગી હશે અને સ્વીડનના સ્ટોકહોમ જેવી સામાજિક સુવિધાઓ લોકોને મળશે.
બીજા શબ્દોમાં કહીએ તો અહીંયા રહેનારા લોકોની જિંદગી સ્વર્ગ જેવી હશે. આ શહેરમાં 50 લાખ લોકોને વસાવવામાં આવશે. શહેરની ડિઝાઈન તૈયાર કરવાની જવાબદારી દુનિયાના સૌથી પ્રસિધ્ધ
આર્કિટેક્ટને આપવામાં આવી છે.
આ શહેર તૈયાર કરવા માટે 400 અબજ ડોલરની જરૂર પડવાની છે અને આ શહે દોઢ લાખ એકરમાં ફેલાયેલુ હશે. તેની ડિઝાઈન ઈકો ફ્રેન્ડલી હશે અને શહેરમાં પાણીની સુવિધા એ રીતે પૂરીપડાશે કે ક્યારેય દુકાળ નહીં પડે.
નવા શહેરમાં લોકો કોઈ પણ જગ્યાએ રહેતા હશે પણ પંદર મિનિટમાં તેઓ પોતાના ઘથી ઓફિસ, સ્કૂલ અને બીજી જગ્યાએ પહોંચી શકશે. પ્રોજેક્ટ માટે પ્લાનિંગ કરી રહેલી ટીમ
નેવાડા, યુટા, ઈડાહો, એરિઝોના અને ટેક્સાસ જેવા વિસ્તારોમાં જગ્યા શોધી રહી છે. માર્ક લોરની કંપનીએ ડિજિટલ પ્રેઝન્ટેશનથી કંપનીનો નકશો દર્શાવ્યો છે. જેમાં ઈમારતો, હરિયાળી જગ્યાઓને વર્ચ્યુલ રીતે દેખાડવામાં આવી છે. શહેરમાં પરંપરાગત ફ્યુલ એટલે કે પેટ્રોલ અને ડિઝલથી ચાલનારા વાહનો પર પ્રતિબંધ હશે.

રિલેટેડ ન્યૂઝ