Site icon Gujarat Mirror

2026 સુધીમાં ભારત જાપાનને પાછળ છોડી ચોથી મોટી અર્થવ્યવસ્થા બનશે

 

 

તમામ અવરોધો છતાં, ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. ભારતીય અર્થતંત્રને વેગ આપવા માટે સરકાર સતત સુધારાના પગલાં પણ લઈ રહી છે. આ વર્ષના બજેટમાં મોટી જાહેરાતો થવાની અપેક્ષા છે. આ દરમિયાન, એક સારા સમાચાર આવ્યા છે. ઉદ્યોગ સંગઠનPHDCCએ જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષમાં 6.8 ટકા અને આગામી નાણાકીય વર્ષમાં 7.7 ટકાના દરે વૃદ્ધિ પામશે તેવી અપેક્ષા છે.
આ સાથે, ઉદ્યોગ સંસ્થાએ કહ્યું કે વર્ષ 2026 સુધીમાં, ભારત જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે.

ભારત માટે આ એક મોટી સિદ્ધિ હશે. આ પછી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની દોડ શરૂૂ થશે.
ઙઇંઉ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ઙઇંઉઈઈઈં) ના પ્રમુખ હેમંત જૈને જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં મજબૂત વિકાસ પામી રહેલ ભારતીય અર્થતંત્ર 2026 સુધીમાં જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની અપેક્ષા છે.PHDCCએ નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે નાણાકીય વર્ષ 2024-25 માં દેશનું કુલ સ્થાનિક ઉત્પાદન (ૠઉઙ) 6.8 ટકા અને નાણાકીય વર્ષ 2025-26 માં 7.7 ટકાના દરે વધવાનો અંદાજ મૂક્યો છે. આ સાથે, ઉદ્યોગ સંસ્થાએ ચાલુ નાણાકીય વર્ષમાં ફુગાવાનો દર 4.5 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો હતો અને કહ્યું હતું કે કૃષિ અને ખાદ્ય પ્રક્રિયા, નાણાકીય ટેકનોલોજી, સેમિક્ધડક્ટર, નવીનીકરણીય ઉર્જા, આરોગ્ય અને વીમા જેવા આશાસ્પદ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

 

 

Exit mobile version