Connect with us

Sports

વર્લ્ડ કપમાં કાલે ભારત-પાક. વચ્ચે હાઇવોલ્ટેજ જંગ

Published

on

કાલે અમદાવાદના મોદી સ્ટેડીયમમાં ભારત- પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપ 2023ની પ્રથમ હાઇવોલ્ટેજ મેચનો જંગ જામશે. મેચને માણવા માટે વિશ્વભરના ક્રિકેટપ્રેમીઓ અમદાવાદમાં ઉમટી પડશે. શહેરની તમામ નાની મોટી હોટેલો, ગેસ્ટહાઉસો હાઉસફુલ થઇ ગયા છે. એરપોર્ટ ઓથોરીટી દ્વારા પણ કાલે આવનાર ચાર્ટર પ્લેનો માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
બન્ને ટીમોનું આગમન અમદાવાદ ખાતે થઇ ચુકયું છે. પોલીસ દ્વારા જડબેસલાક બંદોબસ્ત ગોઠવાય રહ્યો છે. મેચની મઝા માણવા અનેક સેલિબ્રિટીઓ પણ આવવાની છે.
આજે સાંજે 6 થી 9 દરમ્યાન બન્ને ટીમો પ્રેકટીસ કરશે અને સાંજના 5 થી 6 દરમ્યાન બન્ને ટીમના કેપ્ટનો પત્રકાર પરિષદને પણ સંબોધન કરશે.
બીજી તરફ ખાલિસ્તાનની ધમકીના પગલે સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે. સુરક્ષા વ્યવસ્થા ચકાસવા માટે ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું હતુ. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ, ચેતક કમાન્ડો, ગજૠ, જઘૠ ઉપરાંત ડોગ સ્ક્વોડની ટીમ હાજર રહી હતી. આટલું જ નહીં, એન્ટી ડ્રોન ટીમ દ્વારા સમગ્ર સ્ટેડિયમમાં ચેકિંગ કરવામાં આવ્યું હતુ. મેચ દરમિયાન 5 હજાર જેટલા જવાનો સુરક્ષામાં તૈનાત રહેશે.
મેચમાં સુરક્ષાની સમીક્ષા કરવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ગત સાંજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. તેમની સાથે ઇઈઈઈંના સેક્રેટરી જય શાહ તેમજ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ ધનરાજ નથવાણી પણ હાજર રહ્યા હતા.
વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં બે દિવસ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો યોજાવા જઈ રહ્યો છે. આ મેચમાં બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન, સાઉથ સુપર સ્ટાર રજ્નીકાંત, બોલિવૂડના ફેમસ સિંગર સુખવિન્દર સિંહ અને સચિન તેંડુલકર સહિતની સેલિબ્રિટીઓ સામેલ થઈ શકે છે.
જ્યારે બન્ને દેશના લાખો ક્રિકેટ ફેન્સ પણ મેચ નિહાળવા આવશે. આ ઉપરાંત 60થી વધુ પાકિસ્તાની પત્રકારો પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાનની મેચ કવર કરવાના છે. મેચ દરમિયાન ડ્રોનની મદદથી સ્ટેડિયમના દરેક એંગલ પર મોનીટરિંગ કરવામાં આવશે. જ્યારે મેદાનમાં સાદા વેશમાં પોલીસ જવાનો, સુરક્ષા જવાનો તેમજ જઇંઊ ટીમ હાજર રહેશે. આ માટે વોર રુમ જેવું વિશેષ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. જ્યારે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
અમદાવાદ ખાતે ભારત-પાકિસ્તાન મેચ જોવા માટે દેશનાં ખૂણે ખૂણેથી લોકો અમદાવાદ આવી રહ્યા છે. ત્યારે પેસેન્જરોનાં ટ્રાફિકને પહોંચી વળવા માટે અમદાવાદ એરપોર્ટ દ્વારા નવી ફ્લાઈટો શરૂૂ કરવામાં આવી છે. હાઈ વોલ્ટેજ મેચને લઈ હવાઈ મુસાફરી, રેલ મુસાફરીની માંગ વધી છે. એર સેવા બાદ હવે રેલવેમાં પણ વેઈટિંગ વધ્યું છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે અમદાવાદ સ્ટેડિયમમાં મેચ રમાશે. આ મેચ જીતીને ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં જવાનો રસ્તો સરળ કરવા ઈચ્છશે. ટીમ ઈન્ડિયા આઇસીસી વર્લ્ડ કપમાં અત્યાર સુધી પાકિસ્તાન સામે કોઈ મેચ હારી નથી જ્યારે તેણે પાડોશી દેશને સાત વખત હરાવ્યું છે. આ વખતે ભારતનો હેતુ આઠમી જીત હાંસલ કરવાનો રહેશે. ભારતે પોતાના વર્લ્ડ કપ અભિયાનની શાનદાર શરૂૂઆત કરી છે. પ્રથમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને સાત વિકેટે હરાવ્યું હતું.ત્યારબાદ અફઘાનિસ્તાન સામે પણ 8 વિકેટે શાનદાર જીત થઈ હતી.
લાગણી દુભાઇ તેવી ટિપ્પણી ન કરતાં, સાયબર ક્રાઇમની ચિમકી
વર્લ્ડ કંપની સિઝન ચાલી રહી છે અને આગામી તા. 14ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદમાં ક્રિકેટ મેચ રમાવા જઈ રહી છે. જેને લઈને ક્રિકેટરસિકો અધિરા બન્યા છે. ત્યારે ભારત-પાકિસ્તાન મેચને લઇ સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે. જેમા મેચ દરમિયાન કોઇ પણ સમાજની લાગણી દુભાઇ તે પ્રકારની ટિપ્પણી ન કરવા જણાવાયું છે. એટલું જ નહીં કોઇ પણ અફવા કે ખોટા મેસેજ ફોરવર્ડ ન કરવા પણ આહવાન કર્યું છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Sports

મેચ દરમ્યાન મેદાનની તસવીર કે વીડિયો ખેલાડીઓ શેર નહીં કરી શકે

Published

on

By

  • BCCI દ્વારા ખેલાડીઓ અને ફ્રેન્ચાઇઝી માટે નિયમો જારી

કોમેન્ટેટર્સ ઉપરાંત ઈન્ડિયન પ્રીમિયર લીગની સંચાલક સંસ્થા BCCIએ ફ્રેન્ચાઈઝી અને ખેલાડીઓ માટે પણ નવા નિયમો તૈયાર કર્યા છે. આ તમામને સલાહ આપવામાં આવી છે કે તેઓ મેચ દરમિયાન કોઈ પણ ફોટો કે વીડિયો સમજી વિચારીને શેર કરે. આ નિયમ એટલા માટે લાગુ કરવામાં આવ્યો છે કારણ કે થોડા દિવસો પહેલા એક કોમેન્ટેટર દ્વારા મેચ દરમિયાન એક તસવીર શેર કરી હતી.

આ તસવીર વાયરલ થયા બાદ બીસીસીઆઈના એક સ્ટાફ મેમ્બરે કોમેન્ટેટરને તરત જ તસવીર ડિલીટ કરવા કહ્યું હતું. આ સાથે ખેલાડીઓને પણ સલાહ આપવામાં આવી છે કે તેઓ મેચ દરમિયાન મેદાનના કોઈપણ ભાગની કોઈ તસવીર કે વીડિયો શેર ન કરે. તે કોમેન્ટેટરનાં લગભગ 10 લાખ ફોલોઅર્સ છે અને તેણે શરૂૂઆતમાં તસવીર ડિલીટ કરવાની ના પાડી દીધી હતી, પરંતુ વારંવારની વિનંતીઓ બાદ તેણે આખરે પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. આઈપીએલના લાઈવ બ્રોડકાસ્ટિંગ ટીવી રાઈટ્સ હાલમાં સ્ટાર ઈન્ડિયા પાસે છે અને લાઈવ સ્ટ્રીમિંગ ડિજીટલ રાઈટ્સ વાયાકોમ 18 પાસે છે. કંપનીઓએ ઈંઙકમાં ઘણાં નાણાંનું રોકાણ કર્યું હોવાથી, તેઓ નથી ઈચ્છતા કે લાઈવ મેચની સામગ્રી અન્ય કોઈ ચેનલ અથવા એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવે. આઈપીએલ ટીમોને લાઈવ મેચની કોઈપણ તસવીરો કે વીડિયો શેર કરવાની પણ મંજૂરી નથી. જો કોઈ ફ્રેન્ચાઈઝી આ નિયમનો ભંગ કરવા માટે દોષિત ઠરશે તો તેમને દંડ કરવામાં આવશે. ખેલાડીઓ દ્વારા શેર કરવામાં આવેલી દરેક પોસ્ટ પર નજર રાખવામાં આવી રહી છે. તમામ ખેલાડીઓને નવા નિયમો વિશેજાણ કરવામાં આવી છે, પરંતુ હજુ પણ કેટલાક ખેલાડીઓ એવા છે જે નિયમોનું પાલન નથી કરી રહ્યા હતા.

Continue Reading

Sports

ઋષભ પંતના સ્ટમ્પિંગ પર ભારે વિવાદ બાદ શાહરૂખ ખાનને આઉટ અપાયો

Published

on

By

 

ટી20 વર્લ્ડ કપ પહેલા દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન રિષભ પંત માત્ર બેટિંગમાં જ નહીં પરંતુ વિકેટકીપિંગમાં પણ સૌ કોઇના દિલ જીતી રહ્યો છે. પંતે 17 એપ્રિલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ સામે જબરદસ્ત સ્ટમ્પિંગ કર્યું હતું. તેણે તેને તેના ગુરુ મહેન્દ્ર સિંહ ધોનીની યાદ અપાવી. પંતે એક નહીં પરંતુ બે બેટ્સમેનોના સ્ટમ્પિંગ કર્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જોકે, પંતના બીજા સ્ટમ્પિંગને લઈને ઘણો વિવાદ થયો હતો. જેમાં શાહરૂૂખ ખાન આઉટ જાહેર કરાયો હતો.

ગુજરાતની ઈનિંગની નવમી ઓવરમાં ટ્રિસ્ટન સ્ટબ્સે પંતના હાથે બે ખેલાડીઓને સ્ટમ્પ કર્યા હતા. પંતે ઓવરના ત્રીજા બોલ પર અભિનવ મનોહરનુ સ્ટમ્પિંગ કર્યુ હતું. જે બાદ શાહરૂૂખ ખાન પાંચમા બોલ પર સ્ટમ્પિંગ થઈ ગયો હતો. પંત દ્વારા કરવામાં આવેલા બીજા સ્ટમ્પિંગને લઈને વિવાદ થયો હતો. સ્ટમ્બ્સે રાઉન્ડ ધ વિકેટ બોલ કર્યો. શાહરૂૂખ થોડો આગળ નીકળી ગયો હતો. તે બોલ રમી શક્યો ન હતો. વિકેટકીપર પંતે તેની ભૂલનો ફાયદો ઉઠાવ્યો અને તેનું સ્ટમ્પિંગ કરી દીધું.
પંત બોલને યોગ્ય રીતે પકડવામાં નિષ્ફળ રહ્યો હતો. બોલ તેના હાથમાંથી નીકળી ગયો હતો, પરંતુ દિલ્હી કેપિટલ્સ ટીમ નસીબદાર હતી કે બોલ સ્ટમ્પ પર પડ્યો હતો. શાહરૂૂખ તેની ક્રિઝની બહાર હતો પરંતુ શંકા હતી કે પંતનો હાથ પહેલા સ્ટમ્પને અડ્યો કે નહીં. રિપ્લેમાં જાણવા મળ્યું કે બોલ સ્ટમ્પ સાથે અથડાયો હતો. અમ્પાયરે લાંબી વિચારણા બાદ શાહરૂૂખને આઉટ આપ્યો હતો. પંતનો હાથ સ્ટમ્પને સ્પર્શ્યો હતો, પરંતુ બોલ સ્ટમ્પ પર અથડાતાં જ બેઇલ પડી ગયા હતા. આખરે શાહરૂૂખ ખાન ગોલ્ડન ડકનો શિકાર બન્યો. તેણે પેવેલિયન પરત ફરવું પડ્યું.

Continue Reading

Sports

ઘરઆંગણે ગુજરાતની દિલ્હી સામે શરમજનક હાર

Published

on

By

  • ગુજરાતના ત્રણ ખેલાડીઓ જ ડબલ ફિગર પાર કરી શકયા, માત્ર 8.5 ઓવરમાં દિલ્હીનો વિજય વાવટો

દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સને એકતરફી રીતે 6 વિકેટથી હરાવ્યું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાતની ટીમ માત્ર 89 રનના સ્કોર સુધી મર્યાદિત રહી હતી. જીટીના માત્ર 3 ખેલાડીઓ જ ડબલ ફિગર પાર કરી શક્યા. તો બીજી તરફ, લક્ષ્યનો પીછો કરતી વખતે દિલ્હીને ખૂબ જ સારી શરૂૂઆત મળી કારણ કે જેક ફ્રેઝર મેકગર્કે બીજી ઓવરમાં જ ટીમનો સ્કોર 20થી આગળ લઈ ગયો.

મોટો શોટ રમવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે મેકગર્ક 10 બોલમાં 20 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા પણ ફટકાર્યા હતા. દરમિયાન સતત વિકેટો પડવાને કારણે દિલ્હી પણ સંઘર્ષની સ્થિતિમાં જોવા મળી રહ્યું હતું.પ્રથમ મેકગર્ક અને પૃથ્વી શોના આઉટ થયા પછી, સાઈ હોપ અને અભિષેક પોરેલે કમાન સંભાળી. લો-સ્કોરિંગ મેચમાં અભિષેકે માત્ર 7 બોલમાં 15 રન બનાવ્યા અને 2ચોગ્ગા અને 1 છગ્ગા પણ ફટકાર્યા. પાવરપ્લેની 6 ઓવરમાં દિલ્હીનો સ્કોર 67 રન સુધી પહોંચી ગયો હતો, પરંતુ ટીમે 4 વિકેટ પણ ગુમાવી દીધી હતી. જો કે હવે ટીમને જીતવા માટે માત્ર 23 રનની જરૂૂર હતી, પરંતુ સતત વિકેટો પડવાથી ડીસી બેટ્સમેનો પર દબાણ સર્જાવા લાગ્યું. આવી સ્થિતિમાં કેપ્ટન રિષભ પંતે જવાબદારી લીધી, જેણે 11 બોલમાં 16 રનની ઇનિંગ રમીને ટીમની 6 વિકેટે જીત સુનિશ્ચિત કરી. દિલ્હીએ 67 બોલ બાકી રહેતા આ વિજય મેળવ્યો હોવાથી તેની નેટ રન રેટમાં ઘણો સુધારો થયો છે.

દિલ્હીએ આ મેચ એકતરફી રીતે 6 વિકેટથી જીતી લીધી હતી. પ્રથમ બોલિંગમાં મુકેશ કુમારે 3 વિકેટ લઈને ગુજરાત ટાઇટન્સની બેટિંગની કમર તોડી નાખી હતી. તેમના સિવાય ઈશાંત શર્મા અને ટ્રિસ્ટન સ્ટબ્સે પણ એક જ ઓવરમાં 2 વિકેટ લઈને ગુજરાતને બેકફૂટ પર મોકલી દીધું હતું. ખરેખર, જેક ફ્રેઝર મેકગર્કે દિલ્હી કેપિટલ્સની જીતનો પાયો નાખ્યો હતો. જો તેણે 20 રનની તોફાની ઇનિંગ ન રમી હોત તો ડીસી શરૂૂઆતમાં જ દબાણમાં હોત. જે બાદ અભિષેક પોરેલ અને શાઈ હોપ દ્વારા સિક્સરોના વરસાદે મેચને એકતરફી બનાવી દીધી હતી. અંતમાં કેપ્ટન ઋષભ પંત ટીમની જીતનો હીરો બન્યો, જેણે 16 રન બનાવ્યા.

Continue Reading

Trending