ગુજરાતી ભાષાના સહાયક શિક્ષકો વધારવાને લઈને સંચાકલ મંડળ દ્વારા માંગ કરવામાં આવી. રાજ્યના શાળા સંચાલક મંડળે સરકારમાં રજૂઆત કરી છે કે ગુજરાતી શિક્ષકોની વધુ ભરતીમાં વધારો કરવામાં આવે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયમાં ધોરણ 10 અને ધોરણ -12માં મોટાભાગના વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં નાપાસ થયા છે. અને એકંદરે અન્ય વિષયની સરખામણીમાં વિદ્યાર્થીઓને ગુજરાતીમાં સૌથી ઓછા ગુણ આવે છે. જેની અસર તેમની ટકાવારી પર પડે છે.ગુજરાતમાં જ અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં ગુજરાતી ભાષાનું મહત્વ ઘટયું છે. શાળા સંચાલક મંડળ દ્વારા માતૃભાષામાં શિક્ષણની જરૂૂયિાત પર ભાર મૂકાયો. આ અગાઉ પણ અનેક વખત મંડળ દ્વારા ગુજરાતી ભાષાનો ઉપયોગ વધારવાને લઈને રજૂઆત કરાઈ છે. વિદ્યાર્થીઓમાં ગુજરાતી ભાષામાં રસ ઘટવા પાછળ ગુજરાતી શિક્ષકોનો અભાવ છે. આથી મંડળ દ્વારા માતૃભાષામાં બાળકોને તૈયાર કરવા શિક્ષકોની જગ્યા વધારવાની રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી.
તેમનું કહેવું છે કે શિક્ષણનું માધ્યમ માતૃભાષા હોય તો બાળકો વધુ તેજસ્વી બને છે. કારણ કે જે-તે પ્રદેશમાં ત્યાંના લોકો પોતાના ઘરમાં જે ભાષાનો ઉપયોગ કરતા હોય છે તે બાળકને વધુ અસર કરે છે. બાળકમાં તે ભાષામાં જ વિચારવાની શક્તિ વિકસે છે અને બોલચાલ માટે ઉપયોગમાં લે છે. ભારતના અનેક ભાગોમાં આ પ્રકારના દાખલા પણ જોવા મળ્યા છે.ગુજરાતમાં ગુજરાતી ભાષાનો વધુ ઉપયોગ થાય છે. ગામડાના છેવાડાના પ્રદેશથી લઈને મોટા મોટા શહેરોમાં સામાન્ય બોલચાલની ભાષા ગુજરાતી જ છે. આજે લોકોમાં અંગ્રેજીનો ક્રેઝ વધ્યો છે પરંતુ આજે પણ ગુજરાતના મોટાભાગના ઘરોમાં ગુજરાતી ભાષા જ બોલાય છે. અંગ્રેજી વ્યવસાયિક ક્ષેત્ર માટે જરૂૂરી છે. પરંતુ લેખન અને વિચારશક્તિના વિકાસમાં ગુજરાતમાં રહેતા લોકો માટે ગુજરાતી જરૂૂરી હોવાથી વિદ્યાર્થીઓના વિકાસ માટે વધુ ગુજરાતી શિક્ષકોની ભરતી કરવાની મંડળ દ્વારા માંગ કરવામાં આવી.

